________________
દ્વાદશાગ પરિચય
| ૨૪૯ |
આ સૂત્રનું અધ્યયન કરનારા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ પ્રકારે અંતકતદશાંગનું સ્વરૂપ છે તેમજ તે વિખ્યાત અને વિજ્ઞાન છે. તથા તેમાં આ પ્રમાણે ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ અંતકૃતદશાંગ સૂત્રનું વર્ણન છે. વિવેચન :
આ સૂત્રના નામ પ્રમાણે અંતકૃતદશાનો અભિપ્રાય એ છે કે જે સાધુ સાધ્વીજીઓએ સંયમ, સાધના અને તપ આરાધના કરીને જીવનની અંતિમ ક્ષણમાં કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ નિર્વાણપદ પ્રાપ્ત કરી લીધું, તેઓના જીવનનું વર્ણન આ અંગમાં આપેલ છે. તેને અંતકતુ કેવળી પણ કહેવાય છે.
પ્રસ્તુત સૂત્રમાં આઠ વર્ગ છે. પ્રથમ અને અંતિમ વર્ગમાં દસ દસ અધ્યયન છે. એ દષ્ટિએ અંતકતની સાથે દશા શબ્દનો પ્રયોગ કરેલ છે. આ અંગના વર્ગ તથા અધ્યયન નીચે પ્રમાણે છે
વર્ગ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | | ૭ | ૮ | કુલ (અધ્યયન | ૧૦ | ૮ | ૧૩/૧૦/૧૦ /૧૬/૧૩ ૧૦ | ૯૦
આ સૂત્રમાં ભગવાન અરિષ્ટનેમિ અને ભગવાન મહાવીર સ્વામીના શાસન કાળમાં થયેલા અંતકૃત્ કેવળીઓનું વર્ણન છે. પાંચમા વર્ગ સુધી ભગવાન અરિષ્ટનેમિના શાસનમાં થયેલા યાદવ વંશીય રાજકુમારો અને શ્રીકૃષ્ણજીની પટરાણીઓનું વર્ણન છે. છઠ્ઠા વર્ગથી લઈને આઠમા વર્ગ સુધી ભગવાન મહાવીરના શાસનમાં થયેલા શેઠ, રાજકુમાર અને રાજા શ્રેણિકની મહારાણીઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત નેવું આત્માઓ દીક્ષિત થઈને ઘોર તપશ્ચર્યા અને અખંડ ચારિત્રની આરાધના કરતાં કરતાં માસિક કે અદ્ધમાસિક સંથારો કરીને, કર્મો પર વિજય પ્રાપ્ત કરીને, અંતિમ શ્વાસોચ્છવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને, મોક્ષમાં ગયા.
(૯) શ્રી અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર :| ९ से किं तं अणुत्तरोववाइयदसाओ ? अणुत्तरोववाइयदसासु णं अणुत्तरोववाइयाणं णगराई, उज्जाणाई, चेइयाई, वणसंडाई, समोसरणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, घम्मकहाओ, इहलोइयपरलोइया इड्डिविसेसा, भोगपरिच्चाया, पव्वज्जाओ, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाई, पडिमाओ, उवसग्गा, संलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, अणुत्तरोववाइयत्ते उववत्ती, सुकुलपच्चायाइओ, पुणबोहिलाभा, अंतकिरियाओ आघविज्जति ।