________________
૧૯૬
हा अपोह वीमंसा, मग्गणा य गवेसणा । सण्णा सई मई पण्णा, सव्वं आभिणिबोहियं ॥६॥
શ્રી નંદી સૂત્ર
से त्तं आभिणिबोहियणाणपरोक्खं, से त्तं मइणाणं ॥
અર્થના
=
શબ્દાર્થ :- ડ્વ = આ ક્રમથી, ભેયવત્થ = ભેદ પ્રભેદ, વિકલ્પો, હુંતિ = થાય છે, અસ્થાળ અર્થને, ઈન્દ્રિયોના વિષયોને, શહળમ્મિ = ગ્રહણ કરવામાં, તF = તેમજ, વિયાલને પર્યાલોચન, સમીક્ષામાં, વવસામ્નિ = અર્થના નિર્ણયમાં, જુન = પુનઃ, ફરી, ત્યાર પછી, ધરળ = અર્થની અવિચ્યુતિ, સ્મૃતિ અને વાસનાને, ધારળ = ધારણા, વિત્તિ – કહેલ છે, જુઠ્ઠું = શ્રોત્રેન્દ્રિય દ્વારા સ્પષ્ટ થયેલ, પુળ = પરંતુ, અજુદું તુ = આંખથી, સ્પષ્ટ કર્યા વિના જ, બૃહ્મપુદું = બદ્ધ સૃષ્ટને જાણે છે, વિયા નરે = એમ કહેવું જોઈએ, માસા = વક્તા દ્વારા છોડાયેલા પુદ્ગલના સમૂહની, સમલેઢીઓ = સમશ્રેણિઓમાં સ્થિત, વ્યક્તિ, i = જે, સદ્ = શબ્દને, મુળદ્ = સાંભળે છે, મૌસિયં = અન્ય શબ્દ દ્રવ્યથી મિશ્રિત, પુળ = ફરી, શૈલે↑ = વિશ્રેણિમાં સ્થિત વ્યક્તિ, પ્નિયા = નિયમથી, પરાર્ = પરાઘાત થવા પર જ સાંભળે છે, ર્રા = પર્યાલોચનરૂપ, અપોહ - સમીક્ષા, ચિંતન, નિશ્ચયાત્મક જ્ઞાન, વીમંસા - વિમર્શરૂપ, માર્શ = માર્ગણા—અન્વય ધર્મ વિધાનરૂપ વિચારણા, વેસખા = વ્યતિરેક ધર્મરૂપ વિચારણા, સખ્ખા = સંજ્ઞા, અભિરુચિ, સર્ફ = સ્મૃતિ, મર્હુ = મતિ, પપ્પા = પ્રજ્ઞા.
=
ભાવાર્થ :
[૧] આભિનિબોધિક મતિજ્ઞાનના સંક્ષેપમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર ભેદ ક્રમથી બતાવ્યા છે.
[૨] ઈન્દ્રિય વિષયોને ગ્રહણ કરવામાં અવગ્રહ મતિજ્ઞાન થાય છે. તે ગ્રહણ કરેલ વિષયમાં સમીક્ષા કરવાથી ઈહા મતિજ્ઞાન થાય છે. તે વિષયમાં નિર્ણય થવો તે અવાય મતિજ્ઞાન છે અને તે નિર્ણયરૂપ અવાય મતિજ્ઞાનને સ્મૃતિના રૂપમાં ધારણ કરવું, તે ધારણા કહેવાય છે.
[૩]
અવગ્રહ જ્ઞાનનું કાળ પરિમાણ એક સમયનું છે. ઈહા અને અવાય જ્ઞાનનું કાળપરિમાણ અંતમુહૂર્ત છે તથા ધારણાનું કાળ પરિમાણ સંખ્યાત કાળ અથવા અસંખ્યાત કાળ પર્યંત છે એમ જાણવું અર્થાત્ ધારણાનો ઉત્કૃષ્ટ કાળ અસંખ્ય વર્ષોનો છે.
[૪] શ્રોત્રેન્દ્રિયની સાથે સ્પષ્ટ થવા પર જ શબ્દ સાંભળી શકાય છે પરંતુ નેત્ર રૂપને સ્પષ્ટ કર્યા વગર જ દેખે છે કારણ કે ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી છે. ઘ્રાણ, રસન અને સ્પર્શન ઈન્દ્રિયો દ્વારા બદ્ધ અને સ્પષ્ટ થયેલા ગંધ, રસ અને સ્પર્શના પુદ્ગલો જ જાણવામાં આવે છે. એમ કહેવું જોઈએ.
[૫]
વક્તા દ્વારા તજાયેલ ભાષા રૂપ પુદ્ગલ–સમૂહની સમશ્રેણિમાં સ્થિત શ્રોતા જે શબ્દ સાંભળે છે તે નિયમથી અન્ય શબ્દ દ્રવ્યોથી મિશ્રિત જ સાંભળે છે. વિશ્રેણિમાં સ્થિત શ્રોતા નિયમથી પરાઘાત થયેલ શબ્દને જ સાંભળે છે.