________________
રર.
શ્રી નંદી સૂત્ર
(વિકલ્પો) તેમાં વર્ણિત છે.
આચારાંગ સૂત્ર અંગસૂત્રોમાં પ્રથમ અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધ છે, પચ્ચીસ અધ્યયન છે, પંચાસી ઉદ્દેશનકાલ છે, પંચાસી સમુદ્દેશનકાલ છે. પદપરિમાણથી અઢાર હજાર પદ એટલે શબ્દો છે. સંખ્યાત અક્ષર છે. અનંત આશય તેમાં રહેલા છે અને અનંત જ્ઞાનપર્યવ તેમાં નિહિત છે. પરિમિત ત્રસ અને અનંત સ્થાવર જીવોનું તેમાં અપેક્ષિત વર્ણન છે.
શાશ્વત અને અશાશ્વત ભાવો તેમાં સંગ્રહિત છે. નિયુક્તિ, સંગ્રહણી, હેતુ, ઉદાહરણ આદિથી સ્થિર કરેલ છે, નિર્ણિત કરેલ છે. આ સર્વ જિન-પ્રજ્ઞપ્ત ભાવો, સામાન્ય રૂપે કહેલ છે, ભેદ પ્રભેદથી વિસ્તૃત કરેલ છે, દષ્ટાંતપૂર્વક, ઉપમા વડે અને હેતુ, તર્ક, પ્રશ્નોત્તર વડે સમજાવેલ છે તથા નિગમન અને પરિણામ દર્શાવીને પુષ્ટ કરેલ છે.
આચારાંગને ગ્રહણ–ધારણ કરનારા, તેના અનુસાર ક્રિયા કરનારા, આચારની સાક્ષાત્ મૂર્તિ બની જાય છે, તે ભાવોના જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ પ્રમાણે આચારાંગ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે અથવા આ પ્રકારે આ આચારાંગ સૂત્રનું સ્વરૂપ વર્ણિત છે, વિખ્યાત છે, વિજ્ઞાત છે અને આ રીતે એમાં સંયમાચાર અને સંયમ પ્રવૃત્તિઓની પ્રરૂપણા કરેલ છે. આ રીતે આચારાંગનું વર્ણન છે.
વિવેચન :
નામ પ્રમાણે આ અંગમાં શ્રમણના સંયમની આચારવિધિઓનું વર્ણન કરેલ છે. તેના બે શ્રુતસ્કંધ છે. તે બન્ને શ્રુતસ્કંધમાં અધ્યયનો છે અને અધ્યયનોમાં પણ ઉદ્દેશક છે.
આચરણને જ બીજા શબ્દોમાં આચાર કહેવાય છે અથવા પૂર્વ પુરુષો દ્વારા જે જ્ઞાનાદિની આસેવન વિધિનું આચરણ કરેલ કે કહેલ છે તેને આચાર કહેવાય છે. આ રીતે આચારનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને આચારાંગ કહેવાય છે. આચારાંગ સૂત્રમાં પાંચ પ્રકારના આચાર બતાવેલ છે.
જ્ઞાનાચાર :
જ્ઞાનાચારના એટલે જ્ઞાન આરાધનાના આઠ ભેદ છે– કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિશ્રવણ, વ્યંજન, અર્થ અને તદુય. સંક્ષેપમાં તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–
(૧) કાલ : આગમમાં સૂત્રના સ્વાધ્યાયનો જે સમય બતાવેલ છે તે સમયે સૂત્રનો સ્વાધ્યાય કરવો તેને
કાળની આરાધના આચાર કહેવાય છે.
(૨) વિનય :– અધ્યયન શીખતી વખતે જ્ઞાન અને જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે શ્રદ્ધાભક્તિ રાખવી તેને વિનય આચાર કહેવાય.