________________
૨૩૦ |
શ્રી નંદી સૂત્ર
(૫) ધ્યાન – પૂલવૃત્તિએ આત્મભાવ કે વૈરાગ્યભાવ રૂ૫ ધર્મધ્યાનમાં અને સૂક્ષ્મ પરિણામે શુક્લ ધ્યાનમાં તલ્લીન થવું તેને ધ્યાન કહેવાય. () સત્સર્ગ :- આત્યંતર અને બાહ્ય ઉપધિનો યથાશક્તિ પરિત્યાગ કરવો. તેનાથી મમતા ઘટે છે અને સમતાની વૃદ્ધિ થાય છે. યોગોનો, કષાયનો, ગણનો અને ઉપધિનો એમ વિવિધ રીતે વ્યુત્સર્ગ થાય છે. કાયોત્સર્ગ, મૌન અને નિર્વિકલ્પ સાધનાઓનો આ તપમાં સમાવેશ થાય છે.
આ રીતે છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ મુમુક્ષુને મોક્ષ માર્ગ પર અગ્રસર કરે છે. વિર્યાચાર - વીર્ય શક્તિને વીર્યાચાર કહેવાય છે. પોતાની શક્તિ અથવા બળને શુભ અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત કરે તેને વીર્યાચાર કહેવાય. એના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે(૧) પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રમાદ રહિત થઈને યથાશક્ય પ્રયત્ન કરવો. (૨) જ્ઞાનાચારના આઠ અને દર્શનાચારના આઠ ભેદ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા તપના બાર ભેદને સારી રીતે સમજીને એ છત્રીસ પ્રકારના શુભ અનુષ્ઠાનોમાં યથાસંભવ પોતાની શક્તિને પ્રયુક્ત કરવી. (૩) પોતાની ઈન્દ્રિયોની તથા મનની શક્તિને મોક્ષપ્રાપ્તિના ઉપાયોમાં સામર્થ્ય પ્રમાણે પ્રયોજવી.
ચરણ :- પાંચ મહાવ્રત, દસ પ્રકારનો શ્રમણધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારની વૈયાવૃત્ય, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ, રત્નત્રય, બાર પ્રકારના તપ, ચાર કષાય નિગ્રહ એ બધાને ચરણ કહેવાય. તેને " હરિ" પણ કહેવાય છે.
કરણ - ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવનાઓ, બાર ભિક્ષુની પ્રતિમાઓ, પાંચ ઈન્દ્રિયોનો નિરોધ, પચ્ચીસ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ અને ચાર પ્રકારનો અભિગ્રહ, એ સિત્તેર ભેદને કરણ કહેવાય છે અર્થાત્ તેને વરસત્તર પણ કહેવાય છે.
યાત્રા - સંયમ, તપ, ધ્યાન, સમાધિ તેમજ સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરવી.
વાચના:- સંખ્યાત વાચનાઓ કહેલ છે. તેનું તાત્પર્ય એ છે કે અથથી લઈને અંત સુધી શિષ્યને જેટલીવાર નવો પાઠ આપે, લખાવે તેને વાચના કહેવાય છે. અનુયોગકાર :- અનુયોગનો અર્થ છે સૂત્રનો અર્થ પરમાર્થ દેખાડવો. તેના ચાર દ્વાર છે. ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. એ ચાર કારોના માધ્યમથી સૂત્રના શબ્દોના અર્થ ઘટિત કરવામાં આવે છે. માટે તેને અનુયોગ દ્વાર કહે છે. અનુયોગદ્વારનો આશ્રય લેવાથી શાસ્ત્રનો મર્મ સારી રીતે અને યથાર્થરૂપે સમજાય છે.
સંપૂર્ણ સૂત્રમાં સંખ્યાતા પદ એવા હોય છે કે જેનું ચાર અનુયોગદ્વારોથી(ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયથી) વિશ્લેષણ કરવામાં આવે છે. માટે સંખ્યાતા અનુયોગદ્વાર થઈ જાય છે.