________________
શ્રુતશાન
૨૦૩
ઉત્તર– જ્યારે જ્ઞાન અક્ષરરૂપે બને ત્યારે તેને શ્રુત કહેવાય અર્થાત્ મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન તેનું કાર્ય છે. મતિજ્ઞાન સામાન્ય છે અને શ્રુતજ્ઞાન વિશેષ છે. મતિજ્ઞાન મૂંગુ છે અને શ્રુતજ્ઞાન મુખર છે. મતિજ્ઞાન અનક્ષર છે અને શ્રુતજ્ઞાન અક્ષરપરિણત છે. જ્યારે ઈન્દ્રિય અને મનથી અનુભૂતિ રૂપ જ્ઞાન થાય ત્યારે તેને મતિજ્ઞાન કહેવાય પણ જ્યારે તે અક્ષર રૂપે સ્વયં અનુભવ કરે અથવા પોતાનો અભિપ્રાય બીજાને કોઈ પણ પ્રકારની ચેષ્ટાથી બતાવે ત્યારે તે અનુભવ અથવા ચેષ્ટા આદિ શ્રુતજ્ઞાન કહેવાય છે. આ બન્ને જ્ઞાન સહચારી છે.
[૨] અનક્ષર શ્રુત :
३ से किं तं अणक्खरसुयं ? अणक्खरसुयं अणेगविहं पण्णत्तं, तं નાऊससियं णीससियं, णिच्छूढं खासियं च छीयं च । णिस्सिघियमणुसारं, अणक्खरं छेलियाईयं ॥
से त्तं अणक्खरसुयं ।
શબ્દાર્થ :- લલિય = શ્વાસ લેવો, ખસિય = શ્વાસ મૂકવો, બિબ્લ્યૂ = થૂંકવું, પ્લાસિય = = ઉધરસ ખાવી, છીવં == છીંક ખાવી, બિસિધિય = નાક સાફ કરવાની ધ્વનિ, મથુસાર = અનુસ્વાર યુક્ત ૧ ચેષ્ટા કરવી, છેલિયાડ્યું = ચપટી વગાડવી.
ભાવાર્થ :- પ્રશ્ન− અનક્ષર શ્રુતના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– અનક્ષર શ્રુતના અનેક પ્રકાર કહ્યા છે, જેમ કે– શ્વાસ લેવો, શ્વાસ મૂકવો, થૂંકવું, ઉધરસ ખાવી, છીંક ખાવી, નાક સાફ કરવું તેમજ બીજી અનુસ્વારયુક્ત ચેષ્ટા કરવી એ દરેક અવાજ અનક્ષર શ્રુત છે.
વિવેચન :
અનક્ષરશ્રુત ઃ— જે શબ્દ વર્ણાત્મક ન હોય, કેવળ ધ્વનિરૂપ જ હોય તે અનક્ષરશ્રુત કહેવાય છે. કોઈ વ્યક્તિ પોતાની વિશેષ વાત બીજાને સમજાવવા માટે ઈચ્છાપૂર્વક સંકેતયુક્ત અનક્ષર ધ્વનિ કરે તે અનક્ષરશ્રુત કહેવાય છે. જેમ કે– લાંબો લાંબો શ્વાસ લે અથવા શ્વાસ છોડે, છીંક ખાય, ખાંસી ખાય, થૂંકે, નાસિકામાંથી અવાજ કાઢે, હૂંકારા કરે, એ રીતે ઉપલક્ષણથી સીટી વગાડે, ઘંટી વગાડે, નગારું વગાડે, વાજું વગાડે, બ્યૂગલ વગાડે, એલાર્મ વગાડે ઈત્યાદિ બુદ્ધિપૂર્વક બીજાને સૂચિત કરવા માટે, હિત અહિત બતાવવા માટે, સાવધાન કરવા માટે, પ્રેમ, દ્વેષ અથવા ભય પ્રદર્શિત કરવા માટે, સ્વયં આવવા જવાની સૂચના દેવા માટે, ફરજ પર પહોંચવા માટે, માર્ગદર્શન માટે જે કંઈ ધ્વનિ અથવા સંકેત કરવામાં આવે તે દરેકને અનક્ષરશ્રુત કહે છે. પ્રયોજન વગર જે ધ્વનિ કરવામાં આવે તેનો સમાવેશ અનક્ષરશ્રુતમાં થાય નહીં. ઉક્ત