________________
દ્વાદશાંગ પરિચય
૨૨૭ |
(૩) બહુમાન :- જ્ઞાન અને જ્ઞાનદાતા પ્રત્યે અત્યંત આસ્થા તેમજ બહુમાનનો ભાવ રાખવો તેને બહુમાન આચાર કહેવાય. (૪) ઉપધાન – જે સૂત્રનું અધ્યયન કરવું હોય તે માટે જે તપનું વિધાન આગમમાં બતાવેલ છે, તે પ્રમાણે તપ કરવું તે ઉપધાન આચાર છે. (૫) અનિવણ – જ્ઞાન અને જ્ઞાનદાતાના નામને છુપાવવું નહીં, તેનું ગૌરવ વધારવું તેને અનિતવણ આચાર કહેવાય છે. () વ્યંજન - સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ નિર્જરાનો હેતુ બને છે અને અશુદ્ધ ઉચ્ચારણ અતિચારનો હેતુ બને છે, માટે શુદ્ધ ઉચ્ચારણ કરવું તેને વ્યંજન આચાર કહેવાય છે. (૭) અર્થ:- સુત્રનો પ્રમાણિકતાપૂર્વક અર્થ કરવો, સ્વેચ્છા મુજબ વધારવો કે ઘટાડવો નહીં. સુત્રનો ભાવ બરાબર બતાવવો તેનો અર્થ આચાર કહેવાય છે. (૮) તદુભય – આગમનું અધ્યયન અને અધ્યાપન વિધિપૂર્વક, નિરતિચારરૂપે કરે તેને તદુભય આચાર કહેવાય છે.
દર્શનાચાર :- દર્શનાચાર સમ્યકત્વને દઢ બનાવે છે. નિરતિચાર સમ્યકત્વનું પાલન હોવું જોઈએ. હેયનો ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ કરવાની રુચિ હોવી તેને નિશ્ચય સમ્યકત્વ કહેવાય અને એ જ રુચિના બળે થનારી ધર્મ તત્ત્વનિષ્ઠાને વ્યવહાર સમ્યકત્વ કહેવાય. દર્શનાચારના પણ આઠ ભેદ બતાવ્યા છે, જેમ કે
(૧) નિઃશકિત :- આત્મતત્ત્વ પર શ્રદ્ધા રાખવી. અરિહંત ભગવંતના ઉપદેશમાં, કેવળી ભાષિત ધર્મમાં તેમજ મોક્ષ પ્રાપ્તિના ઉપાયમાં શંકા ન રાખે તેને નિઃશંકિત કહેવાય.
(૨) નિઃકાંક્ષિત :- સાચા દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રથી અતિરિક્ત કુદેવ, કુગુરુ, ધર્માભાસ અને શાસ્ત્રાભાસની આકાંક્ષા ન રાખવી. જેમ ઝવેરી અસલી રત્નને છોડીને નકલી રત્નને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન રાખે, તેમ સાચાની શ્રદ્ધા રાખે તેને નિઃકાંક્ષિત કહેવાય.
(૩) નિવિચિકિત્સા – આચારણ કરેલ ધર્મનું ફળ મળશે કે નહીં? એ રીતે ધર્મના ફળ પ્રતિ સંદેહ ન રાખે તેને નિર્વિચિકિત્સા કહેવાય અથવા સંયમ ધર્મના આચારો પ્રત્યે ઘણા કે સંદેહ ન રાખે તેને પણ નિવિચિકિત્સા કહેવાય. (૪) અમૂઢદષ્ટિ - વિભિન્ન દર્શનોની યુક્તિથી, મિથ્યાષ્ટિઓની ઋદ્ધિથી, તેના આડંબર, ચમત્કાર, વિદ્વતા, ભય અથવા પ્રલોભનથી દિગુમૂઢ ન બને તેમ જ સ્ત્રી, પુત્ર, ધન આદિમાં વૃદ્ધ બનીને મૂઢ ન બને તેને અમૂઢદષ્ટિ કહેવાય. (૫) ઉપબૃહણ – જે વ્યક્તિ સંઘની સેવા કરે, સાહિત્યની સેવા કરે, તપ અને સંયમની આરાધના