________________
દ્વાદશાંગ પરિચય
[ ૨૩ ]
संभिण्णं, अहव्वायं, सोवत्थियावत्तं, गंदावत्तं, बहुलं, पुट्ठापुढे, वियावत्तं, एवंभूयं, दुयावत्तं, वत्तमाणपयं, समभिरूढं, सव्वओभदं, पस्सीसं(पण्णासं), दुपडिग्गहं ।
इच्चेइयाई बावीस सुत्ताई छिण्णच्छेयणइयाणि ससमयसुत्तपरिवाडीए, इच्चेइयाई बावीसं सुत्ताई अछिण्णच्छेयणइयाणि आजीवियसुत्तपरिवाडीए, इच्चेइयाइं बावीसं सुत्ताई तिग-णइयाणि तेरासियसुत्तपरिवाडीए, इच्चेइयाई बावीसं सुत्ताइं चउक्कणइयाणि ससमयसुत्त परिवाडीए । एवामेव [एवमेव] सपुव्वावरेण अट्ठासीई सुत्ताई भवंतीतिमक्खायं । से तं सुत्ताई । ભાવાર્થ :- પ્રશ્ન- તે સૂત્ર રૂપ દષ્ટિવાદના કેટલા પ્રકાર છે?
ઉત્તર- સૂત્રરૂપ દષ્ટિવાદના બાવીસ પ્રકાર છે. જેમ કે– (૧) ઋજુસૂત્ર (૨) પરિણતાપરિણત (૩) બહુર્ભગિય (૪) વિજયચરિત્ર (૫) અનંતર () પરંપર (૭) આસાન (૮) સંયુથ (૯) સંભિન્ન (૧૦) યથાવાદ (૧૧) સ્વસ્તિકાવર્ત (૧૨) નંદાવર્ત (૧૩) બહુલ (૧૪) પૃષ્ટપૃષ્ટ (૧૫) વ્યાવર્ત (૧૬) એવંભૂત (૧૭) કિકાવર્ત (૧૮) વર્તમાનપદ (૧૯) સમભિરૂઢ (૨૦) સર્વતોભદ્ર (૨૧) પ્રશિષ્ય (રર) દુષ્પતિગ્રહ.
એ બાવીસ સૂત્ર છિન્નચ્છેદ નયની અપેક્ષાએ સ્વસમય સૂત્ર પરિપાટી અર્થાત્ સ્વદર્શનની વક્તવ્યતાને જ આશ્રિત છે. આ જ બાવીસ સૂત્ર આજીવિક ગોશાલકના દર્શનની દષ્ટિએ અચ્છિન્નચ્છેદ નયથી કહેલ છે. એ જ રીતે આ બાવીસ સૂત્ર ત્રિરાશિક સૂત્ર પરિપાટીથી ત્રણ નયનો સ્વીકાર કરે છે અને એ જ બાવીસ સૂત્ર સ્વસમય સિદ્ધાંતની દષ્ટિએ ચાર નયનો સ્વીકાર કરે છે. આ રીતે પૂર્વાપર સર્વ મળીને અયાસી સૂત્ર થઈ જાય છે. આ કથન તીર્થંકર પરમાત્માઓ અને ગણધરદેવોએ કર્યું છે. આ રીતે સૂત્રરૂપ દષ્ટિવાદનું વર્ણન છે. વિવેચન :
આ સૂત્રમાં અયાસી સૂત્રોનું વર્ણન છે. તેની અંદર સર્વદ્રવ્ય, સર્વપર્યાય, સર્વનય અને સર્વમંગવિકલ્પ નિયમ આદિ બતાવેલ છે.
વૃત્તિકાર અને ચૂર્ણિકાર બન્નેના મતે ઉક્ત સૂત્રમાં બાવીસ સૂત્ર છિન્નચ્છેદ નયના મત પ્રમાણે સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા છે અને એ જ સૂત્ર અચ્છિન્નચ્છેદ નયની દષ્ટિથી અબંધક, ત્રિરાશિક અને નિયતિવાદનું વર્ણન કરે છે.
છિન્નચ્છેદ નય કોને કહેવાય? જેમ કે કોઈ પદ અથવા શ્લોક બીજા પદની અપેક્ષા ન કરે અને બીજા પદો પણ પ્રથમ પદની અપેક્ષા ન રાખે. જેમ કે– Nો માનમુ૬િ
આનું વર્ણન અચ્છિન્નચ્છેદ નયના મતે આ પ્રમાણે છે. જેમ કે– ધર્મ સર્વથી ઉત્કૃષ્ટ મંગલ છે.