________________
[ ૧૯૦]
શ્રી નંદી સૂત્ર
से जहाणामए केइ पुरिसे अव्वत्तं सुमिणं पासिज्जा, तेणं 'सुमिणे' त्ति उग्गहिए, णो चेव णं जाणइ के वेस सुमिणे त्ति ? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस सुमिणे । तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ । तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज वा कालं, असंखेज्जं वा कालं । से त्तं मल्लग दिटुंतेणं ।
શબ્દાર્થ :- તે ગામ = જેમ કે, જેરુ પુરિ = કોઈ એક માણસ, અધ્વરં સ૬ = અવ્યક્ત શબ્દને, ના = સાંભળીને, તે સત્તિ = કોઈ શબ્દ છે એવી રીતે, ૩ હિપ = ગ્રહણ કરે, સુવિખે = સ્વપ્ન, ૩વયં દવ = જ્ઞાન થાય છે, નિર્ણય થઈ જાય છે.
ભાવાર્થ :- જેમ કોઈ પુરુષે અવ્યક્ત શબ્દ સાંભળ્યો કે– આ કોઈ શબ્દ છે એવો તેને અવગ્રહ થાય છે, પરંતુ તે એમ ન જાણે કે આ શબ્દ કોનો છે? આ શબ્દ અમુકનો હોવો જોઈએ એમ વિચારણા કરે ત્યારે તે ઈહામચિંતનમાં પ્રવેશ કરે છે. જ્યારે એ જાણે કે આ અમુકનો જ શબ્દ છે ત્યારે તે અવાયમાં [નિર્ણયમાં]. પ્રવેશ કરે છે. ત્યાર બાદ તે નિશ્ચિત કરેલ અવાયને હૃદયમાં ધારણ કરીને રાખે છે એટલે સ્મૃતિમાં રાખે છે, તેને ધારણા કહે છે. પછી તે સંખ્યાતકાળ અને અસંખ્યાતકાળ પર્યત ધારણ કરીને રાખે છે.
જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત અથવા અસ્પષ્ટ રૂપને દેખે ત્યારે તે આ કોઈ રૂ૫ છે, એવું અસ્પષ્ટ રૂપ જાણવું તે અવગ્રહ છે પરંતુ તે એમ ન જાણે કે આ કોનું રૂપ છે? આ અમુક હોવું જોઈએ એમ વિચારે ત્યારે તે ઈહામાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ તે નિશ્ચય કરે છે કે આ અમુક જ રૂપ છે. ત્યારે તે અવાયમાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ તે ધારણામાં પ્રવેશ કરી તે નિશ્ચય કરેલા રૂપને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે.
જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત ગંધને સુંઘે છે ત્યારે આ કોઈ ગંધ છે એમ જ્ઞાન થાય તે અવગ્રહ છે પરંતુ તે એમ ન જાણે કે આ કેવા પ્રકારની ગંધ છે? ત્યાર બાદ તે આ વિષયમાં વિચાર કરે છે કે કઈ વસ્તુની ગંધ છે ત્યારે તે ઈહામાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ તે જાણે છે કે આ અમુક પ્રકારની કે અમુક વસ્તુની જ ગંધ છે ત્યારે તે અવાયમાં પ્રવેશ કરે છે. પછી તે એ જાણેલી ગંધને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણા કહે છે.
જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત રસનો આસ્વાદ કરે ત્યારે આ કોઈ સ્વાદ છે, એવું જાણે તે અવગ્રહ છે પરંતુ એ જાણતો નથી કે આ શેનો રસ છે? ત્યાર બાદ તે ઈહામાં પ્રવેશ કરીને, સમીક્ષા કરીને જાણે છે કે આ અમુક પ્રકારનો રસ હોવો જોઈએ. ત્યાર બાદ અવાયમાં પ્રવેશ કરીને તે નિશ્ચય કરે છે કે આ અમુકનો જ રસ છે. ત્યાર બાદ તે રસના સ્વાદને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણા કહેવાય છે.