________________
૨૫૨ ]
શ્રી નંદી સૂત્ર
से णं अंगट्ठयाए दसमे अंगे, एगे सुयक्खंधे, पणयालीसं अज्झयणा, पणयालीसं उद्देसणकाला, पणयालीसं समुद्देसणकाला, संखेज्जाइं पयसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड-णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति, परूविजंति, दंसिज्जंति, णिदंसिजति उवदंसिजति ।
से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघ- विज्जइ । से तं पण्हावागरणाई । શબ્દાર્થ :- પલ્લાવારસુ = પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં, અદ્રુત્તર સાં સર્વ = એકસો ને આઠ પ્રશ્નો છે, અહુર સપસિસકં = એકસો ને આઠ ઉત્તર છે, અહુરાં પસાપતિ સ = એકસો આઠ પ્રશ્નોત્તર, સંયુકૂલિપાડું = અંગૂઠા સંબંધી પ્રશ્નો, વાદુ સિગા = બાહુવિષેના પ્રશ્નો, ગદા સિTIછું = આદર્શ પ્રશ્ન, અપવિ = તેનાથી અતિરિક્ત અન્ય પણ, વિપત્તા વિજ્ઞાક્ષથી = વિચિત્ર વિદ્યાના અતિશય વિષે કથન કરેલ છે, વાયુવહિં = નાગકુમાર અને સુવર્ણકુમારોની, નહિં સાથે, જિલ્લા = મુનિઓના દિવ્ય, સંવાવ = સંવાદો પણ, આલિmતિ = કહેલ છે.
ભાવાર્થ :- પ્રશ્ન- પ્રશ્નવ્યાકરણમાં કોનું વર્ણન છે?
ઉત્તર– પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં એકસો આઠ પ્રશ્ન એવા છે કે જે વિદ્યા, મંત્રવિધિથી જાપ વડે સિદ્ધ કરેલ છે અને પ્રશ્ન પૂછવા પર તે શુભાશુભ બતાવે. એકસો આઠ અપ્રશ્ન-ઉત્તર છે અર્થાતુ પૂછ્યા વિના જ શુભાશુભ બતાવે. એકસો આઠ પ્રશ્નાપ્રશ્ન છે જે પૂછવાથી અથવા વગર પૂછ્યું સ્વયં શુભાશુભનું કથન કરે. જેમ કે– અંગુષ્ટ પ્રશ્ન, બાહુપ્રશ્ન તેમ જ આદર્શપ્રશ્ન. એના સિવાય અન્ય પણ વિચિત્ર વિદ્યાતિશયનું કથન કરેલ છે અને નાગકુમારો અને સુવર્ણકુમારોની સાથે થયેલ મુનિઓના દિવ્ય સંવાદ પણ કહેલ છે.
પ્રશ્નવ્યાકરણમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગકાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
પ્રશ્નવ્યાકરણ શ્રુત અંગોની અપેક્ષાએ દસમું અંગ છે. એમાં એક શ્રુતસ્કંધ, પિસ્તાલીસ અધ્યયન, પિસ્તાલીસ ઉદેશનકાળ, પિસ્તાલીસ સમુદેશનકાળ છે. પદ પરિમાણથી તેમાં સંખ્યાત સહસ્ર પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત જ્ઞાન પર્યવ, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત-અશાશ્વત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું સામાન્ય અને વિશેષરૂપે કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન સુસ્પષ્ટ કરેલ છે.