________________
તજ્ઞાન
૨૦૫ |
(૧) કાલિકોપદેશથી સંજ્ઞીશ્રુત કેવા પ્રકારનું છે? કાલિકોપદેશથી– જેને ઈહા, અપોહ–નિશ્ચય, માર્ગણા-અન્વય ધર્માન્વેષણ, ગવેષણા-વ્યતિરેક ધર્માન્વેષણ, પર્યાલોચન, ચિંતા- કેમ થશે? એ રીતે પર્યાલોચન, વિમર્શ—વિચાર થાય તેને સંશી કહેવાય છે. જેને ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિંતા અને વિમર્શ ન હોય તેને અસંશી કહેવાય છે. સંજ્ઞી જીવોનું શ્રુત તે સંજ્ઞીશ્રુત કહેવાય અને અસંજ્ઞી જીવોનું શ્રુત તે અસંજ્ઞીશ્રુત કહેવાય છે. આ કાલિકોપદેશથી સંજ્ઞી અને અસંજ્ઞી શ્રત છે.
(૨) હેતુપદેશથી સંજ્ઞી શ્રત કેવા પ્રકારનું છે? હેતુપદેશથી જે જીવનું અવ્યક્ત અથવા વ્યક્ત વિજ્ઞાન વડે વિચારપૂર્વક ક્રિયા કરવાની શક્તિ-પ્રવૃત્તિ છે તેને સંજ્ઞી કહેવાય છે. તેનાથી વિપરીત જે પ્રાણીની અભિસંધારણ એવી વિચારપૂર્વક ક્રિયા કરવાની શક્તિ-પ્રવૃત્તિ ન હોય તે અસંજ્ઞી હોય છે. આ હેતુ ઉપદેશથી સંજ્ઞી–અસંજ્ઞીશ્રત છે.
(૩) દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ સંજ્ઞીશ્રુત કેવા પ્રકારનું છે? દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ સંજ્ઞીશ્રુતના ક્ષયોપશમથી સંજ્ઞીશ્રુત કહેવાય છે. અસંજ્ઞીશ્રુતના ક્ષયોપશમથી અસંજ્ઞીશ્રુત કહેવાય છે. આ દષ્ટિવાદોપદેશનું વર્ણન છે. આ રીતે સંજ્ઞીશ્રુત અને અસંજ્ઞીશ્રુતનું વર્ણન છે.
વિવેચન :
આ સૂત્રમાં સંજ્ઞીશ્રુત અને અસંજ્ઞીશ્રતની પરિભાષા બતાવેલ છે. જેને સંજ્ઞા હોય છે તે સંજ્ઞી કહેવાય, જેને સંજ્ઞા ન હોય તે અસંશી કહેવાય. સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને શ્રુત ત્રણ પ્રકારના હોય છે, જેમ કે– દીર્ઘકાલિકોપદેશથી, હેતુઉપદેશથી અને દષ્ટિવાદોપદેશથી.
(૧) દીર્ઘકાલિકોપદેશ :- જેનામાં સમ્યક અર્થને વિચારવાની બુદ્ધિ હોય, જે દીર્ઘકાલિક વિચારણા કરે એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન માટે અમુક કાર્ય કેવું થયું, કેવું થશે અને કેવું થઈ રહ્યું છે એવું જે ચિંતન કરે તેમજ વિચાર-વિમર્શ આદિ વડે વસ્તુ તત્ત્વને સારી રીતે જાણી શકે તે સંજ્ઞી કહેવાય. ગર્ભજ તિર્યંચ, મનુષ્ય, ઔપપાતિક દેવ અને નારક જીવ એ બધા મન:પર્યાપ્તિથી સંપન્ન સંશી કહેવાય છે. કેમ કે તેને ત્રિકાળ વિષયક ચિંતા તેમજ વિચાર વિમર્શ આદિ સંભવી શકે છે.
જેમ કે નેત્રમાં જ્યોતિ હોય તો પ્રદીપના પ્રકાશથી વસ્તુ તત્ત્વની સ્પષ્ટ જાણકારી થઈ શકે છે. એ જ રીતે મનોલબ્ધિ સંપન્ન પ્રાણી મનોદ્રવ્યના આધારથી વિચાર-વિમર્શ આદિ વડે આગળ પાછળની વાતને સારી રીતે જાણી લેવાના કારણે સંજ્ઞી કહેવાય છે પરંતુ જેને મનોલબ્ધિ પ્રાપ્ત ન હોય તેને અસંજ્ઞી કહેવાય છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય, ચૌરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય અને એકેન્દ્રિય, એ દરેકનો સમાવેશ અસંજ્ઞીમાં થાય છે.
કાલિક શબ્દથી અહીં દીર્ઘકાલિક અર્થ અપેક્ષિત છે. ઉપદેશ શબ્દ વિચારણાના અર્થમાં પ્રયુક્ત છે માટે દીર્ઘકાલિક વિચારણા કરનાર સંજ્ઞીનું શ્રુત અને તેનાથી વિપરીત અસંજ્ઞીનું શ્રત એ બંનેને કાલિકોપદેશથી શ્રતમાં ગ્રહણ કરેલ છે.