________________
મતિજ્ઞાન
૧૭૫ |
પ્રાપ્ત નહીં કરી શકે. તેથી તેણે કપટ કરીને એ જ નગરવાસીઓ વડે જ તેને પડાવી નાખવાનો ઉપાય વિચારી લીધો. પછી તેણે કહ્યું– "ભાઈઓ! તમારી નગરીમાં અમુક સ્થાન પર જે સ્તૂપ ઊભો છે, એ સૂપ જ્યાં સુધી નષ્ટ નહીં થાય ત્યાં સુધી કુણિક યુદ્ધ છોડશે નહીં અને તમે આ સંકટથી મુક્ત થશો નહીં. માટે એ સ્તૂપને તમે તોડાવી નાંખો. જેવો એ સ્તુપ તૂટશે કે તરત જ કણિક પાછો હટી જશે."
ભોળા નાગરિકોએ નૈમિત્તિકની વાત પર વિશ્વાસ કરીને સ્તૂપને તોડવાનો પ્રારંભ કરી દીધો. એ જ સમયે કપટી નૈમિત્તિકે સફેદ વસ્ત્ર હાથમાં લઈને ચારે ય બાજુ ફેરવવાનું શરૂ કર્યું. પોતાની યોજનાનુસાર કુણિકને સેના સહિત પાછળ હટવાનો સંકેત કર્યો. જે સમયે તેને સંકેત મળ્યો તે જ સમયે કુણિક સેનાને લઈને પાછળ હટી ગયો. નાગરિકોએ જોયું કે થોડોક સ્તૂપ તોડ્યો ત્યાં જ કણિકની સેના પાછળ હટવા લાગી. એ દશ્ય જોઈને નાગરિકોએ બહુ ઉત્સાહપૂર્વક સ્તૂપને જડમૂળથી ઉખેડી નાંખવાનો પ્રયત્ન કર્યો. થોડા જ સમયમાં સ્તૂપ ધરાશાયી બની ગયો પણ બન્યું એવું કે જેવો એ સૂપ તૂટ્યો કે તરત જ તે મજબૂત કોટનો પ્રભાવ સમાપ્ત થઈ ગયો અને કણિકે આગળ વધીને કોટને તોડીને વિશાલા નગરી પર પોતાનો અધિકાર જમાવી દીધો.
કૂળબાલક સાધુને પોતાના વશમાં કરી લેવાની પારિણામિકી બુદ્ધિ વેશ્યાની હતી અને સ્તૂપને તોડાવીને કણિકને વિજય પ્રાપ્ત કરાવનારી પરિણામિકી બુદ્ધિ કુળબાલક મુનિની હતી. આ કથા સાથે પારિણામિકી બુદ્ધિની કથાઓ સમાપ્ત તેમજ અશ્રુતનિશ્રિત એટલે શ્રુતની અપેક્ષા નહિ રાખનાર મતિજ્ઞાનનું વર્ણન પણ સમાપ્ત થયું. આ ચારે ય બુદ્ધિના કાયોમાં શ્રુતની અપેક્ષા હોતી નથી. મતિજ્ઞાનના ક્ષયોપશમની પ્રમુખતાથી જ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું એટલે બુદ્ધિનું પ્રવર્તન થાય છે.
અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનનું વર્ણન સમાપ્ત . શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન :| ११ से किं तं सुयणिस्सियं ? सुयणिस्सियं चउव्विहं पण्णत्तं, तं जहा
૩૫, ફ્રા, અવાગો, ધારણT I ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- કૃતનિશ્રિત મતિજ્ઞાનના ચાર પ્રકાર છે– (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન છે. ક્યારેક મતિજ્ઞાન સ્વતંત્ર કાર્ય કરે છે અને ક્યારેક શ્રુતજ્ઞાનના સહયોગથી કરે છે. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના પૂર્વકાલીન સંસ્કારોના નિમિત્તથી ઉત્પન્ન થાય ત્યારે તેના ક્રમશઃ ચાર ભેદ થાય છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. સંક્ષેપમાં તેની