________________
| ૨૦ |
શ્રી નંદી સૂત્ર
તત્ર વિશેને–ત્રવિદત્તોપદીર્ષાસિક્યુપોનેતિ દ્રષ્ટધ્યમ્ - [ટીકા]
જેવી રીતે મનોલબ્ધિ, સ્વલ્પ, સ્વલ્પતર અને સ્વલ્પતમ હોય છે એવી રીતે અસ્પષ્ટ, અસ્પષ્ટતા અને અસ્પષ્ટતમ અર્થની પ્રાપ્તિ થાય છે. જેમ કે સંજ્ઞી પંચેન્દ્રિયથી સંમૂર્છાિમ પંચેન્દ્રિયમાં અસ્પષ્ટ જ્ઞાન હોય છે, તેનાથી ચોરેન્દ્રિયમાં ન્યૂન, તેનાથી તેઈન્દ્રિયમાં કંઈક ઓછું અને બેઈન્દ્રિયમાં અસ્પષ્ટતર હોય છે. એકેન્દ્રિયમાં અસ્પષ્ટતમ અર્થની પ્રાપ્તિ થઈ શકે છે. એ બધા અસંજ્ઞી જીવો હોવાથી તેનું શ્રુત અસંજ્ઞી શ્રુત કહેવાય છે. (૨) હેતુ ઉપદેશ - હિતાહિત, યોગ્યાયોગ્યની વિચારણા. જે બુદ્ધિપૂર્વક સ્વદેહ પાલન માટે ઈષ્ટ આહાર આદિમાં પ્રવૃત્તિ કરે અને અનિષ્ટ આહાર આદિથી નિવૃત્તિ પામે તેને હેતુ ઉપદેશથી સંશી કહેવાય છે. તેનાથી વિપરીત હોય તેને અસંજ્ઞી કહેવાય છે. આ દષ્ટિએ બેઈન્દ્રિય આદિ ચાર પ્રકારના ત્રસ જીવો સંજ્ઞી છે અને પાંચ સ્થાવર અસંજ્ઞી છે. જેમ કે ગાય, બળદ, બકરી આદિ પશુ પોતાના ઘરે સ્વયં આવી જાય છે, મધમાખી આજુબાજુમાં જઈને મકરંદનું પાન કરીને ફરી પોતાના સ્થાને આવી જાય છે. મચ્છર આદિ નિશાચર દિવસમાં છુપાઈ જાય છે અને રાત્રે બહાર નીકળે છે. માખીઓ સાયંકાળે સુરક્ષિત સ્થાને બેસી જાય છે. તેઓ ઠંડી ગરમીથી બચવા માટે તડકામાંથી છાયામાં અને છાયામાંથી તડકામાં આવજા કરે, દુઃખથી બચવાનો પ્રયાસ કરે તેને સંજ્ઞી કહેવાય અને જે જીવો બુદ્ધિપૂર્વક ઈષ્ટ અનિષ્ટમાં પ્રવૃત્તિ તથા નિવૃત્તિ ન કરી શકે તેને અસંશી કહેવાય. જેમ કે– વૃક્ષ, લત્તા, પાંચ સ્થાવર ઈત્યાદિ. બીજી રીતે કહીએ તો હેતુ–ઉપદેશની અપેક્ષાએ પાંચ સ્થાવર જ અસંજ્ઞી છે. બાકી બધા સંજ્ઞી છે. કહ્યું છે
कृमिकीटपंतगाद्याः, समनस्का: जंगमाश्चतुर्भेदाः । अमनस्काः पंचविधाः, पृथिवीकायादयो जीवाः ॥
અહીં પણ આ જ વાતની પુષ્ટિ કરી છે– ઈહા આદિ ચેષ્ટાઓથી યુક્ત કૃમિ, કીડા, પતંગિયા આદિ ત્રસ જીવો સંજ્ઞી છે અને પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવો અસંજ્ઞી છે. માટે હતોપદેશથી ત્રસ જીવોનું શ્રુત સંજ્ઞીશ્રુત કહેવાય અને સ્થાવર જીવોનું શ્રુત અસંજ્ઞીશ્રુત કહેવાય છે. (૩) દષ્ટિવાદોપદેશ - દષ્ટિની અપેક્ષાએ વિચારણા. જે સમ્યગુદષ્ટિ ક્ષયોપશમ જ્ઞાનથી યુક્ત હોય તે દષ્ટિવાદોપદેશથી સંજ્ઞી કહેવાય છે. વસ્તુતઃ યથાર્થ રૂપથી હિતાહિતમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ સમ્યગ્દષ્ટિ વિના થઈ શકે નહીં. તેનાથી વિપરીત જે સમ્યગુદષ્ટિ નથી અર્થાતુ મિથ્યાદષ્ટિ છે તેનું શ્રત દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ અસંજ્ઞીશ્રુત કહેવાય છે.
આ રીતે દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ સંજ્ઞી અને અસંશી શ્રુતનું પ્રતિપાદન છે. [૫] સમ્યકશ્રુત :| ५ से किं तं सम्मसुयं ? सम्मसुयं जं इमं अरहतेहिं भगवंतेहिं उप्पण्ण णाणदंसणधरेहि, तेलुक्क-णिरिक्खिय-महियपूइएहिं, तीय-पडुप्पण्ण