________________
દ્વાદશાંગ પરિચય
૨૩૧ |
વેઢ - કોઈ એક વિષયને પ્રતિપાદન કરનાર જેટલા વાક્ય છે તેને વેષ્ટક–આલાપક કહેવાય છે. તે પણ સંખ્યાત જ છે.
શ્લોક :- પરિમાણની અપેક્ષા આ સુત્ર સંખ્યાત શ્લોક પરિમાણ છે. એક શ્લોકમાં બત્રીસ અક્ષરની ગણતરી કરાય છે.
નિર્યુક્તિ :- નિશ્ચયપૂર્વક અથવા શબ્દના નિરુક્ત–વ્યુત્પત્તિપૂર્વક અર્થને પ્રતિપાદન કરનારી યુક્તિને નિર્યુક્તિ કહેવાય છે. એવી નિયુક્તિઓ પણ સંખ્યાત છે. સૂત્રમાં શબ્દ સંખ્યાત હોય છે. તેથી તેના નિરુક્ત અર્થને બતાવનારી નિયુક્તિઓ પણ સંખ્યાતી જ હોય છે. પ્રતિપત્તિ – જેમાં દ્રવ્ય આદિ પદાર્થોની વિભિન્ન માન્યતાઓનો કે વિકલ્પોનો ઉલ્લેખ હોય તેને પ્રતિપત્તિ કહેવાય છે તે પણ સંખ્યાત છે. ઉદેશનકાળ - અંગસુત્ર આદિનું પઠન પાઠન કરવું. શાસ્ત્રીય નિયમ પ્રમાણે કોઈ પણ શાસ્ત્રનું શિક્ષણ ગુરુની આજ્ઞાથી કરી શકાય. શિષ્યના પૂછવા પર ગુરુ જ્યારે કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કરવાની આજ્ઞા આપે અથવા પહેલીવાર તે સુત્રના મૂળ અને અર્થની સંક્ષેપમાં વાચના આપે, ઉચ્ચારણ કરાવે તેને ઉદ્દેશન કહેવાય છે. એક સુત્રના એવા સંખ્યાના ઉદ્દેશનકાળ થાય છે. જેટલી વારમાં તે સુત્ર પૂર્ણ કરવામાં આવે તે સંખ્યાને ઉદ્દેશકાળ કહેવાય છે. સમદેશનકાળ :- ઉદ્દેશ કરાયેલ સૂત્રને ફરીથી પરિપક્વ અને શુદ્ધ કરાવવામાં આવે, વિશેષ પરમાર્થ સમજાવવામાં આવે તેને સમુદેશ કહેવાય છે. તે પણ જેટલીવારમાં કે જેટલા દિવસોમાં પૂર્ણ કરાય તેને સમુદેશનકાળ કહેવાય છે. તે પણ દરેક સૂત્રના સંખ્યાત જ હોય છે. ગમ - ગમ અર્થાતુ અર્થ કાઢવાના માર્ગ, સૂત્રના ભાવો, આશય સમજવો, તેને ગમ કહેવાય છે. તે દરેક સૂત્રના અનંત હોય છે. પષ્ણવ :- જેમ ચારિત્રના અનંત પજ્જવા-પર્યવ(પર્યાય) હોય છે તેમજ શ્રુતજ્ઞાન ગુણરૂપ દરેક શાસ્ત્ર જ્ઞાનના અનંત પર્યવ(પર્યાય)–પજ્જવા હોય છે. અહીં પર્યવ(પર્યાય)નો અર્થ છે તે ગુણની આરાધનાની તારતમ્યતા, પરિણામોની શુદ્ધિની વિભિન્નતા. દરેક આત્મગુણના પર્જવા અનંત હોય છે. જુદા જુદા આત્માઓના ગુણ પર્યવ પરસ્પર અનંતગણો તફાવતવાળા હોય છે. શરીર સંબંધી પર્યાયો એક ભવમાં સંખ્યાત કે અસંખ્યાત જ થાય છે. અનંત પર્યાયો એક ભવમાં થતી નથી માટે અહીં શરીર સંબંધી પર્યાયો સમજવી નહીં. જ્ઞાનીના શ્રુતજ્ઞાનના પર્યવો–પજ્જવોનું કથન છે, એમ સમજવું જોઈએ. ત્રસ અને સ્થાવર :- દરેક સ્ત્રમાં પરિમિત ત્રસ જીવોની તથા અનંત સ્થાવર જીવોની અપેક્ષા હોય છે અર્થાત્ દરેક ત્રણ સ્થાવર જીવોની રક્ષાના કે દયા–અનુકંપાના અને હિતના ભાવ સર્વ સૂત્રોમાં હોય જ છે. અનંત નહીં પરંતુ અસંખ્ય છે તેને જ અહીં પરિમિત કહેલ છે. શાશ્વતકત :- ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય નિત્ય છે. ઘટ-પટાદિ પદાર્થો પ્રયોગજન્ય છે. સંધ્યાકાલીન