________________
મતિજ્ઞાન
| ૧૫૭ |
પૂર્વભવમાં તે તિર્યંચ હતાં તેથી ભૂખનો પરીષહ તેને બહુ પરેશાન કરતો હતો. તે તપસ્યા બિલકુલ કરી શકતા ન હતાં. તેના ગચ્છમાં એકથી એક ચડે એવા ચાર તપસ્વી મુનિઓ હતા. નાગદત્તમુનિ તે તપસ્વીઓની ત્રિકરણથી સેવા-ભક્તિ, વૈયાવચ્ચ વગેરે કરતા હતા.
એક વાર નાગદત્ત મુનિને વંદન કરવા માટે એક દેવ આવ્યા. તપસ્વી મુનિઓ આ જોઈને નાગદત્ત મુનિની ઈર્ષ્યા કરવા લાગ્યા. એક દિવસ નાગદત્ત મુનિ પોતાના માટે ગોચરી લઈને આવ્યા. તેણે વિનયપૂર્વક તપસ્વી મુનિઓને આહાર દેખાડ્યો. ઈર્ષાના કારણે તેઓએ કહ્યું– અરે ભૂખમરા ! એમ કહીને તિરસ્કાર કરતાં એક મુનિ તેના આહારમાં ઘૂંક્યા. આ પ્રસંગે નાગદત્ત મુનિએ ક્ષમા ધારણ કરી લીધી. તેના મનમાં જરા પણ રોષ ન આવ્યો. તે પોતાની નિંદા અને ચારે ય તપસ્વી મુનિની પ્રશંસા કરવા લાગ્યા. ઉપશાંત વૃત્તિ અને પરિણામોની વિશુદ્ધતાના કારણે નાગદત્ત મુનિને તે જ ક્ષણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવો કેવળ મહોત્સવ મનાવવા માટે આવ્યા. એ જોઈને ચારે ય તપસ્વી મુનિઓ પોતાના અપકૃત્ય પર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પશ્ચાત્તાપથી તેઓનો આત્મા નિર્મળ બન્યો તેથી તેઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નાગદત્તમુનિએ વિપરીત પરિસ્થિતિમાં પણ સમતા ધારણ કરી તેથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ નાગદત્તમુનિની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
(૧૧) અમાત્યપુત્ર :- કાંપિલપુર નગરના રાજા બ્રહ્મ હતાં. તેના મંત્રીનું નામ ધનુ હતું. રાજકુમારનું નામ બ્રહ્મદત્ત હતું. મંત્રીના પુત્રનું નામ વરધનુહતું. બ્રહ્મરાજાના મૃત્યુ બાદ તેનું રાજ્ય તેના મિત્ર દીર્ઘપૃષ્ઠને આપ્યું. રાણી ચૂલણી સાથે તેનો અનુચિત સંબંધ હતો. રાજકુમાર બ્રહ્મદત્તને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાની માતા તથા દીર્ઘપૃષ્ઠને મારવાની ધમકી આપી તેથી તેઓએ પોતાના માર્ગમાં કંટક સમાન સમજીને બ્રહ્મદત્તના લગ્ન કર્યા. લગ્ન બાદ પુત્ર અને પુત્રવધૂને લાક્ષાગૃહમાં મોકલ્યાં અને પછી લાક્ષગૃહમાં આગ લગાડી દીધી પરંતુ બ્રહ્મદત્તકુમારનો વફાદાર મંત્રી ધનુ તેમજ તેનો દીકરો વરધનુ, આ બન્નેની સહાયતાથી તેઓ લાક્ષાગૃહમાંથી નીકળી ગયા. આટલું વૃતાંત પહેલાં આવી ગયું છે. ત્યારબાદ
જ્યારે તેઓ જંગલમાં જઈ રહ્યા હતાં ત્યારે બ્રહ્મદત્તને ખૂબ જ તરસ લાગી. વરધનુ રાજકુમારને એક વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા માટે ગયો.
આ બાજુ દીર્ઘપૃષ્ઠને ખબર પડી કે રાજકુમાર લાક્ષાગૃહથી નીકળી ગયો છે તેથી તેણે રાજકુમાર બ્રહ્મદત્ત અને તેના મિત્ર વરધનુને શોધવા માટે ચારેય બાજુ નોકરોને દોડાવ્યાં. અનુચરો શોધતાં શોધતાં એ જ જંગલના સરોવરને કાંઠે પહોંચ્યા. ત્યાં વરધનુ રાજકુમાર માટે પાણી ભરી રહ્યો હતો. સેવકોએ વરધનુને પકડી લીધો. એ જ સમયે વરધનુએ એવો જોરદાર અવાજ કર્યો કે બ્રહ્મદત્તકુમાર તેના સંકેતને સમજીને તે જ ક્ષણે ઘોડા ઉપર ચડીને ભાગી ગયો.
સેવકોએ વરધનુને રાજકુમાર વિષે પૂછ્યું પણ તેણે કાંઈ કહ્યું નહીં તેથી રાજાના માણસો તેને મારવા-પીટવા લાગ્યા. ચતુર વરધનું નિશ્રેષ્ટ થઈને નીચે પડી ગયો. અનુચરોએ તેને મરેલો સમજીને છોડી દીધો. ત્યાંથી તેઓ રાજકુમારને શોધવા માટે ગયા. રાજસેવકો ચાલ્યા ગયા પછી વરધનુ ત્યાંથી ઊઠ્યો અને રાજકુમારને શોધવા લાગ્યો પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તે પોતાના સંબંધીઓને