________________
ધર્મશાસ્ત્રમાં જ્ઞાનના બે ભેદ છે, યથા-સમ્યજ્ઞાન અને અસમ્યજ્ઞાન (મિથ્યાજ્ઞાન). આ શબ્દોમાં આ નામાભિધાનથી અભ્યાસીઓ ઘણી વખત ગોથું ખાય છે. બધું પ્રમાણભૂત જ્ઞાન સમ્યજ્ઞાન હોતું નથી અને બધું અપ્રમાણભૂત જ્ઞાન મિથ્યા હોતું નથી. દર્શનશાસ્ત્ર જ્ઞાનની કસોટી કરે છે જ્યારે ધર્મશાસ્ત્ર અધ્યાત્મષ્ટિએ જ્ઞાનની ઉપયોગિતાની વિચારણા કરે છે. વ્યવહાર દ્રષ્ટિએ પ્રમાણભૂત જ્ઞાન બહુ આવશ્યક છે પણ અપ્રમાણભૂત એવા સંશય અને ભ્રમથી બુધ્ધિ ઠગાઇ જાય છે. અપ્રમાણભૂત જ્ઞાન આગળ ચાલીને ઘણી વખત સમ્યજ્ઞાન થયા પછી એક દૃષ્ટિએ કોઇ અપ્રમાણભૂત જ્ઞાન હોય તો પણ તે સાધકને હાનિ કરી શકતું નથી. આ એક આંટીઘૂંટીવાળો કોયડો છે તેથી અભ્યાસીઓએ પ્રમાણશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્ર , તે બંને દષ્ટિ રાખી આગળ વધવાનું છે. નંદીસૂત્રમાં અધ્યાત્મ દ્રષ્ટિએ જ જ્ઞાનની પ્રામાણિકતાનું વેદન કરી સમ્ય મિથ્થાનો ન્યાય આપ્યો છે.
નંદીસૂત્રમાં સ્વશાસ્ત્ર - પરશાસ્ત્રની ચર્ચા દરમ્યાન અન્ય ધર્મોના ગ્રંથો વિશે પ્રશ્નો આવતા એમ કહેવામાં આવ્યું છે કે પરસમયના શાસ્ત્રો અમાન્ય છે અને સ્વસમયના શાસ્ત્રો માન્ય છે. આ માટે મિથ્યા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં મિથ્યા શાસ્ત્રો માટે થોડું કહ્યાં પછી સમાધાન મેળવી લેશું. વસ્તુતઃ સંસારના કોઇપણ ગ્રંથોને મિથ્યા કહી શકાય નહીં. ‘મિથ્યા” શબ્દ અભાવસૂચક છે એટલે અહીં ગંભીર અર્થ એ છે કે કોઇપણ શાસ્ત્રના આધારે જો બુદ્ધિની વિપરીત પરિણતિ થાય તો તે મિથ્યા છે અને જો યથાર્થ પરિણતિ થાય તો તેને મિથ્યા કહી શકાય નહીં.
હકીકતમાં મિથ્યા શબ્દ વ્યક્તિના જ્ઞાન - અજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. આ જ હકીકતને સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર સ્વયં કહે છે કે સમ્યગ્દષ્ટા માટે બધુ સમ્ય છે અને મિથ્યા દ્રષ્ટા માટે બધું મિથ્યા છે. સમ્યક્ કે મિથ્યા કોઈ ગ્રંથ નિશ્ચિત નથી. નિમિત્ત ગમે તેવા શુભાશુભ હોય પરંતુ દટા જો સારતત્ત્વને મેળવે તો તે સુદષ્ટા છે, સમ્યક દૃષ્ટા છે, યથાર્થ દષ્ટા છે પરંતુ શુભ નિમિત્તોના આધારે વિપરીત પરિણામ કરે, ભગવાનના મંદિરમાં જઇને ફક્ત