________________
૧૯૨
શ્રી નદી સૂત્ર
બહુગ્રાહી ૬) અવગ્રહ
(૬) ઈહા (૬) અવાય (૬) ધારણા અલ્પગ્રાહી
બહુવિધગ્રાહી (૪) એકવિધગ્રાહી (૫) ક્ષિપ્રગ્રાહી
અક્ષિપ્રગ્રાહી અનિશ્રિતગ્રાહી નિશ્રિતગ્રાહી
અસંદિગ્ધગ્રાહી (૧૦)
સંદિગ્ધગ્રાહી ધૂવગ્રાહી
અધૂવગ્રાહી (૧) બહ:- તેનો અર્થ અનેક છે. એ સંખ્યા અને પરિમાણ (માપ) બન્નેની અપેક્ષાએ થઈ શકે છે. વસ્તની અનેક પર્યાયને તથા ઘણા પરિમાણવાળા દ્રવ્યને જાણે અથવા બહુ મોટા પરિમાણવાળા વિષયને પણ જાણે તેને બહુ કહેવાય. (૨) અલ્પ – કોઈ એક જ વિષયને અથવા એક જ પર્યાયને સ્વલ્પમાત્રામાં જાણે તેને અલ્પ કહેવાય. (૩) બહુવિધઃ- કોઈ એક જ દ્રવ્યને, કોઈ એક જ વસ્તુને અથવા એક જ વિષયને ઘણા પ્રકારે જાણે, જેમ કે વસ્તુનો આકાર, પ્રકાર, રંગ, રૂપ, લંબાઈ, પહોળાઈ, જાડાઈ તેમજ તેની અવધિ ઈત્યાદિ અનેક પ્રકારે જાણે તેને બહુવિધ કહેવાય. (૪) અલ્પવિધઃ- કોઈ પણ વસ્તુની પર્યાયને જાતિ અથવા સંખ્યા આદિને અલ્પ પ્રકારથી જાણે પણ ભેદ પ્રભેદ વગેરે ન જાણે તેને અલ્પવિધ કહેવાય. (૫) ક્ષિપ્રઃ- કોઈ વક્તા અથવા લેખકના ભાવોને શીધ્ર જ કોઈ પણ ઈન્દ્રિય અથવા મન વડે જાણી લે, સ્પર્શેન્દ્રિય દ્વારા અંધકારમાં પણ કોઈ વ્યક્તિ અથવા વસ્તુને ઓળખી લે તેને ક્ષિપ્ર કહેવાય.
() અક્ષિક - ક્ષયોપશમની મંદતાને કારણે અથવા વિક્ષિપ્ત ઉપયોગને કારણે કોઈ પણ ઈન્દ્રિય અથવા મનના વિષયને અનવ્યસ્ત અવસ્થામાં થોડા સમય બાદ જાણે તેને અક્ષિપ્ર કહેવાય.
(૭) અનિશ્રિત – કોઈ પણ હેતુ વિના અથવા કોઈ પણ નિમિત્ત વિના વસ્તુની પર્યાય અને તેના ગુણને જાણે. વ્યક્તિના મગજમાં એકાએક સૂઝ ઉત્પન્ન થાય અને એ જ વાત કોઈ શાસ્ત્ર અથવા પુસ્તકમાં લખેલી જોવા મળી જાય એવી બુદ્ધિને અનિશ્રિત કહેવાય. (૮) નિશ્ચિત :- કોઈ હેતુ, યુક્તિ, નિમિત્ત, લિંગ આદિ વડે જાણે, જેમ કે કોઈ એક વ્યક્તિએ શક્લપક્ષની એકમના ઉપયોગની એકાગ્રતાથી અચાનક ચંદ્રદર્શન કરી લીધા અને બીજી વ્યક્તિએ કોઈના