________________
[ ૨૫૮]
શ્રી નંદી સૂત્ર
પરિકર્મ (૨) મનુષ્યશ્રેણિકા પરિકર્મ (૩) પૃષ્ટશ્રેણિકા પરિકર્મ (૪) અવગાઢ શ્રેણિકા પરિકર્મ (૫) ઉપસંપાદન શ્રેણિકા પરિકર્મ (૬) વિપ્રજહત્ શ્રેણિકા પરિકર્મ (૭) ટુતાપ્યુતશ્રેણિકા પરિકર્મ. વિવેચન :
જેમ ગણિતશાસ્ત્રમાં સંકલના આદિ ૧૬ પરિકર્મનું કથન કરેલ છે, તેનું અધ્યયન કરવાથી સંપૂર્ણ ગણિતશાસ્ત્રનાવિષયને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ જાય છે તેમ પરિકર્મના અધ્યયનથી દષ્ટિવાદના અધ્યયનની સંપૂર્ણ યોગ્યતા થઈ જાય છે. તેને દષ્ટિવાદમાં રહેલા દરેક વિષય સુગમ થઈ જાય છે. દષ્ટિવાદનું પ્રવેશ દ્વાર પરિકર્મ છે.
તે પરિકર્મ આમ તો સાત પ્રકારના છે પણ મૃષાવાદ આદિ ઉત્તર ભેદોની અપેક્ષાએ ૮૩ પ્રકારના પરિકર્મ છે. પહેલા અને બીજા પરિકર્મના ૧૪–૧૪ ભેદ અને શેષ પાંચ પરિકર્મના ૧૧–૧૧ ભેદ હોય છે. એ રીતે કુલ પરિકર્મના ૮૩ ભેદ થાય છે. (૧) સિદ્ધશ્રેણિકા પરિકર્મ :|१४ से किं तं सिद्धसेणिया परिकम्मे ? सिद्धसेणिया परिकम्मे चउद्दसविहे पण्णत्ते, तं जहा- माउगापयाई, एगट्ठियपयाई, अट्ठपयाई, पाढोआगासपयाई, केउभूयं, रासिबद्धं, एगगुणं, दुगुणं, तिगुणं, केउभूयं, पडिग्गहो, संसारपडिग्गहो, णंदावत्तं, सिद्धावत्तं । से त्तं सिद्धसेणिया परिकम्मे । ભાવાર્થ :- સિદ્ધશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારે છે? ઉત્તર– સિદ્ધ શ્રેણિકા પરિકર્મ ૧૪ પ્રકારના છે, જેમ કે–(૧) માતૃકાપદ (૨) એકાર્યપદ (૩) અર્થપદ (૪) પૃથગાકાશપદ-પૃથક્વાકાશપદ (૫) કેતુભૂત (૬) રાશિબદ્ધ (૭) એકગુણ (૮) દ્વિગુણ (૯) ત્રિગુણ (૧૦) કેતુભૂત (૧૧) પ્રતિગ્રહ (૧૨) સંસાર પ્રતિગ્રહ (૧૩) નંદાવર્ત (૧૪) સિદ્ધાવર્ત. આ રીતે સિદ્ધશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે.
વિવેચન :
દષ્ટિવાદ સર્વથા વિચ્છેદ થઈ જવાના કારણે તેના વિષયમાં અધિક બતાવી ન શકાય, ફક્ત અનુમાન કરી શકાય છે કે– પ્રારંભિક યોગ્યતા માટેના આ પરિકર્મ વિભાગમાં પહેલા ધોરણની જેમ મૂલાક્ષર, એકાર્યકપદ, પદોના વિવિધ અર્થ, તેનો સંધિ વિચ્છેદ વગેરે તથા ગણિત શિક્ષા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરેની વિધિઓનું વર્ણન તથા બીજા પણ કઠિન ગણિત અને ભંગવિધિઓનું પ્રારંભિક જ્ઞાન આ પરિકર્મ વિભાગમાં હોય છે અથવા સિદ્ધ સંબંધી વર્ણન પણ હોઈ શકે છે.
આ સૂત્રમાં કેતુભૂત બે વાર છે, તેનું કારણ લિપિદોષ થયાની સંભાવના છે. લાડનૂની નદી સૂત્રની પ્રતમાં પાવો અને આVIRપથાને જુદા જુદા બે ગણીને બીજીવાર આવેલા કેતુભૂતને હિસાદ ની