________________
| ૨૩૪ |
શ્રી નંદી સૂત્ર
સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંત પર્યવ(પર્યાય), પરિમિત ત્રસ અને અનંત સ્થાવર જીવોનો તેમાં સમાવેશ છે. ધર્માસ્તિકાય આદિ તેમાં શાશ્વત અને અશાશ્વત ભાવો, નિબદ્ધ તેમજ હેતુ આદિ વડે સિદ્ધ કરેલ છે. જિન પ્રણિત ભાવ કહેવામાં આવેલ છે અને તેનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવેલ છે.
સૂત્રકૃતાંગસૂત્રનું અધ્યયન કરનારા તદ્રુપ અર્થાત્ સૂત્રગત વિષયોમાં તલ્લીન હોવાથી તદાકાર આત્મા, જ્ઞાતા તેમજ વિજ્ઞાતા બની જાય છે. અથવા સૂત્રકૃતાંગસૂત્રનું આ સ્વરૂપ છે, આ રીતે તે વિખ્યાત છે, વિજ્ઞાત છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ રીતે સૂત્રકૃતાંગનું વર્ણન છે.
વિવેચન :
સૂત્રકાર આ સૂત્રમાં સૂત્રકૃતાંગસૂત્રનો સંક્ષિપ્ત પરિચય આપે છે. 'સૂર' સૂવાયાં ધાતુથી "સૂત્રકૃતાંગ' શબ્દ બને છે. એનો આશય એ છે કે જે સમસ્ત જીવાદિ પદાર્થનો બોધ કરાવે છે તેને સૂચકતું કહેવાય, અથવા જુના સૂત્રમ જે મોહનિદ્રામાં સુખ હોય અથવા પથભ્રષ્ટ પ્રાણીઓને જગાડીને સન્માર્ગે ચડાવે તેને સૂત્રકનું કહેવાય. જેવી રીતે વીખરાયેલા મોતીને દોરામાં પરોવીને એકત્રિત કરવામાં આવે છે એ જ રીતે જેના દ્વારા વિવિધ વિષયોને તેમજ મત-મતાંતરોની માન્યતાઓને ક્રમબદ્ધ કરવામાં આવે તેને પણ સૂત્રકૃત્ કહે છે. સૂત્રકૃતાંગસૂત્રમાં વિભિન્ન વિચારકોના મતોનું દિગ્દર્શન કરાવવામાં આવેલ છે.
સૂત્રકતાંગમાં લોક, અલોક તથા લોકાલોકના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. શુદ્ધ જીવ પરમાત્મા છે, શુદ્ધ અજીવ જડ પદાર્થ છે અને સંસારી જીવ શરીરથી યુક્ત હોવાના કારણે જીવાજીવ કહેવાય છે. કોઈ દ્રવ્ય પોતાનું સ્વરૂપ છોડતા નથી અને બીજાના સ્વરૂપને અપનાવતા પણ નથી. એ જ દ્રવ્યનું દ્રવ્યત્વ છે.
ઉક્ત સૂત્રમાં મુખ્યતયા સ્વદર્શન, અન્યદર્શન તથા સ્વ–પરદર્શનનું વિવેચન કરવામાં આવેલ છે. અન્ય દર્શનોનું વર્ગીકરણ–ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી આ રીતે ચાર મતોમાં થાય છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે(૧) કિયાવાદી - ક્રિયાવાદી નવ તત્ત્વને કથંચિત્ વિપરીત સમજે છે અને ધર્મના આંતરિક સ્વરૂપને યથાર્થ રીતે ન જાણવાના કારણે પ્રાયઃ બાહ્ય ક્રિયાકાંડના પક્ષપાતી રહે છે, માટે તેને ક્રિયાવાદી કહેવાય છે. પ્રાયઃ તે આસ્તિક જ મનાય છે.
(૨) અકિયાવાદી - અક્રિયાવાદી નવ તત્ત્વ અથવા ચારિત્રરૂપ ક્રિયાનો નિષેધ કરે છે. તેઓની ગણતરી પ્રાયઃ નાસ્તિકમાં કરાય છે. સ્થાનાંગ સૂત્રના આઠમા સ્થાનમાં આઠ પ્રકારના અક્રિયાવાદીઓનો ઉલ્લેખ છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે(૧) વારી:- કોઈ વિચારકનો મત છે કે વિશ્વમાં જડ પદાર્થ સિવાય અન્ય કંઈ છે જ નહીં. માત્ર જડ