________________
૨૩૬ ]
શ્રી નદી સૂત્ર
નથી. એવી માન્યતા રાખનારા વાદી ઉક્ત ભેદમાં નિહિત થઈ જાય છે. (૮) સંતિ પરોવવાવી :- આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. તો પછી પરલોક કેવી રીતે હોઈ શકે? આત્મા ન હોવાથી પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, શુભ-અશુભ કોઈ પણ કર્મ રહેતું નથી. માટે પરલોક છે એમ માનવું એ નિરર્થક છે અથવા શાંતિ એ જ મોક્ષ છે. તેઓ આત્માને તો માને છે પરંતુ તેનું કહેવું છે કે આત્મા અલ્પજ્ઞ છે, તે ક્યારેય પણ સર્વજ્ઞ બની શકતો નથી. સંસારી આત્મા ક્યારેય પણ મુક્ત બની શકતો નથી અથવા આ લોકમાં જ શાંતિ-સાતા અને સુખ છે. પરલોકમાં એ દરેકનો સર્વથા અભાવ છે. પરલોકનો, પુનર્જન્મનો અને મોક્ષના નિષેધક જે કોઈ વિચારક હોય, એ દરેકનો સમાવેશ આ ભેદમાં થઈ જાય છે. (૩) અજ્ઞાનવાદી - તેઓ અજ્ઞાનથી જ લાભ માને છે. તેઓનું કથન છે કે જે રીતે અબુધ બાળકે કરેલા અપરાધોને પ્રત્યેક વડીલો માફ કરી દે છે, તેને કંઈ દંડ દેતા નથી, એ જ રીતે અજ્ઞાનદશામાં રહેનારના દરેક અપરાધોની ઈશ્વર પણ ક્ષમા આપી દે છે. તેનાથી વિપરીત જ્ઞાનદશામાં કરેલા સંપૂર્ણ અપરાધોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. માટે અજ્ઞાની જ રહેવું જોઈએ. જ્ઞાનથી રાગદ્વેષ આદિની વૃદ્ધિ થાય છે.
(૪) વિનયવાદી - તેઓનો મત છે કે પ્રત્યેક પ્રાણી ભલે તે ગુણહીન હોય, શૂદ્ર હોય, ચાંડાલ હોય કે અજ્ઞાની હોય અથવા પશુ, પક્ષી, સાપ, વીંછી કે વૃક્ષ આદિ જે કોઈ હોય તે દરેક વંદનીય છે. આ દરેકની વિનયભાવથી વંદના, પ્રાર્થના કરવી જોઈએ. એવું કરવાથી જીવ પરમ પદને પ્રાપ્ત કરી શકે છે.
પ્રસ્તૃત સૂત્રમાં વિભિન્ન દર્શનકારોનું વિસ્તૃત વર્ણન છે. ક્રિયાવાદીઓના એકસો એંસી પ્રકાર છે. અક્રિયાવાદીઓના ચોરાસી ભેદ છે. અજ્ઞાનવાદીઓના સડસઠ ભેદ છે અને વિનયવાદીઓના બત્રીસ ભેદ છે. આ રીતે કુલ ત્રણસો ત્રેસઠ ભેદ થાય છે.
પ્રસ્તુત સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયન છે અને છવ્વીસ ઉદ્દેશક છે. બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયન છે તેના સાત ઉદ્દેશક ગણાય છે. તેથી કુલ ૨૩ અધ્યયન અને ૩૩ ઉદ્દેશક થાય છે. પહેલા શ્રતસ્કંધમાં પધનો પ્રયોગ થયો છે. ફક્ત સોળમાં અધ્યયનમાં ગધનો પ્રયોગ થયો છે. બીજા શ્રુતસ્કંધમાં ગદ્ય અને પદ્ય બન્ને છે.
આ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં મુનિઓને ભિક્ષાચરીમાં સતર્કતા, પરીષહ-ઉપસર્ગમાં સહનશીલતા, નારકીય સંબંધી દુઃખો, મહાવીર સ્તુતિ, ઉત્તમ સાધુઓના લક્ષણ, શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષુક તથા નિગ્રંથ આદિ શબ્દોની પરિભાષા, યુક્તિ, દાંત અને ઉદાહરણો દ્વારા સમજાવેલ છે.
બીજા શ્રુતસ્કંધમાં જીવ તેમ જ શરીરના એકત્વ, ઈશ્વર કતૃત્ત્વ અને નિયતિવાદઆદિમાન્યતાઓનું યુક્તિપૂર્વક ખંડન કરેલ છે. પુંડરીકના ઉદાહરણથી અન્ય મતોનો યુક્તિસંગત ઉલ્લેખ કરીને સ્વમતની સ્થાપના કરેલ છે. તેર ક્રિયાઓના પ્રત્યાખ્યાન, આહાર આદિનું વિસ્તૃત વર્ણન છે. પાપ-પુણ્યનો વિવેક, આર્દ્રકુમારની સાથે ગોશાલક, શાક્યભિક્ષુ, તાપસીનો થયેલો વાદવિવાદ, આર્દ્રકુમારના જીવનથી સંબંધિત