________________
મતિજ્ઞાન
૧૮૩
આવર્તનતા :- ઈહા પછી નિશ્ચય-અભિમુખ બોધ રૂપ પરિણામથી પદાર્થોનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરાવે તેને આવર્તનતા કહે છે.
પ્રત્યાવર્તનત :- આવર્તના પછી નિશ્ચયની સન્નિકટ પહોંચાડનાર ઉપયોગને પ્રત્યાવર્તનના કહે છે.
અવાય ઃ- પદાર્થના પૂર્ણ નિશ્ચયને અવાય કહે છે.
બુદ્ધી :- નિશ્ચયાત્મક જ્ઞાનને ક્ષયોપશમ વિશેષથી સ્પષ્ટતર જાણે તેને બુદ્ધિ કહે છે.
विज्ञान :– વિશિષ્ટતર નિશ્ચય કરેલ જ્ઞાન જે તીવ્ર ધારણાનું કારણ બને છે તેને વિજ્ઞાન કહેવાય છે. બુદ્ધિ અને વિજ્ઞાનથી જ પદાર્થનો સમ્યક્ પ્રકારે નિશ્ચય થઈ શકે છે.
ધારણા :
१८ से किं धारणा ? धारणा छव्विहा पण्णत्ता, तं जहा- सोइंदिय धारणा, चक्खिदिय धारणा, घाणिदिय धारणा, जिब्भिदिय धारणा, फासिंदिय धारणा, जोइंदिय धारणा ।
तीसे णं इमे एगट्टिया णाणाघोसा णाणावंजणा पंच णामधिज्जा भवंति, તેં નહીં- ધારળા, સાધાળા, વળા, પઠ્ઠા, જોકે । સે સં થારબા । ભાવાર્થ :- પ્રશ્ન- ધારણાના કેટલા પ્રકાર છે ?
ઉત્તર-ધારણાના છ પ્રકાર છે– (૧) શ્રોત્રેન્દ્રિય ધારણા (૨) ચક્ષુરિન્દ્રિય ધારણા (૩) ઘ્રાણેન્દ્રિય ધારણા (૪) રસનેન્દ્રિય ધારણા (૫) સ્પર્શેન્દ્રિય ધારણા (૬) નોઈન્દ્રિય ધારણા.
ધારણાના એક અર્થવાળા વિવિધ પ્રકારના ઘોષ અને વિવિધ પ્રકારના વ્યંજન યુક્ત પાંચ પર્યાય નામ છે– (૧) ધારણા (૨) સાધારણા (૩) સ્થાપના (૪) પ્રતિષ્ઠા (૫) કોષ્ઠ. આ રીતે ધારણા મતિજ્ઞાન નું વર્ણન છે.
વિવેચન :
ધારણા ઃ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ વ્યતીત થવા પર પણ યોગ્ય નિમિત્ત મળવાથી જે સ્મૃતિ જાગી ઊઠે, તેને ધારણા કહે છે.
સાધારણા ઃ— જાણેલ અર્થને અવિચ્યુતિ સ્મરણપૂર્વક અંતર્મુહૂર્ત સુધી ધારણ કરીને રાખે, તેને સાધારણા કહે છે.
સ્થાપના – નિશ્ચય કરેલ અર્થને હૃદયમાં ધારણ કરીને રાખવો અર્થાત્ સ્થાપન કરીને રાખવો, તેને