________________
| ૨૫૬]
શ્રી નંદી સૂત્ર
કાળ, વીસ સમુદ્રેશનકાળ છે. પદ પરિમાણથી તેમાં સંખ્યાત સહસ પદછે. તેમાં સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત-અશાશ્વત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું સામાન્ય અને વિશેષરૂપે કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન સુસ્પષ્ટ કરેલ છે.
વિપાક મૃતનું અધ્યયન કરનારા એવંભૂત આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ પ્રકારે વિપાક સૂત્રનું સ્વરૂપ છે તેમજ તે વિખ્યાત અને વિજ્ઞાત છે તથા તેમાં આ રીતે ચરણ અને કરણની પ્રરૂપણા કરેલી છે. આ વિપાક શ્રતનું વર્ણન છે.
વિવેચન :
વિપાક સૂત્રમાં કર્મોના શુભ અને અશુભ ફળોનું વર્ણન ઉદાહરણ આપીને કર્યું છે. આ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. દુઃખવિપાક અને સુખવિપાક. પહેલા શ્રુતસ્કંધમાં દસ અધ્યયન છે. જેમાં અન્યાય, અનીતિ, માંસ, ઈંડા આદિ ભક્ષણનાં પરિણામ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, રિશ્વતખોરી (લાંચ) અને ચોરી આદિ દુષ્કર્મોના કુફળોના ઉદાહરણ આપીને વર્ણન કરેલ છે. સાથે એમ પણ બતાવ્યું છે કે જીવ આ બધા પાપોના કારણે નરક અને તિર્યંચ ગતિમાં જઈને વિવિધ પ્રકારની ભયંકર યાતનાઓ પ્રાપ્ત કરે છે, જન્મમરણ કરતા રહે છે, તેમજ દુઃખની પરંપરા વધારતા રહે છે. અજ્ઞાનના કારણે જીવ પાપ કરતી વખતે પ્રસન્ન રહે છે પરંતુ તેના ફળો ભોગવતી વખતે દીનતાપૂર્વક રોવે છે અને પશ્ચાત્તાપ કરે છે.
વિપાક સૂત્રના બીજા શ્રુતસ્કંધનું નામ સુખવિપાક છે. આ અંગના દસ અધ્યયન છે. એમાં ભવ્ય અને પુણ્યશાળી આત્માઓનું વર્ણન છે. જેઓએ પૂર્વભવમાં સુપાત્ર દાન દઈને મનુષ્યભવના આયુષ્યનો બંધ કરીને અને મનુષ્યભવ પ્રાપ્ત કરીને અતુલ વૈભવ પ્રાપ્ત કર્યો. પરંતુ મનુષ્યભવને તેઓએ ફક્ત સાંસારિક સુખોપભોગ કરીને જ વ્યર્થ ગુમાવ્યો નથી. તેઓએ અપાર(પુષ્કળ) ઋદ્ધિનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરી, તપ સાધના કરતાં કરતાં શરીરનો ત્યાગ કરીને દેવલોકમાં દેવપણું પ્રાપ્ત કર્યું. ભવિષ્યમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં નિર્વાણપદ પ્રાપ્ત કરશે. આ બધુ સુપાત્ર દાનનું મહાભ્યછે.
આ સૂત્રમાં સુબાહુકુમારની કથા વિસ્તારપૂર્વક આપેલી છે. શેષ દરેક અધ્યયનમાં સંક્ષિપ્ત વર્ણન છે. આ કથાઓથી સહજ રીતે પ્રતીત થઈ જાય છે કે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ કેવું કલ્યાણકારી છે. સુખવિપાકમાં વર્ણિત દસ કુમારોની કથાઓના પ્રભાવથી ભવ્ય શ્રોતાઓ અથવા અધ્યેતાઓના જીવનમાં પણ ધીરે ધીરે એવા ગુણોનો આવિર્ભાવ થઈ શકે છે. જેથી તેઓ અંતમાં સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને નિર્વાણ પદની પ્રાપ્તિ કરી શકે છે.
(૧ર) શ્રી દષ્ટિવાદસૂત્ર :| १२ से किं तं दिट्ठिवाए ? दिट्ठिवाए णं सव्वभावपरूवणा आघविज्जइ । से समासओ पंचविहे पण्णत्ते, तं जहा- परिकम्मे, सुत्ताई, पुव्वगए, अणुओगे,