________________
| ૨૦ |
શ્રી નદી સૂત્ર
વિવેચન :
આ સૂત્રમાં પૃષ્ટશ્રેણિકા પરિકર્મ૧૧ પ્રકારે બતાવેલ છે. પૃષ્ટ અને પૃષ્ટબન્નેનો પ્રાકૃતમાં " શબ્દ બને છે. સંભવ છે કે આ સૂત્રમાં લૌકિક અને લોકોત્તર પ્રશ્નાવલિ હોય, તેમાં મુખ્ય સ્ત્રોત ૧૧ છે. દરેક પ્રકારના પ્રશ્નનો સમાવેશ ઉક્ત ૧૧ માં જ હોય છે. સ્પષ્ટનો અર્થ થાય છે અડીને રહેલા. સિદ્ધ એક બીજાથી સ્પષ્ટ છે. નિગોદના શરીરમાં અનંત જીવ પરસ્પર સ્પષ્ટ છે. ધર્મ, અધર્મ, લોકાકાશ અને તેના પ્રદેશો અનાદિકાળથી પરસ્પર સ્પષ્ટ છે. ઈત્યાદિ દરેકનું વર્ણન હોવાની પણ સંભાવના છે. (૪) અવગાઢણિકા પરિકર્મ :| १७ से किं तं ओगाढसेणियापरिकम्मे ? ओगाढसेणियापरिकम्मे एक्कारसविहे पण्णत्ते, तं जहा- पाढोआगासपयाई, केउभूयं, रासिबद्धं, एगगुणं, दुगुणं, तिगुणं, केउभूयं, पडिग्गहो, संसारपडिग्गहो, णंदावत्तं, ओगाढावत्तं । से तं ओगाढसेणिया परिकम्मे । ભાવાર્થ :- પ્રશ્ન- અવગાઢ શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે? ઉત્તર–અવગાઢ શ્રેણિકા પરિકર્મ ૧૧ પ્રકારના છે. જેમ કે- (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિબદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) અવગાઢાવર્ત. આ પ્રમાણે અવગાઢશ્રેણિકા પરિકર્મ છે. વિવેચન :
આ સૂત્રમાં અવગાઢશ્રેણિકા પરિકર્મનું વર્ણન છે. આકાશનું કાર્ય દરેક દ્રવ્યને અવકાશ આપવાનું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ અને પગલાસ્તિકાય એ પાંચે દ્રવ્ય આધેય છે. આકાશ તેને પોતાનામાં સ્થાન આપે છે. જે દ્રવ્ય જે આકાશ પ્રદેશમાં અથવા દેશમાં અવગાઢ છે તેનું વિસ્તૃત વર્ણન–અવગાઢશ્રેણિકામાં હશે એવી સંભાવના છે. (૫) ઉપસંપાદનગ્રેણિકા પરિકર્મ :|१८ से किं तं उवसंपज्जणसेणिया परिकम्मे ? उवसंपज्जण सेणियापरिकम्मे एक्कारसविहे पण्णत्ते, तं जहा- पाढोआगासपयाई, केउभूयं, रासिबद्ध, एगगुणं, दुगुणं, तिगुणं, केउभूयं, पडिग्गहो, संसारपडिग्गहो, णंदावत्तं, उवसंपज्जणावत्तं । से तं उवसंपज्जणसेणिया परिकम्मे । ભાવાર્થ :- પ્રશ્ન- તે ઉપસંપાદન શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે?
ઉત્તર- તે ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ અગિયાર પ્રકારના છે, જેમ કે– (૧) પૃથગાકાશપદ (૨)