________________
પ્રથમ પ્રકરણમાં સંઘને સ્થાન આપ્યું છે, તેનું તાત્પર્ય સમજાઈ જાય તેવું છે. જ્ઞાનની ઉપાસનાથી જ બાકીના સમગ્ર ભાવો પ્રાપ્ત થાય છે. જ્ઞાન વિટ્ટીનો સર્વગુણ સંપન્નોડા તરિ પર્વ વિદતિ | અર્થાત્ બધાં ગુણો હોય પરંતુ જો જ્ઞાન ન હોય તો ગુણવાન પણ અંધારામાં ભટકે છે.
આમુખ લખતાં એટલા માટે ઘણો હર્ષ થાય છે કે આજે આપણા વિદુષી મહાસતીજીઓએ ભગીરથ પ્રયાસ કરીને ગુજરાતી ભાષાઓમાં આગમ રૂપી જ્ઞાનનું એક નેત્ર ખોલી સંઘ અને શાસનને ઘણું સમૃદ્ધ બનાવ્યું છે અને સંઘનું માહાત્મ વધાર્યું છે. શ્રી સંઘનો પાયો જ્ઞાન છે. જ્ઞાનમાં ફક્ત જૈન આગમનું જ્ઞાન નહીં પરંતુ સ્વસમય – પરસમય બધી વિદ્યાઓનું જ્ઞાન આવી જાય છે. સંઘમાં બધી ભાષાઓના, બધી વિદ્યાઓના જાણકાર વ્યકિતઓ બહુ જરૂરી છે. પૂર્વાચાર્યોના ગ્રંથો વાંચવાથી લાગે છે કે જૈનાચાર્યો ઘણી વિદ્યાઓના જાણકાર હતા. તેઓ બધાં દર્શનને વાગોળી તત્ત્વોનો નિચોડ આપતાં હતાં. આ વાતને લક્ષમાં રાખીને શાસ્ત્રકારે જ્ઞાનના મંગલમય શાસ્ત્ર નંદીસૂત્રમાં સંઘને પ્રથમ સ્થાન આપ્યું છે.
હવે આપણે નંદીસૂત્રની બીજી વિશેષતાઓ પર દ્રષ્ટિપાત કરીએ. પદાર્થ કે તત્ત્વનું આકલન કરવા માટે ગણિત અને પદાર્થનું વિભાજન, એ બંને મુખ્ય એકમ છે. પદાર્થને સંખ્યામાં, ક્ષેત્રમાં કે કાલમાં સમાવિષ્ટ કરી તે દ્રવ્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનના વિષયની અને ખાસ કરીને અવધિજ્ઞાનના વિષયની પ્રરૂપણા કરતાં આનુષંગિક રૂપે પરમાણુ પ્રદેશ, આકાશ પ્રદેશ અને કાલનો સૂક્ષ્મ ખંડ- સમય, આ ચારે વિભાગોનું ગણિત કરીને પરસ્પર આ બધાં દ્રવ્યોની સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિમાણની જે વ્યાખ્યા કરી છે, તે અભ્યાસીની બુદ્ધિને પૂરી કસોટી પર ચઢાવે છે. શાસ્ત્રના અનુવાદમાં આ બધો વિષય આવવાનો જ છે તેથી અહીં વિશ્લેષણ કરતાં નથી.