________________
૧૮૪
શ્રી નંદી સૂત્ર
સ્થાપના કહેવાય છે. કોઈ કોઈ તેને વાસના કહે છે.
પ્રતિષ્ઠા ઃ– અવાય દ્વારા નિર્ણિત કરેલ અર્થના ભેદ અને પ્રભેદને હૃદયમાં સ્થાપન કરીને રાખવા તેને પ્રતિષ્ઠા કહે છે.
કોષ્ઠ :– કોઠીમાં રાખેલ સુરક્ષિત ધાન્ય નષ્ટ થતું નથી, એ જ રીતે હૃદયમાં સૂત્ર અને તેના અર્થને સુરક્ષિત કોઠીની જેમ ધારણ કરીને રાખે, તેને કોષ્ઠ કહે છે.
જો કે સામાન્ય રીતે એનો એક જ અર્થ પ્રતીત થાય છે, તો પણ આ જ્ઞાનની ઉત્તરોત્તર વિશિષ્ઠ અવસ્થાને પ્રદર્શિત કરવા માટે પર્યાયવાચી નામોનું કથન કરેલ છે. જે ક્રમથી જ્ઞાન ઉત્તરોત્તર વિકસિત થાય છે એ જ ક્રમ પ્રમાણે સૂત્રકારે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાનો નિર્દેશ કરેલ છે. અવગ્રહ વિના ઈહા ન થાય, ઈહા વિના અવાય ન થાય અને અવાય વિના ધારણા ન થાય. એકબીજા ક્રમથી તેઓ સંકળાયેલા છે.
અવગ્રહ આદિનો કાળ :
१९ उग्गहे इक्कसमइए, अंतोमुहुत्तिया ईहा, अंतोमुहुत्तिए अवाए, धारणा संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं ।
શબ્દાર્થ:- રૂસમÇ = એક સમયનો હોય છે, અંતોમુહુત્તિર્ = અંતર્મુહૂર્તનો છે.
ભાવાર્થ :- (૧) અવગ્રહ જ્ઞાનનો કાળ એક સમયનો છે. (૨) ઈહાનો કાળ અંતર્મુહૂર્તનો છે. (૩) અવાયનો કાળ પણ અંતર્મુહૂર્તનો છે. (૪) ધારણાનો કાળ સંખ્યાત અથવા અસંખ્યાત કાળ છે.
વિવેચન :
આ સૂત્રમાં ઉક્ત ચારેયના કાળનું પ્રમાણ બતાવેલ છે. અર્થાવગ્રહનો કાળ એક સમયનો છે. ઈહા અને અવાયનો કાળ અંતર્મુહૂર્તનો છે. ધારણાનો કાળ અંતર્મુહૂર્તથી લઈને સંખ્યાત અને અસંખ્યાત વર્ષનો છે. તેનું કારણ એ છે કે જો કોઈ સંશી પ્રાણીનું આયુષ્ય સંખ્યાત વર્ષનું હોય તો એની ધારણાનો કાળ સંખ્યાત વર્ષ સુધીનો હોય છે અને નારકી, દેવતા કે જુગલિયા વગેરેનું આયુષ્ય અસંખ્યાત વર્ષનું હોય તો તેની ધારણા પણ અસંખ્યાત કાળ પર્યંત રહી શકે છે.
ધારણાની પ્રબળતાથી કોઈને પ્રત્યભિજ્ઞાન તથા જાતિસ્મરણ જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. અવાય થઈ ગયા પછી પણ જો ઉપયોગ તેમાં લાગેલો જ રહે તો તેને અવાય નહીં પણ અવિચ્યુતિ ધારણા કહે છે.
અવિચ્યુતિ ધારણા જ વાસનાને દઢ કરે છે. વાસના જો દઢ હશે તો તે નિમિત્ત મળવા પર સ્મૃતિને જાગૃત કરવામાં કારણ બને છે.