________________
૧૫૮
શ્રી નંદી સૂત્ર
મળવા માટે પોતાના ઘર તરફ રવાના થયો. માર્ગમાં તેને સંજીવન અને નિર્જીવન નામની બે ઔષધિ મળી. તે લઈને કપિલપુનગરની પાસે પહોંચ્યો. ત્યાં તેને એક ચાંડાલ મળ્યો. તેણે વરધનુને કહ્યુંતમારા પરિવારના દરેક માણસોને રાજાએ બંદી બનાવી દીધા છે.
રાજાની વાત સાંભળીને વરધનુએ મુંઝાયા વિના ચાંડાલને લાલચ આપીને પોતાના વશમાં કરી લીધો અને તેને નિર્જીવન ઔષધિ આપી અને તેનો સંકેત સમજાવી દીધો. વરધનુના આદેશ અનુસાર ચાંડાલે નિર્જીવન ઔષધિ તેના કુટુંબના મુખ્ય માણસને આપી. તેણે કુટુંબની દરેક વ્યક્તિની આંખમાં એ ઔષધિ આંજી દીધી તેથી તેઓ તત્કાળ નિર્જીવ સદશ બની ગયા. રાજસેવકોએ રાજાને ખબર આપ્યા કે બંદી કરેલા દરેક માણસો મરી ગયા છે. રાજાએ ચાંડાલને બોલાવીને એ બધાને શ્મશાનમાં લઈ જવાની આજ્ઞા આપી. ચાંડાલે વરધનુના સંકેત અનુસાર એક જગ્યાએ તેઓને મૂકી દીધા.
વરધનુએ ત્યાં આવીને તે દરેકની આંખોમાં સંજીવની ઔષધિ આંજી તો તત્કાળ દરેક સભ્ય સ્વસ્થ બની ગયા અને વરધનુને પોતાની પાસે ઊભેલો જોઈને હર્ષિત થયા. ત્યારબાદ વરધનું પોતાના પરિવારને કોઈ સંબંધીને ત્યાં સકુશળ રાખીને પોતે રાજકુમાર બ્રહ્મદત્તની શોધ કરવા નીકળી ગયો. દૂર દૂર જંગલમાં તેને રાજકુમાર મળી ગયો. બન્ને મિત્રો ત્યાંથી ચાલતા થયા, રસ્તામાં અનેક રાજાઓની સાથે યુદ્ધ કરીને તેઓને જીતી લીધા. અનેક કન્યાઓ સાથે બ્રહ્મદત્તના લગ્ન થયા. ધીરે ધીરે છ ખંડને જીતીને બ્રહ્મદત્ત ચક્રવર્તી કપિલપુર નગરમાં આવ્યા. ત્યાં આવીને દીર્ઘપૃષ્ઠને મારીને ચક્રવર્તીની ઋદ્ધિનો ઉપભોગ કરતાં સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા.
આ રીતે મંત્રી પુત્ર વરધનુએ પોતાના કુટુંબની અને બ્રહ્મદત્તની રક્ષા કરી તેમજ બ્રહ્મદત્તને ચક્રવર્તી બનાવવામાં અનેક પ્રકારે સહાયતા આપી. આ તેની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૨) વાજય :- પાટલિપુત્રના રાજા નંદ કુપિત થઈને એક વાર ચાણક્ય નામના બ્રાહ્મણને પોતાના નગરથી બહાર નીકળી જવાની આજ્ઞા આપી. ચાણક્ય સંન્યાસીનો વેષ ધારણ કરીને ત્યાંથી રવાના થયો. ફરતાં ફરતાં તે મૌર્ય દેશમાં પહોંચ્યો. ત્યાં એક ગામમાં કોઈ એક ક્ષત્રિયાણીને ચંદ્રપાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો. દોહદ પૂર્ણ ન થવાથી ક્ષત્રિયાણી દિન પ્રતિદિન દૂબળી થવા લાગી. તેના પતિએ પત્નીને પૂછ્યું- તું દૂબળી કેમ દેખાય છે? કાંઈ દર્દ થયું હોય તો વાત કર. પત્નીએ દોહદની વાત કરી. તેણીની વાત સાંભળીને તેનો પતિ પણ ચિંતામાં પડી ગયો. તેણીની આ ઈચ્છા હું કઈ રીતે પૂર્ણ કરી શકીશ? દોહદ પૂર્ણ નહિ થવાથી તેણી અત્યંત દૂબળી થવા લાગી. તેનો પતિ વિચાર કરે છે કે જો આ સ્ત્રીનો દોહદ પૂર્ણ નહિ થાય તો તે મરી જશે. આ અરસામાં સંન્યાસી ચાણક્ય ફરતો ફરતો એ ગામમાં આવ્યો. તે સમયે ક્ષત્રિય ઘરની બહાર ઉદાસ બેઠો હતો. ચાણક્ય તેની ઉદાસીનું કારણ પૂછ્યું. ક્ષત્રિયે તેની પત્નીના દોહદની વાત કહી. એ વાત સાંભળીને ચાણક્ય કહ્યું- હું તેણીની ઈચ્છા પૂર્ણ કરી દઈશ.
ચાણક્ય તે સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માટે નગરની બહાર એક તંબૂ બનાવ્યો. તેની ઉપર એક ચંદ્રાકાર છિદ્ર બનાવ્યું અને પૂર્ણિમાની રાત્રેએ છિદ્રની નીચે એક થાળીમાં પેય પદાર્થ રાખી દીધો. તે દિવસે ત્યાં એક મહોત્સવ રાખેલ હતો, એમાં ક્ષત્રિય અને ક્ષત્રિયાણીને પણ બોલાવ્યા. જ્યારે ચંદ્ર તે