________________
દ્વાદશાગ પરિચય
૨૫૩ |
પ્રશ્નવ્યાકરણના પાઠક તદાત્મક રૂપ તેમ જ જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે અથવા આ પ્રશ્નવ્યાકરણનું સ્વરૂપ છે, તેમજ તે વિખ્યાત અને વિજ્ઞાત છે તથા તેમાં આ પ્રમાણે ચરણ-કરણની પ્રરૂપણા કરેલી છે. આ પ્રશ્નવ્યાકરણનું વર્ણન છે.
વિવેચન :
પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પ્રશ્નોત્તરરૂપે પદાર્થોનું વર્ણન કરેલ છે. પ્રાયઃ સૂત્રોના નામ પ્રમાણે જ અનુમાન કરવામાં આવે છે. આ સૂત્રમાં કોનું કોનું વર્ણન છે? આ સૂત્રનું નામ પણ પ્રશ્ન અને વ્યાકરણ એટલે ઉત્તર, એ બન્ને શબ્દોને એક કરીને રાખેલ છે. સિગારું - વિધિપૂર્વક જાપ કરવાથી કોઈ પૂછે તો શુભાશુભ ઉત્તર બતાવે છે.
સારું :- વિદ્યા અને મંત્રથી સિદ્ધ કરીને પછી પૂછ્યા વગર પણ શુભાશુભ કહી બતાવે. તળાવના :- જે સિદ્ધ કરી લીધા પછી પૂછવાથી અથવા પૂછયા વગર પણ શુભાશુભ ફળ બતાવે.
અંગુષ્ઠ પ્રશ્ન, બાહુપ્રશ્ન તેમ જ આદર્શપ્રશ્ન ઈત્યાદિ વડે પ્રશ્નોત્તર પ્રાપ્ત કરવાની વિધિ સૂચવેલ છે અર્થાત્ અંગૂઠાને સામે રાખીને કે ભુજાને સામે રાખીને કે ભુજાને અથવા અરીસાને સામે રાખી આ પ્રશ્નોત્તરની ક્રિયા કરવામાં આવે છે અથવા અંગૂઠા વગેરેમાં દેવનો પ્રવેશ થવાથી ઉત્તર આપે છે.
સમવાયાંગ સૂત્રમાં પણ પ્રશ્નવ્યાકરણ સૂત્રનો પરિચય આવી જ રીતે આપેલ છે પરંતુ વર્તમાનમાં વિધાયુક્ત અધ્યયનો ઉપલબ્ધ નથી. ફક્ત પાંચ આશ્રવ અને પાંચ સંવરરૂપ દસ જ અધ્યયન છે. વર્તમાનકાળનાં પ્રશ્નવ્યાકરણસૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં ક્રમશઃ હિંસા, અસત્ય, ચૌર્ય(ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહનું વિસ્તૃત વર્ણન છે. બીજા શ્રુતસ્કંધમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિષે સુંદર વર્ણન આપેલ છે. તેની આરાધના કરવાથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય એવો તેમાં ઉલ્લેખ છે. તેના સિવાય આ સૂત્રમાં તત્ત્વોનું નિરૂપણ કરનારી ચાર ધર્મકથાઓનું પણ વિસ્તૃત વર્ણન છે, આ કથાઓનું સ્વરૂપ ક્રમશઃ નીચે પ્રમાણે છે – (૧) આપણીકથા –જે વિવિધ પ્રકારની એકાંત દષ્ટિઓની નિરાકરણપૂર્વક શુદ્ધિ કરીને છ દ્રવ્ય અને નવ પદાર્થોની પ્રરૂપણા કરે તેને આક્ષેપણીકથા કહેવાય છે. (ર) વિક્ષેપણી કથા:- જેમાં પ્રથમ પર–સમય દ્વારા સ્વ-સમયમાં દોષ દેખાડીને પછી પર–સમયની આધારભૂત અનેક પ્રકારની એકાંત દષ્ટિઓનું શોધન કરીને સ્વ-સમયની સ્થાપના કરવામાં આવે તેમજ છ દ્રવ્ય અને નવ પદાર્થોનું નિરૂપણ કરવામાં આવે તેને વિક્ષેપણીકથા કહેવાય છે. (૩) સવેગનીકથા - જેમાં પુણ્યના ફળનું વર્ણન બતાવવામાં આવે છે, જેમ કે– તીર્થકર, ગણધર, ઋષિ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, વિદ્યાધર અને દેવોની ઋદ્ધિ એ પુણ્યનું ફળ છે. નરક, તિર્યંચ આદિમાં જન્મ મરણ અને વ્યાધિ, વેદના, દરિદ્રતા એ પાપનું ફળ છે. એ રીતે વિસ્તારથી ધર્મના ફળનું વર્ણન કરી વૈરાગ્યને