________________
૨૦૨ |
શ્રી નદી સૂત્ર
થાય તે લબ્ધિ અક્ષર કહેવાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે ઉપર્યુક્ત લક્ષણ સંજ્ઞી જીવોમાં ઘટિત થાય છે પરંતુ વિકલેન્દ્રિય તેમજ અસંજ્ઞી જીવોમાં અકાર આદિ વર્ણોને સાંભળવાની તથા ઉચ્ચારણ કરવાની શક્તિનો અભાવ હોય છે, તો પછી એ જીવોને લબ્ધિ અક્ષર કેવી રીતે સંભવી શકે ?
ઉત્તર– શ્રોત્રેન્દ્રિયનો અભાવ હોવા છતાં તેવા પ્રકારનો ક્ષયોપશમ તે જીવોમાં હોય જ છે માટે તેને અવ્યક્ત ભાવકૃત પ્રાપ્ત થાય છે. તે જીવોમાં આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા હોય છે. તીવ્ર અભિલાષાને સંજ્ઞા કહેવાય છે. અભિલાષા એ જ પ્રાર્થના છે. ભય દૂર થઈ જાય, અમુક ચીજ મને પ્રાપ્ત થઈ જાય, એવા પ્રકારની ઈચ્છા અક્ષરાનુસારી હોવાથી તેને પણ લબ્ધિ અક્ષર હોય છે. તે લબ્ધિ અક્ષર શ્રત છ પ્રકારનું છે(૧) જીવશબ્દ, અજીવશબ્દ અથવા મિશ્રશબ્દ સાંભળીને કહેનારના ભાવને સમજી લેવો તે શ્રોત્રેન્દ્રિય લધ્યક્ષર છે અથવા ગર્જનાથી, હણહણાટથી, ભૂંકવાથી, કાગડા વગેરેના શબ્દ સાંભળીને તિર્યંચ જીવોના ભાવને સમજી લેવા તે શ્રોત્રેન્દ્રિય લધ્યક્ષ શ્રુત કહેવાય છે. (૨) પત્ર, પત્રિકા અને પુસ્તક આદિ વાંચીને અથવા બીજાના સંકેત તથા ઈશારો વગેરે જોઈને તેના અભિપ્રાયને જાણી લેવા તે ચક્ષુરિન્દ્રિય લધ્યક્ષ શ્રુત કહેવાય છે કેમ કે સંકેત વગેરે જોઈને તેનો જવાબ દેવા માટે તથા તેની પ્રાપ્તિ માટે અથવા તેને દૂર કરવા માટે જે ભાવ ઉત્પન્ન થાય તે અક્ષર રૂપ જ હોય છે. (૩) ભિન્ન ભિન્ન જાતિના ફળો તથા ફૂલોની સુગંધ, પશુ પક્ષીની ગંધ, અમુક સ્ત્રી પુરુષની ગંધ, અમુક ભક્ષ્ય તથા અભક્ષ્યની ગંધને સૂંઘીને જાણી લે કે આ અમુકની જ ગંધ છે તે ધ્રાણેન્દ્રિય લબ્ધિઅક્ષર શ્રુત કહેવાય છે.
(૪) કોઈ પણ ખાદ્યપદાર્થ ચાખીને તેના ખાટા, મીઠા, તીખા, કડવા, તૂરા આદિ રસથી પદાર્થનું જ્ઞાન કરી લેવું તે જીહેન્દ્રિય લધ્યક્ષ શ્રુત કહેવાય છે. (૫) શીત, ઉષ્ણ, હળવો, ભારે, કઠોર અથવા કોમળ સ્પર્શ દ્વારા વસ્તુને ઓળખી લેવી તથા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સ્પર્શ માત્રથી અક્ષરને ઓળખીને તેના ભાવને સમજી લેવા તે સ્પર્શેન્દ્રિય લધ્યક્ષર શ્રુત કહેવાય છે.
(૬) જીવ જે વસ્તુનું ચિંતન કરે છે, તેની અક્ષર રૂપે શબ્દાવલિ અથવા વાક્યાવલિ બની જાય છે. જેમ કે– અમુક વસ્તુ મને મળી જાય અથવા મારો મિત્ર મને મળી જાય તો હું મારી જાતને ધન્ય અથવા પુણ્યશાળી સમજીશ. એવી વિચારધારા નોઈદ્રિય અથવા મનોજન્ય લધ્યક્ષર શ્રુત કહેવાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે પાંચ ઈન્દ્રિય અને મન એ છ ના નિમિત્તથી મતિજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને શ્રુતજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે તો આ છ ના નિમિત્તથી અથવા કોઈ પણ નિમિત્તથી જ્ઞાન ઉત્પન્ન થાય તેને મતિજ્ઞાન કહેવાય? કે શ્રુતજ્ઞાન કહેવાય?