________________
૨૨ |
શ્રી નદી સૂત્ર
एक्कारसविहे पण्णत्ते, तं जहा- पाढोआगासपयाई, केउभूयं, रासिबद्धं, एगगुणं, दुगुणं, तिगुणं, केउभूयं, पडिग्गहो, संसारपडिग्गहो, णंदावत्तं, चुयाचुयावत्तं । से तं चुयाचुयसेणिया परिकम्मे । छ चउक्क णइयाई, सत्ततेरासियाई । से तं परिकम्मे । ભાવાર્થ :- પ્રશ્ન- ત્રુતાપ્યુતશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે?
ઉત્તર– શ્રુતાગ્રુત શ્રેણિકા પરિકર્મ અગિયાર પ્રકારના છે, જેમ કે– (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિબદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત ૧૧) ટ્યુતાગ્રુતાવર્ત. આ પ્રમાણે શ્રુતાપ્યુત શ્રેણિકા પરિકર્મનું સ્વરૂપ છે. આ અગિયાર પરિકર્મમાંથી પ્રારંભના છ પરિકર્મ ચાર નિયોથી આશ્રિત છે. અંતિમ સાત પરિકર્મ ત્રિરાશિક છે.આ શ્રુતાગ્રુતશ્રેણિકા પરિકર્મ સંપૂર્ણ થયો. વિવેચન :
આ સૂત્રમાં સાતમા પરિકર્મ રૂપ અંતિમભેદ વ્યુતાગ્રુતપરિકર્મનું વર્ણન કર્યું છે. જોકે આ પરિકર્મનો વાસ્તવિક વિષય અને તેના અર્થ વિષે નિશ્ચયપૂર્વક કંઈ કહી શકાતું નથી. તો પણ એમ લાગે છે કે આ પરિકર્મમાં ઐરાશિક મતનું વિસ્તૃત વર્ણન હોવું જોઈએ.
જેમ સ્વસમયમાં સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ તેમજ સંયત, અસંયત અને સંયતાસંયત, સર્વ આરાધક, સર્વ વિરાધક અને દેશ આરાધક દેશ વિરાધકની પરિગણના કરવામાં આવેલ છે તેમ સંભવ છે કે ત્રિરાશિક મતમાં અશ્રુત, વ્યુત અને શ્રુતાશ્રુત શબ્દ પ્રચલિત હોય. ટીકાકારે ઉલ્લેખ કર્યો છે કે પૂર્વકાલીન આચાર્યો ત્રણ રાશિઓનું અવલંબન લઈને વસ્તુવિચાર કરતા હતા. જેમ કે- દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક અને ઉભયાસ્તિક. એક ત્રિરાશિક મત પણ હતો જેના અનુયાયીઓ બે રાશિઓને બદલે એકાંત રૂપે ત્રણ રાશિને જ માનતા હતાં.
સુત્રમાં "છ વડે ગાડું સર તેરાલિયાડું " આ પદ આપેલ છે. તેનો ભાવ એ છે કે આદિના છ પરિકર્મ ચાર નયની અપેક્ષાએ કહેલ છે. એમાં સ્વસિદ્ધાંતનું વર્ણન કરેલ છે અને સાતમા પરિકર્મમાં ત્રિરાશિકનો ઉલ્લેખ કરેલ છે. અહીં અગિયાર ભેદમાંથી સાતનું કથન છે અને ચારનું કથન નથી તથા શેષ ચાર માટે કોઈ સૂચન નથી તેનું કારણ અજ્ઞાત છે અને સત્ત શબ્દથી સાત સંખ્યાનો અર્થ કરાય તો પાછળના સાત ભેદ ત્રણ નયોની અપેક્ષાએ કહેલ છે એવી કલ્પના પણ કરી શકાય છે. તત્ત્વ જ્ઞાનીગમ્ય છે. (ર) સૂત્ર :| २१ से किं तं सुत्ताई ? सुत्ताई बावीसं पण्णत्ताई, तं जहा- उज्जुसुयं परिणयापरिणय, बहुभंगिय, विजयचरियं, अणंतरं, परंपरं, आसाणं, संजूहं,