________________
[ ૧૮૦]
શ્રી નદી સૂત્ર
અવગ્રહના પર્યાય શબ્દો :| १५ तस्स णं इमे एगट्ठिया णाणाघोसा, णाणावंजणा पंच णामधिज्जा भवंति, तं जहा- ओगेण्हणया, उवधारणया, सवणया, अवलंबणया, मेहा । सेत्तं उग्गहे । શબ્દાર્થ -રસ તે અર્થાવગ્રહના, " = વાક્ય અલંકાર માટે છે, આ, યા = એક અર્થવાળા, ગાયોલા = ઉદાત્ત આદિ વિવિધ ઘોષ યુક્ત, ગાવિંગ = "ક" આદિ વિવિધ પ્રકારના વ્યંજન યુક્ત, પંર પાન ઉધન્ના = તેના પાંચ નામ, મવતિ = કહેલ છે, તે ગહ = જેમ કે, ગોપાલ = અવગ્રહણતા, ૩વધારવા = ઉપધારણતા, સવાયા = શ્રવણતા, અવનવાયા = અવલંબનતા, મેદ = મેધા, તે ૩દે = એ અવગ્રહ છે. ભાવાર્થ :- અર્થાવગ્રહના એક અર્થવાળા ઉદાત્ત આદિ વિવિધ પ્રકારના ઘોષયુક્ત અને "ક" આદિ વિવિધ પ્રકારના વ્યંજન યુક્ત પાંચ પર્યાય નામ છે– (૧) અવગ્રહણતા (૨) ઉપધારણતા (૩) શ્રવણતા (૪) અવલંબનતા (૫) મેધા. એ રીતે અવગ્રહનું વર્ણન છે. વિવેચન :
આ સુત્રમાં અર્થાવગ્રહના પર્યાયાન્તર નામો આપેલા છે. પ્રથમ સમયમાં આવેલ શબ્દ, રૂપ આદિ પુદ્ગલોનું સામાન્ય રૂપે ગ્રહણ કરવું તેને અવગ્રહ કહેવાય છે. તેના પાંચ પર્યાયવાચી શબ્દો છે. (૧) અવગ્રહણતા – વ્યંજનાવગ્રહનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેના પહેલાં સમયમાં પુદ્ગલોને ગ્રહણ કરવા રૂપ પરિણામને અવગ્રહણતા કહે છે.
(૨) ઉપધારણતા -વ્યંજનાવગ્રહના પ્રથમ સમય પછીના શેષ સમયોમાં નવા નવા પુદ્ગલોને પ્રતિસમયે ગ્રહણ કરવા અને પૂર્વના સમયમાં ગ્રહણ કરેલાને ધારણ કરવા તેને ઉપધારણતા કહે છે. (૩) શ્રવણતા :- જે અવગ્રહ શ્રોત્રેન્દ્રિય વડે થાય છે તેને શ્રવણતા કહેવાય છે અર્થાતુ એક સમયમાં સામાન્યાર્થાવગ્રહના બોધ રૂપ પરિણામને શ્રવણતા કહે છે.
(૪) અવલંબનતા :- અર્થને ગ્રહણ કરે તેને અવલંબનતા કહે છે. જે સામાન્યજ્ઞાનથી વિશેષ તરફ અગ્રસર થાય તેમજ ઉત્તરવર્તી ઈહા, અવાય અને ધારણા સુધી પહોંચે તેને અવલંબનતા કહે છે. (૫) મેધા - મેધા સામાન્ય અને વિશેષ બન્નેને ગ્રહણ કરે છે.
પોલા :- અવગ્રહના જે પાંચ પર્યાયાંતર બતાવ્યા છે તે શબ્દોનું ઉચ્ચારણ ભિન્ન ભિન્ન છે. THવના :- અવગ્રહના ઉક્ત પાંચ નામો કહ્યા છે એમાં સ્વર અને વ્યંજન ભિન્ન ભિન્ન છે. સ્વર અને વ્યંજનથી શબ્દ શાસ્ત્ર બને છે અને તેના વડે જ શબ્દકોષ બને છે. શબ્દકોષમાં એકાર્થક અનેક શબ્દો