________________
[ ૨૩૮]
શ્રી નંદી સૂત્ર
ઉત્તર– સ્થાનાંગ સૂત્રમાં જીવ સ્થાપિત કરેલ છે, અજીવ સ્થાપિત કરેલ છે અને જીવાજીવની સ્થાપના કરેલ છે. સ્વસમય–જૈન સિદ્ધાંતની સ્થાપના કરેલ છે, પરસમય-જૈનેત્તર સિદ્ધાંતની સ્થાપના કરેલ છે. તેમજ જૈન અને જૈનેત્તર, ઉભય પક્ષોની સ્થાપના કરેલ છે; લોક, અલોક અને લોકાલોકની સ્થાપના કરેલ છે.
સ્થાનાંગ સૂત્રમાં ટંક–છિન્નતટ પર્વત, કૂટ, પર્વત, શિખરયુક્ત પર્વત, કંઈક વળાંકવાળા પર્વત ગંગાકુંડ આદિ કુંડ, પૌંડરીક આદિ દૂહ, ગંગા આદિ નદીઓનું કથન કરવામાં આવેલ છે. સ્થાનાંગ સૂત્રમાં એકથી લઈને દસ સુધી વૃદ્ધિ કરીને ભાવોની પ્રરૂપણા કરેલ છે.
સ્થાનાંગ સૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત વેઢ-છંદ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
તે અંગની અપેક્ષાએ તૃતીય અંગ છે. એમાં એક શ્રુતસ્કંધ અને દસ અધ્યયન છે, એકવીસ ઉદ્દેશનકાળ અને એકવીસ સમુદ્રેશનકાળ છે. તેમાં પદોની સંખ્યા બોતેર હજાર છે, સંખ્યાત અક્ષર અને અનંતગમ છે, અનંતપર્યાય, પરિમિત ત્રસ અને અનંત સ્થાવર છે. શાશ્વત, અશાશ્વત બંને પદાર્થોથી યુક્ત અને તેનો નિર્ણય કરનારા જિનેશ્વર કથિત ભાવો કહેલ છે. તેનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવેલ છે.
સ્થાનાંગ સૂત્રનું અધ્યયન કરનારા તદાત્મરૂપ જ્ઞાતા તેમ જ વિજ્ઞાતા બની જાય છે. અથવા આ સ્થાનાંગનું સ્વરૂપ છે તે આ રૂપે વિખ્યાત અને વિજ્ઞાત છે અને આ રીતે એમાં ચરણ-કરણની પ્રરૂપણા કરેલ છે. આ રીતે સ્થાનાંગ સૂત્રનું વર્ણન છે.
વિવેચન :
આ સૂત્રમાં સ્થાનાંગ સૂત્રનો પરિચય આપેલ છે. ઠાણાંગ સૂત્રમાં જીવાદિ પદાર્થોનું વર્ણન કરેલ છે. આ સૂત્ર દશ અધ્યયનમાં વિભાજિત છે. આમાં સૂત્રોની સંખ્યા હજારથી અધિક છે. આમાં એકવીસ ઉદ્દેશક છે. આ અંગેની રચના પૂર્વોક્ત બે અંગથી ભિન્ન પ્રકારની છે. આ અંગમાં પ્રત્યેક અધ્યયનમાં જે "સ્થાન" નામથી કહેલ છે, તેમાં અધ્યયન (સ્થાન)ની સંખ્યા પ્રમાણે જ વસ્તુ સંખ્યા ગણાવી છે, જેમ કે(૧) પ્રથમ સ્થાનમાં (અધ્યયનમાં)- "ઇને આય" આત્મા એક છે, એ જ રીતે અન્ય એક એક પ્રકારના પદાર્થોનું વર્ણન કરેલ છે. (૨) બીજા સ્થાનમાં બે-બે પદાર્થોનું વર્ણન છે. જેમ કે- જીવ અને અજીવ, પુણ્ય અને પાપ, ધર્મ અને અધર્મ આદિ પદાર્થોનું વર્ણન છે. (૩) ત્રીજા સ્થાનમાં- જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિરૂપણ કરેલ છે. ત્રણ પ્રકારના પુરુષ-ઉત્તમ, મધ્યમ અને જઘન્ય તથા શ્રતધર્મ, ચારિત્રધર્મ અને અસ્તિકાય ધર્મ આ રીતે ત્રણ ત્રણ પ્રકારના ધર્મ આદિ બતાવેલ છે.