________________
દ્વાદશાંગ પરિચય
[ ૨૫૧ |
સર્વોત્તમ અર્થાત અનુપમ. પાંચ અનુત્તર વિમાનોમાં જે વિમાન છે તેને અનુત્તર વિમાન કહેવાય છે. તેમના નામ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સવાર્થ સિદ્ધ વિમાન છે. તે વિમાનોમાં ઉત્પન્ન થનારા દેવોને અનુત્તરોપપાતિક દેવ કહેવાય છે.
આ સુત્રમાં ત્રણ વર્ગ છે. પહેલા વર્ગમાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં પણ તેર અધ્યયન છે, પ્રથમ અને અંતિમ વર્ગમાં દસ-દસ અધ્યયન હોવાથી આ સૂત્રને અનુત્તરોપપાતિકદશા કહેવાય છે.
આ અંગમાં તેત્રીસ મહાન આત્માઓનું વર્ણન છે. પોતાની તપ સાધનાથી સમાધિપૂર્વક કાળ કરીને અનુત્તર વિમાનમાં જેઓએ દેવતાઓ રૂપે જન્મ લીધો છે તેઓ ત્યાંની સ્થિતિ પૂર્ણ કરીને એક જ વાર મનુષ્ય ગતિમાં આવીને મોક્ષ પ્રાપ્ત કરશે.
તેત્રીસમાંથી ત્રેવીસ તો રાજા શ્રેણિકની ચેલણા, નંદા અને ધારિણી રાણીઓના આત્મજ હતા અને શેષ દસમાં એક ધન્ના મુનિનું વર્ણન છે. ધન્ના મુનિની કઠોર તપસ્યા અને તેનાં કારણથી થયેલી તેના અંગોની ક્ષીણતાનું બહુ માર્મિક અને વિસ્તૃત વર્ણન છે. સાધકના આત્મ વિકાસ માટે અનેક પ્રેરણાત્મક ક્રિયાઓનો નિર્દેશ સૂત્રમાં કરેલ છે. જેમ કે– શ્રુતપરિગ્રહ, તપશ્ચર્યા, પ્રતિભાવહન, ઉપસર્ગસહન, સંલેખના આદિનું વર્ણન છે.
ઉક્ત દરેક આત્મકલ્યાણના અમોઘ સાધન છે. તેને અપનાવવાથી મુનિ જીવન વિશેષ સફળ થઈ જાય છે. સિદ્ધત્વને પ્રાપ્ત કરનારા આ સૂત્રમાં વર્ણિત મહાપુરુષોના ઉદાહરણો પ્રત્યેક સાધકને પથદર્શન કરાવે છે.
૩વત :- આ સૂત્રમાં વર્ણિત કોઈ પણ અણગારને ઉપસર્ગ નથી આવ્યો, છતાં કથા અધ્યયનોનું પરિવર્તન, સંપાદન થવાનું શક્ય હોવાને કારણે ક્યારે કોઈ અનુત્તરોપપાતિક આત્માઓને ઉપસર્ગ થયો હોય એવી સંભાવના છે.
(૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્ર :|१० से किं तं पण्हावागरणाइं? पण्हावागरणेसु णं अठुत्तरं पसिणसयं, अठुत्तरं अपसिणसयं, अठुत्तरं पसिणापसिणसयं, तं जहा- अंगुट्ठपसिणाई, बाहुपसिणाई, अद्दागपसिणाई, अण्णेवि विचित्ता विज्जाइसया, णागसुवण्णेहिं सद्धिं दिव्वा संवाया आघविज्जति ।
पण्हावागरणाणं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ।