________________
દ્વાદશાંગ પરિચય
૨૩૯
(૪) ચોથા સ્થાનમાં– ચાતુર્યામ ધર્મ આદિ તેમ જ સાતસો ચૌભંગીઓનું વર્ણન છે.
(૫) પાંચમા સ્થાનમાં– પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ગુપ્તિ તથા પાંચ ઈન્દ્રિય ઈત્યાદિનું વર્ણન છે. (૬) છઠ્ઠા સ્થાનમાં– છકાય, છ લેશ્યા, ગણિના છ ગુણ, ષદ્રવ્ય તથા છ આરા આદિનું વર્ણન છે.
(૭) સાતમા સ્થાનમાં– સર્વજ્ઞના અને અલ્પજ્ઞના સાત-સાત લક્ષણ, સપ્ત સ્વરોનું લક્ષણ, સાત પ્રકારના વિભંગસ્થાન આદિ અનેક પદાર્થોનું વર્ણન કરેલ છે.
(૮) આઠમા સ્થાનમાં– આઠ વિભક્તિઓનું વિવરણ, આઠ અવશ્ય પાલનીય શિક્ષા, એકલ વિહારીના આઠ ગુણ આદિ આઠ—આઠ સંખ્યાથી સંબંધિત વિષયોનું વર્ણન છે.
(૯) નવમા સ્થાનમાં– બ્રહ્મચર્યની નવ વાડ તથા ભગવાન મહાવીરના શાસનમાં નવ વ્યક્તિઓએ તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે તેના નામ અને અનાગત કાળની ઉત્સર્પિણીમાં તીર્થંકર બનવાના છે તેના વિષયમાં બતાવ્યું છે. એ સિવાય નવ–નવની સંખ્યાથી સંબંધિત વિષયોનું વર્ણન છે.
(૧૦) દસમા સ્થાનમાં– દસ ચિત્ત સમાધિ, દસ સ્વપ્નોનું ફળ, દસ પ્રકારના સત્ય, દસ પ્રકારના અસત્ય, દસ પ્રકારની મિશ્ર ભાષા, દશ પ્રકારના શ્રમણધર્મ તથા દસ સ્થાન અલ્પજ્ઞ જાણતા નથી ઈત્યાદિ દસ-દસ સંખ્યાઓના અનેક વિષયોનું વર્ણન છે.
આ રીતે આ સૂત્રમાં વિવિધ પ્રકારના વિષયોનું વર્ણન છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સૂત્ર ભિન્ન ભિન્ન વિષયોનો કોશ છે. જિજ્ઞાસુ પાઠકોના માટે આ અંગ અવશ્ય પઠનીય છે.
(૪) શ્રી સમવાયાંગસૂત્ર :
४ से किं तं समवाए ? समवाए णं जीवा समासिज्जंति, अजीवा समासिज्जंति, जीवाजीवा समासिज्जति, ससमए समासिज्जइ, परसमए समासिज्जइ, ससमय-परसमए समासिज्जइ, लोए समासिज्जइ, अलोए समासिज्जइ, लोयालोए समासिज्जइ ।
समवाए णं एगाइयाणं एगुत्तरियाणं ठाण-सय-विवड्डियाणं भावाणं परूवणा आघविज्जइ, दुवालसविहस्स य गणिपिडगस्स पल्लवग्गे समासिज्जइ ।
समवायस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ ।