________________
મતિજ્ઞાન
| ૧૭૯ |
એ જ રીતે મન પણ દૂર રહેલ વસ્તુનું ચિંતન કરી શકે છે. આ વિશેષતા ચક્ષુ અને મન એ બેમાં જ છે, અન્ય ઈન્દ્રિયોમાં નથી. માટે ચક્ષુ અને મન આ બંનેને અપ્રાપ્યકારી કહેલ છે.
ઈન્દ્રિય અને ગ્રાહ્ય વિષયના સંયોગને જ વ્યંજનાવગ્રહ કહે છે. તેથી અપ્રાપ્યકારી ચહ્યું અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી શેષ ચાર ઈન્દ્રિય દ્વારા જ વ્યંજનાવગ્રહ થાય છે.
અર્થાવગ્રહ :| १४ से किं तं अत्थुग्गहे ? अत्थुग्गहे छव्विहे पण्णत्ते, तं जहा- सोइंदियअत्थुग्गहे, चक्खिदिय अत्थुग्गहे, घाणिदियअत्थुग्गहे, जिभिदियअत्थुग्गहे, फासिंदिय अत्थुग्गहे, णोइदियअत्थुग्गहे । [ से तं अत्थुग्गहे ।] ભાવાર્થ – પ્રશ્ન- અર્થાવગ્રહના કેટલા પ્રકાર છે?
ઉત્તર- અર્થાવગ્રહના છ પ્રકાર છે– (૧) શ્રોત્રેન્દ્રિયઅર્થાવગ્રહ (૨) ચક્ષુરિન્દ્રિયઅર્થાવગ્રહ (૩) ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ (૪) જિહુવેન્દ્રિયઅર્થાવગ્રહ (૫) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ (s) નોઈદ્રિય અર્થાવગ્રહ. આ પ્રકારે અર્થાવગ્રહનું વર્ણન છે.
વિવેચન :
પાંચ ઈન્દ્રિય અને મન, આ છ અર્થાવગ્રહ થવાના સાધન છે તેથી અહીં તેના છ ભેદ કરેલ છે. જે રૂપાદિના અર્થને સામાન્ય રૂપે જ ગ્રહણ કરે તેને અર્થાવગ્રહ કહેવાય છે પરંતુ એ જ સામાન્ય જ્ઞાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં ઈહા, અવાય અને ધારણાથી સ્પષ્ટ તેમજ પરિપક્વ બને છે. જેમ કે- એક નાની સરખી દીવાસળીથી વિરાટ પ્રકાશપુંજ બની શકે છે, એ જ રીતે અર્થનો સામાન્ય બોધ થવા પર વિચાર, વિમર્શ, ચિંતન, મનન તેમજ અનુપ્રેક્ષા આદિ વડે તેને વિશાળ બનાવી શકાય છે. એક નાનામાં નાના ચિત્રથી મોટું ચિત્ર બનાવી શકાય છે. માટે વસ્તુની નાનામાં નાની ઝલકનો અનુભવ થવો તેને અર્થાવગ્રહ કહેવાય છે. તેના વગર ઈહા, અવાય અને ધારણાનું જ્ઞાન ઉત્પન્ન થતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઈહાનું મૂળ જ અર્થાવગ્રહ છે.
સૂત્રકારે "નોરિયસ્થા " આ પદ આપેલ છે. તેનો અર્થ મન થાય છે. કાયયોગથી લોકમાં રહેલા મનોવર્ગણાના પગલોને ગ્રહણ કરીને મનઃ પર્યાપ્તિ નામકર્મ વડે પ્રાપ્ત શક્તિ દ્વારા મનન કરાય તે મને કહેવાય છે.
મન સદાય ઈન્દ્રિયોનું સહયોગી બનીને રહે છે. તેથી મનને નોઈન્દ્રિય કહેવામાં આવે છે. મનનની અભિમુખ થઈને રૂપાદિ અર્થોનો સામાન્યમાત્રથી અવબોધ કરે છે, તેને નોઈદ્રિય અર્થાવગ્રહ કહે છે.