________________
શ્રુતજ્ઞાન
૨૦૧ |
અક્ષર, રસનેન્દ્રિય લબ્ધિ અક્ષર, સ્પર્શેન્દ્રિય લબ્ધિ અક્ષર, નોઈદ્રિય લબ્ધિ અક્ષર. આ પ્રમાણે લબ્ધિ અક્ષર છે અને આ પ્રમાણે અક્ષર શ્રતનું વર્ણન થયું.
વિવેચન :
અક્ષરશ્નત :- "ક્ષર, સંચલને" ધાતુથી અક્ષર શબ્દ બને છે, જેમ કે-ક્ષતિ ન વનતિ ડ્રત્યક્ષ રમ્ | અર્થાત્ અક્ષરનો અર્થ "જ્ઞાન" છે. જ્ઞાન જીવનો સ્વભાવ છે. જ્ઞાન આત્માથી ક્યારે ય પણ જુદું થતું નથી. સુષુપ્ત અવસ્થામાં પણ જીવનો સ્વભાવ હોવાથી જ્ઞાન રહે જ છે.
અહીં ભાવાક્ષરનું કારણ હોવાથી લેખિત તેમજ ઉચ્ચારિત "અકાર" આદિને પણ ઉપચારથી અક્ષર કહેલ છે. અક્ષરદ્યુત ભાવૠતનું કારણ છે. ભાવકૃતને લબ્ધિઅક્ષર કહેવાય છે. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ બન્ને દ્રવ્યશ્રતમાં અંતનિહિત છે માટે અક્ષરશ્રુતના ત્રણ ભેદ કહેલ છે. સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર.
(૧) સંજ્ઞાક્ષર :- અક્ષરની આકૃતિ, બનાવટ અર્થાત્ સંસ્થાનને સંજ્ઞાક્ષર કહેવાય છે. ઉદાહરણ રૂપેઅ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઈત્યાદિ અથવા A, B, C, D, ઈત્યાદિ આ વિશ્વમાં જેટલી લિપિ પ્રસિદ્ધ છે એ દરેક લિપિના અક્ષરને સંજ્ઞાઅક્ષર કહે છે. (૨) વ્યંજનાક્ષર :- જેનાથી આકાર આદિ અક્ષરના અર્થનો સ્પષ્ટ બોધ થાય અર્થાતુ અકાર, ઈકાર આદિ અક્ષર બોલવામાં આવે છે, તેમજ આ વિશ્વમાં જેટલી ભાષાનો પ્રયોગ થાય તેના ઉચ્ચારણના અક્ષરને વ્યંજનાક્ષર કહેવાય છે. જેમ કે– દીપક દ્વારા પ્રત્યેક વસ્તુ પ્રકાશિત થાય છે, જોઈ શકાય છે. એવી જ રીતે વ્યંજનાક્ષર વડે પ્રત્યેક વસ્તુનો અર્થ સમજી શકાય છે. જે જે અક્ષરની જે જે સંજ્ઞા બને છે તેનું ઉચ્ચારણ તદનુકૂળ બને ત્યારે તે દ્રવ્યાક્ષર ભાવૠતનું કારણ બને છે. અક્ષરોના યથાર્થ સંયોગથી શબ્દ અને શબ્દોના યથાર્થ સંયોગથી પદ અને વાક્ય પણ બને છે. તેના યોગ્ય ઉચ્ચારણથી વક્તાના આશયનો બોધ થાય છે.
આ પ્રકારે લખવાની વિવિધ રીત તે 'સંજ્ઞાક્ષર' કહેવાય છે અને ઉચ્ચારણ કરવાની વિવિધ રીત તે 'વ્યંજનાક્ષર' કહેવાય છે. આ બંનેના માધ્યમથી જીવને જે અક્ષરાત્મક જ્ઞાન થાય છે તે લધ્યક્ષર શ્રુત કહેવાય છે. (૩) લધ્યક્ષર :- લબ્ધિ ઉપયોગનું નામ છે. શબ્દને સાંભળીને અર્થના અનુભવપૂર્વક પર્યાલોચન કરે તેને લબ્ધિ અક્ષર કહેવાય છે અને તે ભાવશ્રુત છે, કેમ કે અક્ષરના ઉચ્ચારણથી તેના અર્થનો જે બોધ થાય તેનાથી જ ભાવશ્રુત ઉત્પન્ન થાય છે. કહ્યું છે
"शब्दादिग्रहणसमनंतरमिंद्रियमनोनिमितं शब्दार्थपालोचनानुसारि રોનિત્યક્ષરાનુ વિદ્ધ જ્ઞાનકુપનાવતે રૂત્યર્થ: "
શબ્દ ગ્રહણ કર્યા બાદ ઈદ્રિય અને મનના નિમિત્તથી જે શબ્દાર્થ પર્યાલોચનાનુસારી જ્ઞાન ઉત્પન્ન