________________
દ્વાદશાંગ પરિચય
૨૦૧
કેતુભૂત (૩) રાશિબદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) ઉપસંપાદનાવર્ત. આ પ્રમાણે ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ શ્રુત છે. વિવેચન :
"
આ સૂત્રમાં ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે. "વસંપદ્મળ" નો અર્થ અંગીકાર કરવો અથવા ગ્રહણ કરવું. દરેક સાધકની જીવન ભૂમિકા એક સરખી હોતી નથી. તેથી દષ્ટિવાદના વેત્તા સાધકની શક્તિ અનુસાર જીવન ઉપયોગી સાધન બતાવે છે, તેનાથી તેનું કલ્યાણ થઈ શકે છે. સાધક માટે જે જે ઉપાદેય છે તેનું વિધાન કરે છે અને સાધક તેને આ રીતે ગ્રહણ કરે છે. 'અસંગમ પરિયાનામિ, સંગમ વસંવામિ' અહીં વસંપન્નામિ નો અર્થ થાય છે હું ગ્રહણ કરું છું. સંભવ છે કે આ પરિકર્મમાં જેટલા પણ કલ્યાણના નાનામાં નાના અથવા મોટામાં મોટા સાધન છે તેનો ઉલ્લેખ કર્યો હોય.
(૬) વિપ્રજહશ્રેણિકા પરિકર્મ :
१९ से किं तं विप्पजहणसेणिया परिकम्मे ? विप्पजहणसेणिया परिकम्मे વાસવિષે પળત્તે, તેં નહા- પાજોમાાસપયા, જેઠસૂર્ય, રાશિનાં, મુળ, કુમુળ, તિતુળ, જેડમૂય, કિશો, સંસારવવિાહો, ગંવાવત્ત, विप्पजहणावत्तं । से त्तं विप्पजहणसेणिया परिकम्मे ।
ભાવાર્થ :- પ્રશ્ન- વિપ્રજહશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ?
ઉત્તર– વિપ્રજહશ્રેણિકા પરિકર્મ ૧૧ પ્રકારના કહ્યા છે. જેમ કે– (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિબદ્ઘ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) વિપ્રજહદાવર્ત. આ વિપ્રજહશ્રેણિકા પરિકર્મ છે.
વિવેચન :
આ સૂત્રમાં વિપ્રજહશ્રેણિકા પરિકર્મ વિષે ઉલ્લેખ છે. જેનો સંસ્કૃતમાં ''વિપ્રન છેળિ'' શબ્દ બને છે. વિશ્વમાં જેટલા હેય પરિત્યાજ્ય પદાર્થ છે, તેનો એમાં સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક સાધકની જીવન ભૂમિકા ભિન્ન ભિન્ન હોય છે. માટે અવગુણ પણ ભિન્ન ભિન્ન હોય છે. માટે જેની જેવી ભૂમિકા હોય તે પ્રમાણે સાધકે એવા દોષો તેમજ ક્રિયાઓ ત્યાગવા જોઈએ. ઉદાહરણ તરીકે આયુર્વેદિક ગ્રંથોમાં જેમ ભિન્ન ભિન્ન રોગોથી ગ્રસ્ત રોગીઓ માટે કુપથ્ય પણ ભિન્ન ભિન્ન દર્શાવ્યા હોય છે તેમ સાધકને પણ જેવા જેવા દોષ લાગે એવી એવી અકલ્યાણકારી ક્રિયાઓ પરિત્યાજ્ય હોય છે. આ પરિકર્મમાં એ દરેકનું વિસ્તારથી વર્ણન હશે એવી સંભાવના છે.
(૭) ચ્યુતાચ્યુતશ્રેણિકા પરિકર્મ :
२० से किं तं चुयाचुयसेणिया परिकम्मे ? चुयाचुयसेणिया परिकम्मे