________________
મતિજ્ઞાન
જેમ કોઈ પુરુષ અવ્યક્ત સ્પર્શનો અનુભવ કરે છે ત્યારે તેને આ સ્પર્શ છે એમ અવગ્રહ થાય છે, પણ આ કોનો સ્પર્શ છે તે જાણતો નથી. પછી તે ઈહામાં પ્રવેશ કરીને સમીક્ષા કરે છે કે આ અમુકનો સ્પર્શ હોવો જોઈએ. ત્યાર બાદ અવાયમાં પ્રવેશ કરીને તે નિર્ણય કરે છે કે આ અમુકનો જ સ્પર્શ છે. પછી એ જ્ઞાનને સંખ્યાતકાળ અને અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણા છે.
જેમ કોઈ પુરુષ અવ્યક્ત સ્વપ્નને જુએ છે ત્યારે તે આ સ્વપ્ન છે એમ જાણે છે તે અવગ્રહ છે. પણ આ કોનું સ્વપ્ન છે તે જાણતો નથી. પછી તે ઈહામાં પ્રવેશ કરીને સમીક્ષા કરે છે કે આ અમુક પ્રકારનું સ્વપ્ન હોવું જોઈએ. ત્યાર બાદ તે અવાયમાં પ્રવેશ કરીને નિર્ણય કરે છે કે આ અમુક પ્રકારનું જ સ્વપ્ન છે. ત્યાર બાદ તે ધારણામાં પ્રવેશ કરીને તેને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે. તે ધારણા છે.
વિવેચન :
સૂત્રકારે આ સૂત્રમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના તાત્પર્યાર્થને સ્પષ્ટ કરેલ છે. અવગ્રહ મતિજ્ઞાનમાં જીવને ખબર નથી પડતી કે આ શબ્દ કોનો છે? જીવનો છે કે અજીવનો? અથવા આ શબ્દ કઈ વ્યક્તિનો છે? ઈહા મતિજ્ઞાન એ સમીક્ષા કરવાના સમયે હોય છે. કોઈ એક નિર્ણય પર આવવું, સમીક્ષિત તે વિષયનો નિર્ણય થવો તે અવાય મતિજ્ઞાન છે. તે અવાયને જ લાંબા કે ટૂંકા સમય સુધી
સ્મૃતિમાં રાખવું તે ધારણા છે. આ જ વાત પાંચ ઈન્દ્રિય અને મનના વિષયને લઈને આ સૂત્રમાં સ્પષ્ટ કરેલ છે.
મનના વિષયની સ્પષ્ટતા કરવા માટે સૂત્રકારે સ્વપ્નનું ઉદાહરણ આપ્યું છે. સ્વપ્નમાં દ્રવ્યન્દ્રિય કામ કરે નહીં. ભાવેન્દ્રિય અને મન બે જ કામ કરે છે. વ્યક્તિ સ્વપ્નમાં જે સાંભળે, દેખે, સુંઘે, ચાખે, ચાલે,
સ્પર્શ કરે તેમજ ચિંતન અને મનન કરે એમાં મુખ્યતા મનની જ છે. જાગૃત થવા પર દેખેલ સ્વપ્નના દેશ્યને, કહેલી વાતને અથવા સાંભળેલી વાતને અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા સુધી લઈ જાય છે.
કોઈ જ્ઞાન અવગ્રહ સુધી, કોઈ ઈહા સુધી તો કોઈ અવાય સુધી જ પહોંચે છે. એવો કોઈ નિયમ નથી કે પ્રત્યેક અવગ્રહ ધારણાની કોટી સુધી પહોંચે જ. કોઈ પહોંચે અને કોઈ ન પહોંચે. આ રીતે પ્રતિબોધક અને મલકના દાંતથી વ્યંજનાવગ્રહનું વર્ણન કરતાં કરતાં પ્રસંગોપાત સૂત્રકારે મતિજ્ઞાનના ૨૮ ભેદોનું વર્ણન વિસ્તારપૂર્વક કર્યું છે.
પ્રસ્તુત સૂત્રમાં વૃત્તિકારે કહ્યું છે કે મતિજ્ઞાનના અવગ્રહ આદિ જે અયાવીસ ભેદ છે. તે પ્રત્યેક ભેદને બાર પ્રકારે ગુણાકાર કરવાથી ત્રણસોને છત્રીસ ભેદ થાય છે. પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠ મન આ છ ના નિમિત્તથી થનારા મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના ભેદથી ચોવીસ ભેદ થાય છે. એ બધા વિષયોની વિવિધતા અને ક્ષયોપશમતાથી બાર બાર પ્રકાર થાય છે. તેની વિગત નીચે પ્રમાણે છે.