________________
૧૯૪]
શ્રી નંદી સૂત્ર
મતિજ્ઞાનના આ ત્રણસોને છત્રીસ ભેદ પણ સ્કૂલ દષ્ટિથી સમજવાના છે. જો સૂમિદષ્ટિથી સમજીએ તો મતિજ્ઞાનના અનંત ભેદ બને છે. મતિજ્ઞાનનો વિષય :| २३ तं समासओ चउव्विहं पण्णत्तं, तंजहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। तत्थ दव्वओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वाइं दव्वाई जाणइ, ण पासइ । खेत्तओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वं खेत्तं जाणइ, ण पासइ । कालओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वं कालं जाणइ, ण पासइ । भावओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वे भावे जाणइ, ण पासइ । ભાવાર્થ :- આભિનિબોધિક–મતિજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે. જેમ કે– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્ય રૂપે સર્વ દ્રવ્યોને જાણે છે પણ દેખે નહીં. (૨) ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્ય રૂપે સર્વ ક્ષેત્રને જાણે છે પણ દેખે નહીં. (૩) કાળથી મતિજ્ઞાની સામાન્ય રૂપે ત્રણે કાળને જાણે છે પણ દેખે નહીં. (૪) ભાવથી મતિજ્ઞાની સામાન્ય રૂપે સર્વ ભાવોને જાણે છે પણ દેખે નહીં.
વિવેચન :
આ સુત્રમાં લોકમાં રહેલ સમસ્ત જીવોની અપેક્ષાએ મતિજ્ઞાનના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જઘન્યતમ અને ઉત્કૃષ્ટ વિષય બતાવ્યો છે. જે સૂત્રથી જ સ્પષ્ટ છે. દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાની સામાન્ય રૂપે સર્વ દ્રવ્યને જાણે પરંતુ દેખતો નથી. આપણે :- અહીં આદેશ શબ્દનો અર્થ છે પ્રકાર. ચૂર્ણિમાં કહ્યું છે કે આફસો ત્તિ પIIો આ શબ્દપ્રયોગ અનેક સૂત્રોના જુદા જુદા પ્રસંગોથી થયેલ છે. બધી જગ્યાએ આનો ભાવાર્થ એ જ છે કે એક પ્રકારથી, એક અપેક્ષાથી અથવા સામાન્યરૂપથી. અહીં એ જ ભાવાર્થ અપેક્ષિત છે. મતિજ્ઞાની સામાન્ય પ્રકારે ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યને જાણે છે અને કંઈક વિશેષ રૂપે પણ જાણે છે એમ સમજવું પરંતુ અવધિજ્ઞાની કે કેવળજ્ઞાનીની જેમ પ્રત્યક્ષ કે સર્વ રીતે અને સર્વ અપેક્ષા મતિજ્ઞાની જાણે નહિ તે માટે સૂત્રમાં આપણે શબ્દનો પ્રયોગ છે.
આદેશનો એક અર્થ શ્રત પણ થાય છે. જો તેનો અર્થ શ્રત કરીએ તો અહીં શંકા થાય છે કે શ્રતના આદેશથી દ્રવ્યનું જે જ્ઞાન ઉત્પન્ન થાય તે શ્રુતજ્ઞાન થયું પરંતુ અહીં મતિજ્ઞાનનું પ્રકરણ છે? આ શંકાનું સમાધાન એ છે– કૃતનિશ્રિત પતિને પણ મતિજ્ઞાન બતાવેલ છે. આ વિષયમાં ભાષ્યકાર બતાવે છે