________________
| ૧૭૮ |
શ્રી નંદી સૂત્ર
જેના દ્વારા વ્યક્ત કરી શકાય અર્થાત્ જે વ્યક્તિ છે તેને વ્યંજન કહેવાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર વ્યંજનના ત્રણ અર્થ ફલિત થાય છે– (૧) ઉપકરણેન્દ્રિય (૨) ઉપકરણેન્દ્રિય અને તેનો પોતાના ગ્રાહ્ય વિષયની સાથે સંયોગ (૩) વ્યક્ત થનારા શબ્દાદિ વિષય.
સર્વપ્રથમ દર્શનોપયોગ થાય છે ત્યાર બાદ વ્યંજનાવગ્રહ થાય છે. તેનો કાળ અસંખ્યાત સમયનો છે.
અર્થાવગ્રહ:- ઈન્દ્રિયનો ગ્રાહ્ય વિષય સાથે સંયોગ થયા પછી પદાર્થનો સામાન્ય બોધ થાય, તે અર્થાવગ્રહ છે. વ્યંજનાવગ્રહના અંતમાં અર્થાવગ્રહ થાય છે. તેનો કાળ એક જ સમયનો છે. અર્થાવગ્રહ દ્વારા સામાન્યનો બોધ થાય છે. જો કે વ્યંજનાવગ્રહ દ્વારા જ્ઞાન નથી થતું તો પણ તેના અંતમાં થનાર અર્થાવગ્રહ જ્ઞાનનું કારણ હોવાથી વ્યંજનાવગ્રહને પણ ઉપચારથી જ્ઞાન માનેલ છે. તેમજ વ્યંજનાવગ્રહમાં પણ અતિ અલ્પ અવ્યક્ત જ્ઞાનની થોડીક માત્રા હોય છે. જોકે અસંખ્યાત સમયમાં લેશ માત્ર જ્ઞાન પણ ન હોય તો તેના અંતમાં અર્થાવગ્રહમાં એકાએક જ્ઞાન કેવી રીતે આવી જાય? વ્યંજનાવગ્રહમાં પણ અવ્યક્ત જ્ઞાનનો અંશ હોય છે પરંતુ અતિ અલ્પ રૂપે હોવાથી તે આપણને પ્રતીત થતું નથી. દર્શનોપયોગ મહાસામાન્ય સત્તા માત્રને ગ્રહણ કરે છે જ્યારે અવગ્રહમાં અપર સામાન્ય મનુષ્યત્વ આદિનો બોધ થાય છે.
વ્યંજનાવગ્રહ :| १३ से किं तं वंजणुग्गहे ? वंजणुग्गहे चउव्विहे पण्णत्ते, तं जहा- सोइदियवंजणुग्गहे, घाणिदिय- वंजणुग्गहे, जिभिदियवंजणुग्गहे, फासिंदियवंजणुग्गहे। से तं वंजणुग्गहे । ભાવાર્થ - પ્રશ્ન- તે વ્યંજનાવગ્રહના કેટલા પ્રકાર છે?
ઉત્તર-વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર છે– (૧) શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ (૨) ઘ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ (૩) જિહુવેદ્રિયવ્યંજનાવગ્રહ (૪) સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ. આ પ્રકારે વ્યંજનાવગ્રહનું વર્ણન છે.
વિવેચન :
આ સૂત્રમાં વ્યંજનાવગ્રહનું નિરૂપણ છે. ચક્ષુ અને મન સિવાય શેષ ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. શ્રોત્રેન્દ્રિય પોતાના વિષયને કેવળ સ્પષ્ટ થવા માત્રથી જ ગ્રહણ કરે છે. સ્પર્શન, રસન અને ધ્રાણેન્દ્રિય એ ત્રણે ય પોતાના વિષયને બદ્ધ સ્પષ્ટ થવા પર ગ્રહણ કરે છે. જેમ કે રસનેન્દ્રિયને જ્યાં સુધી રસ સાથે સંબંધ ન થાય ત્યાં સુધી રસેન્દ્રિયનો અવગ્રહ થતો નથી. એ જ રીતે સ્પર્શ અને ધ્રાણના વિષે પણ સમજવાનું છે. પરંતુ ચક્ષુ અને મન એ પોતાના વિષયને ન તો સ્પષ્ટથી કે ન તો બદ્ધ પૃષ્ટથી પરંતુ એ બન્ને દૂરથી જ વિષયને ગ્રહણ કરે છે. નેત્રમાં આંજેલ અંજનને અથવા આંખમાં પડેલ રજકણને નેત્ર સ્વયં જોઈ ન શકે.