________________
૨૫૦
શ્રી નંદી સૂત્ર
अणुत्तरोववाइयदसाणं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ ।
से णं अंगट्ठयाए णवमे अंगे, एगे सुयक्खंधे, तिण्णिवग्गा, तिण्णि उद्देसणकाला, तिण्णि समुद्देसणकाला, संखेज्जाइं पयसहस्साइं पयग्गेणं, સંàન્ના અન્ઘરા, અનંતા ગમા, અનંતા પદ્મવા, પરિત્તા તતા, अता थावरा, सासय-कड - णिबद्ध - णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जंति, पण्णविज्जंति, परूविज्जंति, दंसिज्जंति, णिदंसिज्जंति उवदंसिज्जति ।
से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ । से त्तं अणुत्तरोववाइयदसाओ ।
ભાવાર્થ :- પ્રશ્ન- અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રમાં કોનું વર્ણન છે ?
ઉત્તર- અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા પુણ્યશાળી આત્માઓના નગર, ઉદ્યાન, વ્યંતરાયતન, વનખંડ, સમવસરણ, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોકની ઋદ્ધિવિશેષ, ભોગપરિત્યાગ, દીક્ષા, સંયમપર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, પ્રતિમાગ્રહણ, ઉપસર્ગ, અંતિમ સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપોપગમન અને મૃત્યુ પછી અનુત્તર સર્વોત્તમ વિજય આદિ વિમાનોમાં ઉત્પત્તિ, ફરી ત્યાંથી ચ્યવીને સુકુળની પ્રાપ્તિ, ફરી બોધિલાભ અને અંતક્રિયા આદિ વિષયોનું વર્ણન છે.
અનુત્તરોપપાતિકદશાંગમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત છંદ, સંખ્યાત શ્લોક (વિશેષ), સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
અંગની અપેક્ષાએ આ નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ગ, ત્રણ ઉદ્દેશનકાળ અને ત્રણ સમુદ્દેશનકાળ છે. પદ પરિમાણથી તેમાં સંખ્યાત સહસ્ર પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત—કૃત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું સામાન્ય અને વિશેષરૂપે કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન સ્પષ્ટ કરેલ છે.
આ અંગનું સમ્યરૂપે અધ્યયન કરનારા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ–કરણની પ્રરૂપણા કરી છે.
પ્રમાણે
પ્રસ્તુત
આ અનુરોપપાતિકદશાંગ શ્રુતનો વિષય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનુત્તરોપપાતિક અંગ વિષે સંક્ષિપ્ત પરિચય આપેલ છે. અનુત્તરનો અર્થ છે