________________
મતિજ્ઞાન
પ્રવૃતિ ન પણ જણાય પરંતુ તે જ્ઞાન ક્રમિક થાય છે. જેમ કે હંમેશની અભ્યસ્ત અને પરિચિત વસ્તુઓને જોતા જ નિર્ણય થઈ જાય છે કે આ અમુક વસ્તુ છે. દષ્ટાંત રૂપે મિત્ર, ભાઈ, પુત્ર, રોટી, પુસ્તક, પેન, રેડિયો, ટી.વી., ગ્લાસ, પલંગ વગેરે. તાત્પર્ય એ છે કે અભ્યસ્ત અને પ્રત્યક્ષ રહેલી જોવાતી) વસ્તુઓમાં પૂર્વધારણાના આધારે અવગ્રહ, ઈહાની પ્રવૃત્તિ અત્યંત શીધ્ર થઈ જાય છે. સૂક્ષ્મ દૃષ્ટિથી તો અવગ્રહ, ઈહા, અવાય, ધારણા એ ચારે ય ક્રમપૂર્વક થાય છે.
અવગ્રહ :| १२ से किं तं उग्गहे ? उग्गहे दुविहे पण्णत्ते, तं जहा- अत्थुग्गहे य वंजणुग्गहे य । ભાવાર્થ :- પ્રશ્ર– અવગ્રહના કેટલા પ્રકાર છે?
ઉત્તર- અવગ્રહના બે પ્રકાર છે– (૧) અર્થાવગ્રહ (૨) વ્યંજનાવગ્રહ.
વિવેચન :
ઈન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થનો સામાન્ય બોધ થાય તેને અવગ્રહ કહે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ હોવાથી તેમાં ઈન્દ્રિય અને મનની સહાયતા જરૂરી છે.
ઈન્દ્રિયના બે ભેદ છે. દ્રન્દ્રિય અને ભાવેન્દ્રિય. નામ કર્મના ઉદયજન્ય ઈન્દ્રિયોની પૌગલિક રચના અને તેની વિષય ગ્રહણની શક્તિ, તે દ્રવ્યેન્દ્રિય છે અને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી શબ્દ, રૂપ આદિ વિષયોનો બોધ થવો, તે ભાવેન્દ્રિય છે. આ રીતે દ્રવ્યેન્દ્રિય દ્વારા વિષયનું કે વસ્તુનું ગ્રહણ થાય અને ભાવેન્દ્રિય દ્વારા વસ્તુનો બોધ થાય છે. સંક્ષેપમાં કોઈપણ વસ્તુના બોધમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય સાપેક્ષ છે.
દ્રવ્યેન્દ્રિય વિના ભાવેન્દ્રિય અકિંચિકર છે અને ભાવેન્દ્રિય વિના દ્રવ્યેન્દ્રિય પણ અકિંચિકર છે માટે જે જે જીવોને જેટલી જેટલી ઈન્દ્રિયો મળી છે તે તેના દ્વારા તેટલું તેટલું જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમ કે– એકેન્દ્રિય જીવને કેવળ સ્પર્શેન્દ્રિય દ્વારા અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ પટુકમી હોય છે અને વ્યંજનાવગ્રહ મંદક્રમી હોય છે. અર્થાવગ્રહ અભ્યાસથી અને વિશેષ ક્ષયોપશમથી હોય છે અને વ્યંજનાવગ્રહ અભ્યાસ વિના ક્ષયોપશમની મંદતામાં હોય છે. અર્થાવગ્રહ વડે અતિ અલ્પ સમયમાં જ વસ્તુની પર્યાયને ગ્રહણ કરી શકાય છે પરંતુ વ્યંજનાવગ્રહમાં "આ કંઈક છે" એટલુ જ જ્ઞાન થાય છે.
જોકે સૂત્રમાં પ્રથમ અર્થાવગ્રહ અને પછી વ્યંજનાવગ્રહનો નિર્દેશ કરેલ છે પરંતુ તેની ઉત્પત્તિનો ક્રમ તેનાથી વિપરીત છે અર્થાતુ પહેલા વ્યંજનાવગ્રહ ને પછી અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે.
વ્યંજનાવગ્રહ – "ચળ્યો અનેતિ ચંદન" અથવા "અચતે ર ચંદન"