________________
[ ૧૭ ]
શ્રી નદી સૂત્ર
નીચે પ્રમાણે વ્યાખ્યા કરી છે. (૧) વBદ:- જે જ્ઞાન નામ, જાતિ, વિશેષ, વિશેષણ આદિ વિશેષતાથી રહિત હોય, માત્ર સામાન્યને જ જાણે તેને અવગ્રહ કહેવાય છે. કોઈપણ ઈન્દ્રિય કે મનનો સંબંધ પોતાના વિષયભૂત પદાર્થ સાથે થવા પર માત્ર કંઈક છે એવો અસ્તિત્વ રૂપ બોધ થવો તે અવગ્રહ છે. અવગ્રહ થયા પછી ઈહા વગેરે થાય છે અથવા સર્વથી પહેલા મનુષ્યત્વ, જીવત્વ, દ્રવ્યત્વ આદિ અવાંતર સામાન્યથી યુક્ત વસ્તુને જાણનાર જ્ઞાનને અવગ્રહ કહેવાય છે.
જૈન આગમમાં બે ઉપયોગ બતાવેલ છે– (૧) સાકાર ઉપયોગ (૨) અનાકાર ઉપયોગ. બીજા શબ્દોમાં એને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ પણ કહેવાય છે. અહીં જ્ઞાનોપયોગનું વર્ણન કરેલ છે તેથી તેના પૂર્વભાવી દર્શનોપયોગનો પણ ઉલ્લેખ કરેલ છે. જ્ઞાનની આ ધારા ઉત્તરોત્તર વિશેષ તરફ ઝુકતી રહે છે. (૨) દ્યા :- પ્રમાણનય તત્ત્વલોકમાં કહ્યું છે– "અવગૃહીતાર્થવિશેષાનીe" અવગ્રહથી જાણેલ પદાર્થને વિશેષ જાણવાની જિજ્ઞાસાને ઈહા કહેવાય છે. ભાષ્યકારે ઈહાની પરિભાષા કરતા કહ્યું છે - અવગ્રહમાં સત્ અને અસત્ બન્નેથી અતીત સામાન્ય માત્રને ગ્રહણ કરાય છે પરંતુ સભૂત અર્થની પર્યાલોચનારૂપ ચેષ્ટાને ઈહા' કહે છે. (૩) અવાજ :- નિશ્ચયાત્મક અથવા નિર્ણયાત્મક જ્ઞાનને અવાય કહે છે. "તિવિશેષનિયોવાથઃ" ઈહા દ્વારા જાણેલ પદાર્થનો વિશેષ રૂપે નિર્ણય કરવામાં આવે તેને અવાય કહે છે. અવાય, નિશ્ચય અને નિર્ણય એ બધા તેના પર્યાયવાચી નામ છે. અવાયને અપાય' પણ કહે છે. (૪) ધારણT:- નિર્ણિત અર્થને ધારણ કરવો તેને જ ધારણા કહે છે. અવાય જ્ઞાન જ્યારે અત્યંત દઢ થઈ જાય છે ત્યારે તેને ધારણા કહે છે. નિશ્ચય થોડા કાળ સુધી સ્થિર રહે છે. પછી વિષયાંતરમાં ઉપયોગ ચાલ્યો જવાથી તે લુપ્ત થઈ જાય છે પરંતુ તેનાથી એવા સંસ્કાર પડી જાય છે કે જેના કારણે ભવિષ્યમાં કદાચ કોઈ યોગ્ય નિમિત્ત મળી જવા પર નિશ્ચિત કરેલ તે વિષયનું સ્મરણ થઈ જાય છે. તેને પણ ધારણા કહે છે. ધારણા ત્રણ પ્રકારની છે–
(૧) અવિસ્મૃતિ–અવાયમાં લાગેલ ઉપયોગથી ચુત ન થાય તેને અવિસ્મૃતિ કહે છે. તે અવિસ્મૃતિ ધારણાનો કાળ વધારેમાં વધારે એક અંતર્મુહૂર્તનો હોય છે. છદ્મસ્થનો કોઈ પણ ઉપયોગ અંતર્મુહૂર્તથી અધિક સમય સુધી સ્થિર રહેતો નથી. (૨) અવિચ્યતિથી ઉત્પન્ન થયેલ સંસ્કારને વાસના કહે છે. એ સંસ્કાર સંખ્યાત વર્ષના આયુષ્યવાનને સંખ્યાતકાળ સુધી ટકી રહે છે અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાનને અસંખ્યાત કાળ સુધી ટકી રહે છે. (૩) સ્મૃતિ- કાલાંતરમાં કોઈ પદાર્થને જોવાથી અથવા કોઈ અન્ય નિમિત્ત વડે સંસ્કાર જાગૃત થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને સ્મૃતિ કહે છે.
કૃતનિશ્રિત મતિજ્ઞાનના એ ચાર પ્રકાર ક્રમથી જ હોય છે. અવગ્રહ વિના ઈહા ન થાય, ઈહા વિના અવાય ન થાય અને અવાયના અભાવમાં ધારણા ન થઈ શકે. સ્થલ દષ્ટિએ અવગ્રહ, ઈહાની