________________
દ્વાદશાંગ પરિચય
૨૩૫ |
જ છે. આત્મા, પરમાત્મા અને ધર્મ નામની કોઈ વસ્તુ છે જ નહીં. શબ્દાદ્વૈતવાદી એક માત્ર શબ્દની જ સત્તા માને છે. બ્રહ્માદ્વૈતવાદીઓ માત્ર બ્રહ્મ સિવાય અન્ય સર્વ દ્રવ્યોનો નિષેધ કરે છે. તેનું કથન છેપગેવાયું જેમ કે એક જ ચંદ્ર અનેક જળાશયો અને દર્પણ આદિ સ્વચ્છ પદાર્થોમાં પ્રતિબિંબિત હોય છે, તેમ દરેક શરીરમાં એક જ આત્મા રહે છે, જેમ કે
एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः ।
एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ।। ઉપરોક્ત દરેક વાદીઓનો સમાવેશ એકવાદીમાં જ થઈ જાય છે. (૨) અનેરુવારી :- જેટલા ધર્મ છે એટલા જ ધર્મ છે, જેટલા ગુણ છે એટલા જ ગુણી છે, જેટલા અવયવો છે એટલા જ અવયવી છે. એવી માન્યતા ધરાવનારને અનેકવાદી કહેવાય છે. વસ્તુગત અનંત પર્યાય હોવાથી તેઓ વસ્તુને પણ અનંત માને છે. (૩) મિતવાલી - મિતવાદી લોકને સપ્તદ્વીપ સુધી જ સીમિત માને છે. તેનાથી આગળ લોક છે નહીં. તેઓ આત્માને અંગુષ્ઠ પ્રમાણ અથવા શ્યામાક તંદુલ પ્રમાણ માને છે પણ શરીર પ્રમાણ અને લોકપ્રમાણ માનતા નથી. તેમજ દશ્યમાન જીવોને જ આત્મા માને છે, આત્મા અનંત છે એમ તેઓ માનતા નથી. (૪) નિર્મિતવાલી - ઈશ્વરવાદી સૃષ્ટિનો કર્તા, ધર્તા અને હર્તા ઈશ્વરને જ માને છે. તેઓની માન્યતા પ્રમાણે આ વિશ્વ કોઈના દ્વારા નિર્મિત થયું છે. શૈવ શિવને, વૈષ્ણવ વિષ્ણુને અને કોઈ બ્રહ્માને સૃષ્ટિના નિર્માતા માને છે. દેવી ભાગવતમાં શક્તિ-દેવીને જ નિર્માત્રી માને છે. આ રીતે દરેક વાદીઓનો સમાવેશ આ ભેદમાં થઈ જાય છે.
(૫) સતાવારી :- તેઓની માન્યતા છે કે સુખનું બીજ સુખ છે અને દુઃખનું બીજ દુઃખ છે. તેઓના કથન પ્રમાણે ઈન્દ્રિયો દ્વારા વૈષયિક સુખનો ઉપભોગ કરવાથી પ્રાણી ભવિષ્યમાં પણ સુખી થઈ શકે છે અને તેનાથી વિપરીત તપ, સંયમ, નિયમ તેમ જ બ્રહ્મચર્ય આદિથી શરીર અને મનને દુઃખ પહોંચાડવાથી જીવ પરભવમાં પણ દુઃખ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે સાતાવાદીઓના મત અનુસાર શરીર અને મનને સાતા પહોંચાડવાથી જ જીવ ભવિષ્યમાં સુખી થઈ શકે છે.
(૬) સમુછે વાવી :- સમુચ્છેદવાદી અર્થાત્ ક્ષણિકવાદને માનનારા આત્મા આદિ દરેક પદાર્થને ક્ષણિક માને છે. તેનો નિરન્વય નાશ થાય છે. એવી એની માન્યતા છે.
(૭) નિત્યવાલી - નિત્યવાદીના પક્ષપાતી કહે છે કે પ્રત્યેક વસ્તુ એક જ સ્વરૂપમાં અવસ્થિત રહે છે. તેઓના વિચારથી વસ્તુમાં ઉત્પાદુ–વ્યય થતા નથી, તેઓ વસ્તુને પરિણામી માનતા નથી પણ કૂટસ્થ નિત્ય માને છે. બીજા શબ્દોમાં તેઓને વિવર્તવાદી પણ કહેવાય છે. જેમ કે અસત્ની ઉત્પત્તિ નથી હોતી અને તેનો વિનાશ પણ નથી હોતો. એ જ રીતે સત્નો પણ ઉત્પાદ અને વિનાશ નથી હોતો. કોઈ પણ પરમાણુ સદાકાળથી જેવા સ્વરૂપે રહ્યું છે એવું જ ભવિષ્યમાં પણ રહેશે, તેમાં પરિવર્તન માટે કોઈ અવકાશ