________________
| ૨૨૮ |
શ્રી નદી સૂત્ર
કરનાર હોય, તેમ જ જેની પ્રવૃત્તિ માનવહિત માટે, પ્રાણી હિત માટે અને ધાર્મિક ક્રિયામાં દિનપ્રતિદિન વધતી હોય તેનો ઉત્સાહ વધારવો તેને ઉવબૂહ કહેવાય. () સ્થિરીકરણ :- સમ્યગુદર્શન તથા સમ્યગુ ચારિત્રથી પતિત થયેલા સ્વધર્મી વ્યક્તિઓને ધર્મના માર્ગ પર સ્થિર કરે તેને સ્થિરીકરણ કહેવાય. (૭) વાત્સલ્ય - જેમ ગાય પોતાના વાછરડા પર પ્રીતિ રાખે છે એમ સાધર્મજનો પર વાત્સલ્યભાવ રાખવો, તેઓને જોઈને પ્રમુદિત થવું તેમજ તેનું સન્માન કરવું, તેને વાત્સલ્ય કહેવાય. (૮) પ્રભાવના :- જે ક્રિયાઓથી ધર્મની હીનતા અને નિંદા થાય એવી ક્રિયા ન કરવી, પણ શાસનની ઉન્નતિ થાય, જનતા ધર્મથી પ્રભાવિત થાય એવી ક્રિયા કરવી, તેને પ્રભાવના કહેવાય. ચારિત્રાચાર:- અણુવ્રત તથા મહાવ્રત એ ચારિત્રાચાર છે. એ બન્નેનું પાલન કરવાથી સંચિત કર્મોનો ક્ષય થાય છે તેમજ આત્મા ઊર્ધ્વગામી બને છે. ચારિત્રના બે ભેદ છે– (૧) પ્રવૃત્તિ (૨) નિવૃત્તિ. મોક્ષાર્થીએ યત્નાપૂર્વક આવશ્યક પ્રવૃત્તિ કરવી જોઈએ. એવી પ્રવૃત્તિને સમિતિ કહેવાય છે. અનાવશ્યક પ્રવૃત્તિઓ ન કરવી કે મન, વચન કાયાની પ્રવૃત્તિઓને ઘટાડવી તે ગુપ્તિ છે. સમિતિઓ પાંચ પ્રકારની છે, જેમ કે(૧) ઈસમિતિ - છકાય જીવોની રક્ષા કરતાં વિવેકપૂર્વક ચાલવું. (૨) ભાષાસમિતિ – સત્યભાષા તેમજ હિત, મિત, પ્રિય અને સંયમ મર્યાદાની રક્ષા કરતાં યત્નાપૂર્વક બોલવું. (૩) એષણાસમિતિ - અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું ધ્યાન રાખતાં શરીરનિર્વાહ અને સંયમનિર્વાહ માટે નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી. (૪) આદાન–ભંડમાત્રનિક્ષેપણ સમિતિ – ભંડોપકરણને અહિંસા તેમજ અપરિગ્રહ વ્રતની રક્ષા કરતાં વિવેકપૂર્વક ગ્રહણ, ધારણ કરવા, વિવેકથી લેવા મૂકવા. (૫) ઉચ્ચાર–પ્રસવણ–શ્લેષ્મજલ્લ–મલ પરિષ્ઠાપનિકા સમિતિ:- મળ-મૂત્ર, શ્લેષ્મ, કફ, ઘૂંક આદિને યત્નાપૂર્વક નિરવધ સ્થાન પર પરિષ્ઠાપન કરવા એટલે વિવેકથી નાંખવા તથા જીવજંતુઓનો સંહાર થાય તેમ પરઠવા નહિ કે નાલી, ગટર આદિમાં પ્રવાહિત કરવા નહીં. () ગુપ્તિ - મન, વચન અને કાયાથી હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાપોનું સેવન અનુકૂળ સમય મળે તોપણ ન કરવું અને ત્રણે ય યોગોનો શક્ય તેટલો ત્યાગ કરવો, તેને ગુપ્તિ કહેવાય છે.
આ રીતે પ્રશસ્તમાં પ્રવૃત્તિ કરવી અને અપ્રશસ્તથી નિવૃત્ત થવું તેને ક્રમશઃ સમિતિ અને ગુપ્તિ કહેવાય છે. અનુકૂળતાએ પ્રવૃત્તિ માત્રથી શક્ય તેટલી નિવૃત્તિ કરવી તે પણ ગુપ્તિ કહેવાય છે. સમિતિની પરાકાષ્ટા ધ્યાન છે અને ગુપ્તિની પરાકાષ્ટા એ વ્યુત્સર્ગ તપ છે. તપાચાર:- કષાયાદિને કૃશ કરવા માટે અને રાગદ્વેષ પર વિજય પ્રાપ્ત કરવા માટે જે જે ઉપાયો વડે