________________
મતિજ્ઞાન
૧૯૭ |
[] (૧) ઈહા-સદર્થ પર્યાલોચનરૂપ (૨) અપોહ–નિશ્ચયાત્મક જ્ઞાનસમીક્ષા (૩) વિમર્શ વિચારણા (૪) માર્ગણા-અન્વયધર્મ વિધાનરૂપ વિચારણા (૫) ગવેષણા-વ્યતિરેક ધર્મનિરાકરણરૂપ વિચારણા (૬) સંજ્ઞા (૭) સ્મૃતિ (૮) મતિ (૯) પ્રજ્ઞા એ દરેક આભિનિબોધિક મતિજ્ઞાનના પર્યાયવાચી નામ છે.
આ આભિનિબોધિક જ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે મતિજ્ઞાનનું વર્ણન સંપૂર્ણ થયું. વિવેચન :
વક્તા કાયયોગથી ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને તેને વચનયોગથી ભાષારૂપમાં પરિણાવે છે, ત્યાર બાદ કાયયોગથી છોડે છે. પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલોને બીજા સમયમાં અને બીજા સમયમાં ગૃહીત પુદ્ગલોને ત્રીજા સમયમાં છોડે છે.
વક્તા દ્વારા છોડેલા શબ્દો દરેક દિશાઓમાં વિદ્યમાન શ્રેણિઓ(આકાશના પ્રદેશોની પંક્તિઓ)માં જાય છે, કેમ કે શ્રેણિના પ્રમાણે જ તેની ગતિ થાય છે, વિશ્રેણિમાં ગતિ થતી નથી.
વક્તા જ્યારે બોલે છે ત્યારે સમશ્રેણિમાં ગમન કરતાં કરતાં તેના દ્વારા જોડાયેલા શબ્દો તે જ શ્રેણિમાં પહેલેથી વિદ્યમાન ભાષા વર્ગણાના દ્રવ્યને પોતાના રૂપમાં(શબ્દ રૂપમાં) પરિણત કરી લે છે. આ રીતે તે બન્ને પ્રકારના શબ્દો(મૂળશબ્દો અને વાસિતશબ્દો)ને સમશ્રેણીમાં સ્થિત શ્રોતાજન ગ્રહણ કરે છે. માટે મિશ્રિત શબ્દોનું ગ્રહણ કરવાનું કહ્યું છે.
આ વાત સમશ્રેણિમાં સ્થિત શ્રોતાજનોની થઈ પરંતુ વિશ્રેણિમાં સ્થિત અર્થાત્ વક્તા દ્વારા છોડાયેલા શબ્દ દ્રવ્ય જે શ્રેણિમાં ગમન કરી રહેલ હોય તેનાથી ભિન્ન શ્રેણિમાં સ્થિત શ્રોતા કેવા પ્રકારના શબ્દોને સાંભળે છે? કેમ કે વક્તા દ્વારા છોડાયેલા શબ્દ વિશ્રેણિમાં જઈ શકતા નથી પછી એ સાંભળે કેવી રીતે?
આ શંકાનું સમાધાન ગાથાના ઉત્તરાર્ધમાં કરેલ છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે– વિશ્રેણિમાં સ્થિત શ્રોતા ન તો વક્તા દ્વારા નિઃસૃષ્ટ શબ્દને સાંભળે કે ન તો મિશ્રિત શબ્દોને સાંભળે, તે વાસિત શબ્દોને જ સાંભળે છે. તેનું કારણ એ છે કે વક્તા દ્વારા નિઃસૃષ્ટ શબ્દ બીજા ભાષા દ્રવ્યને શબ્દ રૂપમાં વાસિત કરે છે અને એ વાસિત શબ્દ વિભિન્ન સમશ્રેણિમાં જઈને શ્રોતાના વિષયભૂત બને છે, સાંભળવામાં આવે છે.
મતિજ્ઞાનના સાધનભૂત પાંચ ઈન્દ્રિયોની ઉત્કૃષ્ટ શક્તિ આ પ્રમાણે છે- શ્રોત્રેન્દ્રિયની ઉત્કૃષ્ટ શક્તિ બાર જોજનથી આવેલ શબ્દને સાંભળવાની છે. ગંધ, રસ અને સ્પર્શના પુગલોને ગ્રહણ કરવાની ઉત્કૃષ્ટ શક્તિ ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની નવ જોજનની છે. ચક્ષુરિન્દ્રિયની શક્તિ લાખ જોજનથી અધિક રૂપને ગ્રહણ કરવાની છે. આ કથન અભાસ્વર(અપ્રકાશક) દ્રવ્યની અપેક્ષાએ છે પરંતુ પ્રકાશક દ્રવ્યની અપેક્ષાએ લાખો જોજન દૂરથી દેખી શકે છે. દરેક ઈન્દ્રિયો જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે.
મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો નીચે પ્રમાણે છે(૧) ઈહા– પર્યાલોચન, અનુપ્રેક્ષણ.
T
.
.
.
..
..