________________
દ્વાદશાંગ પરિચય
| ૨૫૭ |
ચૂસિયા
શબ્દાર્થ :-વિઢ઼િવા = દષ્ટિવાદ સૂત્રમાં, દરેક નયદષ્ટિએ કથન કરનારા શાસ્ત્રમાં, સવ્વમાનપકવ = સર્વ નય દૃષ્ટિઓનું કથન કરનાર સર્વ ભાવોની પ્રરૂપણા, માવજ્ઞ = કરેલ છે,
વગે = પરિકર્મ,સુરા = સૂત્ર, પુલ્લા = પૂર્વગત, અyો = અનુયોગ, જૂલિયા = ચૂલિકા. ભાવાર્થ :- પ્રશ્ન- દષ્ટિવાદસૂત્રમાં શું વિષય છે? ઉત્તર– દષ્ટિવાદમાં સમસ્ત ભાવોની પ્રરૂપણા કરી છે. તે સંક્ષેપમાં પાંચ પ્રકારે છે, જેમ કે– (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ (૫) ચૂલિકા. વિવેચન : -
આ સૂત્રમાં દષ્ટિવાદનો અતિ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. દષ્ટિવાદ અંગસૂત્ર જૈનાગમોમાં સર્વથી મહાન છે. જો કે વર્તમાન કાળમાં ઉપલબ્ધ નથી. તેનો વિચ્છેદ(વ્યવચ્છેદ) થયાં પંદરસો વર્ષ થઈ ગયા છે. "લિક્િવાય" શબ્દ પ્રાકૃત છે. તેની સંસ્કૃત છાયા "ષ્ટિવાદ" અને કુષ્ટિપાત બને છે. બન્ને અર્થ અહીં સંગત છે. દષ્ટિ શબ્દ અનેકાર્થક છે. નેત્રશક્તિ, જ્ઞાન, સમજ, અભિમત, નય-વિચારસરણિ, દર્શન ઈત્યાદિ અર્થોમાં દષ્ટિ શબ્દ પ્રયુક્ત થાય છે. વાદનો અર્થ છે કથન કરવું.
વિશ્વના જે જે દર્શનો, નયપદ્ધતિઓ અને શ્રુતજ્ઞાન છે તે સર્વનો સમાવેશ દષ્ટિવાદમાં થઈ જાય છે. સંક્ષેપમાં કહી શકાય કે જે શાસ્ત્રમાં દર્શનનું મુખ્યતયા વર્ણન હોય તે દષ્ટિવાદ કહેવાય છે. પ્રત્યેક તીર્થકરના શાસનમાં દષ્ટિવાદ સૂત્ર તીર્થકરની બે પાટ પછી વિચ્છેદ પામે છે પરંતુ તે દષ્ટિવાદ સૂત્રના આધારે રચાયેલ કાલિક–ઉત્કાલિક શ્રુતદ્વારા શાસનધુરા ચાલુ રહે છે. કાલિક–ઉત્કાલિક શ્રુત પણ વિચ્છેદ પામવાથી વર્તમાન ચોવીસીમાં મધ્યના સાત તિર્થકરોના શાસનનો વિચ્છેદ થયેલ અને મહાવીર સ્વામી પ્રરૂપિત દષ્ટિવાદ સૂત્રનો ધીરે—ધીરે વિચ્છેદ થતાં–થતાં હજાર વર્ષ પછી સંપૂર્ણપણે નાશ થઈ ગયો તેમ છતાં દષ્ટિવાદ આધારિત ઉપાંગ વગેરે શ્રતમાં દષ્ટિવાદના અંશો દષ્ટિગોચર થાય છે. પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા આ પાંચ વિભાગ દષ્ટિવાદ સૂત્રમાં હતાં. તે વિભાગોનો ટૂંક પરિચય સુત્રમાં આપેલ છે.
(૧) પરિકર્મ :| १३ से किं तं परिकम्मे ? परिकम्मे सत्तविहे पण्णत्ते, तं जहा- सिद्धसेणियापरिकम्मे, मणुस्स सेणिया परिकम्मे, पुट्ठ सेणिया परिकम्मे, ओगाढ सेणिया परिकम्मे, उवसंपज्जण सेणिया परिकम्मे, विप्पजहण सेणिया परिकम्मे, चुयाचुय सेणिया परिकम्मे । ભાવાર્થ - પરિકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર-પરિકર્મ સાત પ્રકારના છે. જેમ કે– (૧) સિદ્ધશ્રેણિકા