________________
દ્વાદશાગ પરિચય
| ૨૨૯ |
શરીર, ઈન્દ્રિય અને મનને તપાવવામાં આવે અથવા ઈચ્છાઓ પર અંકુશ રાખવામાં આવે તેને તપ કહેવાય છે. તપ વડે જીવનમાં અસતુ પ્રવૃત્તિઓના સ્થાન પર સતુ પ્રવૃત્તિઓ સ્થાન પામે છે. તેમજ તપ વડે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય છે અને આત્મા મોક્ષ મંજિલે પહોંચી જાય છે.
તપ નિર્જરાનો પ્રકાર છે છતાં સંવરનો પણ હેતુ છે તેમજ મુક્તિનો પ્રદાતા છે. તેના બે ભેદ છે– બાહ્યતપ અને આત્યંતરતા. બન્નેના છ છ પ્રકાર છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) અનશન :- સંયમની પુષ્ટિ, રાગનો ઉચ્છેદ અને ધર્મધ્યાનની વૃદ્ધિ માટે પરિમિત સમય ઉપવાસ આદિ રૂપે અથવા વિશિષ્ટ પરિસ્થિતિમાં આજીવન સુધી સંપૂર્ણ આહારનો ત્યાગ કરવો, તેને અનશન કહેવાય. (૨) ઊણોદરી - ભૂખ હોય તેનાથી ઓછું ખાવું તેને ઊણોદરી કહેવાય. (૩) વૃત્તિ–પરિસંખ્યાન - એક ઘર, એક માર્ગ અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અભિગ્રહ ધારણ કરે તથા તેના દ્વારા ચિત્તવૃત્તિ સ્થિર થાય અને આસક્તિ ઘટે તેને વૃત્તિ-પરિસંખ્યાન કહેવાય. વિવિધ પદાર્થોનો ત્યાગ પણ આ તપમાં સમાવિષ્ટ થાય છે. (૪) રસપરિત્યાગ:- રાગવર્ધક રસનો પરિત્યાગ કરવાથી લોલુપતા ઘટે છે. જીભ પર કાબૂ આવે તેને રસપરિત્યાગ કહેવાય. એક યા અનેક અથવા સર્વ વિષયોનો ત્યાગ અને સ્વાદિષ્ટ કે ગરિષ્ટ ખાદ્યપદાર્થોનો ત્યાગ કરવો તે પણ આ તપમાં સમાવિષ્ટ થાય છે.
(૫) કાયક્લેશઃ- શીત–ઉષ્ણ પરીષહ સહન કરવા, આતાપના લેવી તેને કાયક્લેશ કહેવાય. કાયક્લેશ તપમાં તિતિક્ષા(સહનશીલતા)અને પ્રભાવનાનો હેતુ હોય છે. () ઈન્દ્રિય પ્રતિસંલીનતા :- વિષયો તરફ જતી ઈન્દ્રિયોને પાછી વાળવી અને સયંમભાવમાં સ્થિર રહેવું. આ તપ સ્વાધ્યાય, ધ્યાનાદિની વૃદ્ધિ માટે કરવામાં આવે છે. તેથી ઈન્દ્રિયો તથા યોગોનો નિગ્રહ થાય છે. આ છ બાહ્યુતપ કહ્યા. ત્યાર બાદ છ પ્રકારના આત્યંતર તપનું સ્વરૂપ આ નીચે પ્રમાણે છે(૧) પ્રાયશ્ચિત્ત – પશ્ચાત્તાપ કરતાં પ્રમાદજન્ય પાપ પ્રવૃત્તિથી છૂટી આત્મશુદ્ધિ કરવામાં આવે છે, તેને પ્રાયશ્ચિત્ત તપ કહેવાય છે. (૨) વિનય - ગુરુજનોનો તેમજ ઉચ્ચ ચારિત્રના ધારક મહાપુરુષોનો વિનય કરવો, તેને વિનય તપ કહેવાય. (૩) વૈયાવૃત્ય - સ્થવિર, બીમાર, તપસ્વી, નવદીક્ષિત તેમજ પૂજ્ય પુરુષોની યથાશક્તિ સેવા કરવી તેને વૈયાવૃત્ય તપ કહેવાય. (૪) સ્વાધ્યાય – પાંચ પ્રકારની સ્વાધ્યાય કરવી તે સ્વાધ્યાયરૂપ આત્યંતર તપ છે. તેનું મહત્ત્વ અનુપમ છે.