________________
- અમે અહીં આટલું જ કહેવા માંગીએ છીએ કે જૈનાગમના ચાર અનુયોગમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ પોતાની રીતે ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માનવીની તાર્કિક બુદ્ધિ અને વિચારાત્મક વિકલ્પની દોડને ખીલે બાંધે છે. એટલું જ નહીં પરંતુ વિશ્વદર્શન પણ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને વિશ્વદર્શન કરાવ્યું ત્યારે તેની સાધારણ બુધ્ધિ પાણીમાં પતાસુ ગળે તેમ ભક્તિમાં સમાહિત થઇ ગઇ. પરંતુ જૈનદર્શન તો બધાં બુધ્ધિશાળીઓ અને જ્ઞાનપિપાસુઓને વિરાટ વિશ્વદર્શન કરાવે છે. બ્રહ્માડમાં રહેલાં છ દ્રવ્યો સમગ્ર વિશ્વનું કેવી રીતે સંચાલન કરે છે અને બધાં દ્રવ્યો સ્વયં કેવી રીતે સંચાલિત થાય છે તેનો આ શાસ્ત્રમાં પાંચ જ્ઞાનના આધારે પૂર્ણ આભાસ આપવામાં આવ્યો છે અને તે છે નંદીસૂત્ર.
એક અક્ષરના અસંખ્યાતમા ભાગ જેટલું નાનકડું જ્ઞાનનું બીજ વિકસિત થઇ કેવળજ્ઞાન સુધીનું મહાજ્ઞાનનું મહાવૃક્ષ પલ્લવિત થઇ સમગ્ર વિશ્વને તથા અનંત અલોકને આલોકિત કરે છે. તેની અંતિમ સીમા સુધી પહોંચવામાં બુદ્ધિ અટકી જાય છે, અધૂરી રહી જાય છે, અસમર્થ રહી જાય છે. નસ્થ તો નવગડ઼ તેવી સ્થિતિ આવી જાય છે.
જ્ઞાનના આ બંને છેડાની વચ્ચે મતિજ્ઞાન કે બુદ્ધિના પ્રવાહો, દર્શન કે ઇન્દ્રિયનો બોધ, શ્રુતજ્ઞાન રૂપે શાસ્ત્રના પ્રવાહો, આ બંને જ્ઞાનને શાસ્ત્રકારોએ પરોક્ષ જ્ઞાન કહ્યાં છે. તે બંને જ્ઞાન સીધા આત્મપ્રદેશોથી પ્રગટ થયા પછી ઉપકરણના અવલંબન વિના બોધ કરાવી શકતા નથી પરંતુ પરોક્ષ જ્ઞાનને અપ્રમાણભૂત માનવાની ભૂલ ન કરવી જોઇએ કારણ કે જ્ઞાનના ઘણાં પાસાઓ છે. તેમાં સંશયાત્મક કે ભ્રમાત્મક અટવી આવે છે, તેની શાસ્ત્રકારો જાણકારી આપે છે અને પ્રમાણભૂત બોધનું સ્પષ્ટીકરણ કરે છે. એક મહત્વપૂર્ણવિવેચન
દર્શનશાસ્ત્રમાં જ્ઞાનના બે ભેદ છે, યથા પ્રમાણભૂત અને અપ્રમાણભૂત.