________________
શ્રી નંદી સૂત્ર
લાલિમા આદિ વિશ્રસા(સ્વભાવ)થી હોય છે. સૂત્રમાં શાશ્વત અશાશ્વત બંને ભાવો હોય છે. નિર્યુક્તિ, હેતુ, ઉદાહરણ, લક્ષણ આદિ અનેક પદ્ધતિઓ વડે તે પદાર્થનો નિર્ણય કરાય છે.
ર
આચારાંગ સૂત્ર અંગની અધિકાંશ રચના ગદ્યાત્મક છે. વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક પદ્ય આવે છે. અર્ધમાગધી ભાષાનું સ્વરૂપ સમજવા માટે આ રચના મહત્વપૂર્ણ છે. સાતમા અધ્યયનનું નામ મહાપરિક્ષા છે પરંતુ કાળ–દોષના કારણે તેનો પાઠ વિચ્છિન્ન થઈ ગયો છે. ઉપધાન નામના નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરની તપસ્યાનું બહુ જ મોટી સંખ્યામાં માર્મિક વર્ણન છે. ત્યાં તેઓને લાઢ, વજ્રભૂમિ અને શુભ્રભૂમિમાં વિહાર કરતાં કરતાં વિવિધ પ્રકારના ભયંકર ઉપસર્ગ સહન કરવા પડ્યા તે વિષેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પહેલા શ્રુતસ્કંધના ૯ અધ્યયન છે અને ૪૪ ઉદ્દેશક છે. બીજા શ્રુતસ્કંધમાં શ્રમણના માટે નિર્દોષ ભિક્ષાનું, આહાર પાણીની શુદ્ધિનું, શય્યા, સંસ્તરણ, વિહાર, ચાતુર્માસ, ભાષા, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોનું વર્ણન છે. મહાવ્રત અને તેની પચ્ચીસ ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારપૂર્વક આપેલ છે. મહાવીર સ્વામીના જન્મથી લઈને દીક્ષા, કેવળજ્ઞાન અને ઉપદેશ આદિનું સવિસ્તૃત વર્ણન છે. બીજો શ્રુતસ્કંધ ૧૬ અધ્યયનોમાં વિભાજિત છે. તેના ૩૪ ઉદ્દેશક છે. તેની ભાષા પહેલા શ્રુતસ્કંધની અપેક્ષાએ સરળ છે. આ સૂત્રનો કોઠો નીચે આપેલ છે.
અધ્યયનક્રમ ઉદ્દેશકસંખ્યા
પ્રથમ શ્રુતસ્કંધ
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯
૭ ૬ ૪ ૪ ૬ ૫ ૦ ૮ ૪
દ્વિતીય શ્રુતસ્કંધ
અધ્યયનક્રમ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ઉદ્દેશક સંખ્યા ૧૧ ૩ ૩ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧
(ર) શ્રી સૂત્રકૃતાંગસૂત્ર
२ से किं तं सूयगडे ? सूयगडे णं लोए सूइज्जइ, अलोए सूइज्जइ, लोयालोए सूइज्जइ जीवा सूइज्जति, अजीवा सूइज्जति, जीवाजीवा सूइज्जति, ससमए सूइज्जइ, परसमए सूइज्जइ, ससमय-परसमए सूइज्जइ ।
:
सूयगडे णं असीयस्स किरियावाइसयस्स, चउरासीइए अकिरियावाईणं, सत्तट्ठीए अण्णाणियवाईणं, बत्तीसाए वेणइयवाईणं, तिन्हं तेसट्ठाणं पासंडियसयाणं वूहं किच्चा ससमए ठाविज्जइ ।