________________
મતિજ્ઞાન
| ૧૫૯.
છિદ્રની ઉપર આવ્યો ત્યારે તેનું પ્રતિબિંબ થાળીમાં પડ્યું. તે જ સમયે ચાણક્ય કહ્યું– બહેન ! આ થાળીમાં ચંદ્ર છે તેનું પાન કરી લો. ક્ષત્રિયાણીએ એ પેય પદાર્થનું પ્રસન્નતાપૂર્વક પાન કર્યું. જે ક્ષણે તેણીએ ચંદ્ર પીધો તે જ ક્ષણે ચાણક્ય છિદ્ર ઉપર એક કપડું ઢાંકી દીધું, જેથી ચંદ્રનો પ્રકાશ આવવો બંધ થઈ ગયો. ક્ષત્રિયાણી ચંદ્રનું પાન કરીને ખુશ થઈ ગઈ. તેણીની ઈચ્છા પૂર્ણ થવાથી તે શીધ્ર સ્વસ્થ બની ગઈ અને સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી, સમય થવા પર ચંદ્ર સમાન તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. બાળક ગર્ભમાં આવ્યો ત્યારે માતાને ચંદ્રનો દોહદ ઉત્પન્ન થયો હતો તેથી તેનું નામ "ચંદ્રગુપ્ત" રાખ્યું. ચંદ્રગુપ્ત
જ્યારે જવાન થયો ત્યારે પોતાની માતાને ચંદ્રપાન કરાવનાર ચાણક્યની સહાયતાથી રાજા નંદને મારીને પાટલિપુત્રનો રાજા બની ગયો અને ચાણક્યને પોતાનો મંત્રી બનાવ્યો. આ ચાણક્યની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૩) મિદ્ર :- પાટલિપુત્રમાં નંદ નામના રાજા રાજ્ય કરતા હતા. તેના મંત્રીનું નામ શકડાલા હતું. તે બહુ ચતુર હતો. તે મંત્રીને સ્થૂલિભદ્ર અને શ્રિયક નામના બે દીકરા હતા. તેમજ યક્ષા, યક્ષાદત્તા, ભૂતા, ભૂતદત્તા, સણા, વેણા અને રેણા નામની સાત પુત્રીઓ હતી. તે કન્યાઓની સ્મરણશક્તિ અજબ ગજબની હતી. સર્વથી મોટી દીકરી કક્ષાની સ્મરણ શક્તિ બહુ તીવ્ર હતી. જે વાત તે એકવાર સાંભળતી તેને અક્ષરશઃ યાદ રાખતી. યક્ષદત્તા બે વાર સાંભળીને યાદ રાખતી. ભૂતા ત્રણવાર, ભૂતદત્તા ચારવાર, રોણા પાંચવાર, વેણા છ વાર અને રેણા સાતવાર સાંભળે તો કોઈ પણ વાત ક્યારે ય ભૂલતી નહીં. ગમે ત્યારે ગમે તેને એ વાત સંભળાવી શકે એવી તેની સ્મરણશક્તિ હતી.
એ જ નગરમાં એક વરરુચિ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ વિદ્વાન હતો. તે પ્રતિદિન ૧૦૮ શ્લોકની રચના કરીને રાજસભામાં રાજા નંદની સ્તુતિ કરતો. રાજા નિત્ય નવા નવા ૧૦૮ શ્લોક વડે કરાતી પોતાની સ્તુતિ સાંભળતા અને સાંભળીને મંત્રીની સામે જોતા. તેનો અભિપ્રાય એવો હતો કે મંત્રી તેની પ્રશંસા કરે તો તેને કંઈક પુરસ્કાર આપી શકાય પરંતુ શકપાલ મંત્રી કાંઈ પણ બોલ્યા વગર ચુપચાપ સાંભળતા તેથી રાજા તેને કાંઈ પણ પુરસ્કાર આપતા ન હતા. વરરુચિ પ્રતિદિન રાજસભામાંથી ખાલી હાથે ઘેર જતો. વરરુચિની પત્ની તેને ઉપાલંભ આપતી કે તમે કાંઈ પણ કમાઈને કેમ લઈ આવતા નથી? આ રીતે આપણું ઘર શી રીતે ચાલશે? તેની પત્ની પ્રતિદિન પતિને કહેતી કે તમે ગમે તેમ કરીને કંઈક કમાઈને લઈ આવો. પત્નીની વાત સાંભળીને વરરુચિએ વિચાર્યું– જ્યાં સુધી મંત્રી રાજાને કાંઈ કહેશે નહીં ત્યાં સુધી રાજા મને કાંઈ પણ આપશે નહીં. એક વાર તે શકપાલ મંત્રીના ઘેર ગયો અને તેની સ્ત્રીની પ્રશંસા કરવા લાગ્યો. તેની સ્ત્રીએ પૂછ્યું– પંડિતરાજ! આપ આજે અહીં કયા પ્રયોજનથી આવ્યા છો? વરરુચિએ તેણીને સર્વ વૃત્તાંત સંભળાવી દીધો અને કહ્યું– હું પ્રતિદિન નવા નવા ૧૦૮ શ્લોક બનાવીને રાજાની સ્તુતિ કરું છું પરંતુ મંત્રીના મૌન રહેવાથી રાજા ખુશ થઈને મને કાંઈ આપતા નથી, તેથી મારી પત્ની મારી સાથે દરરોજ ઝગડો કરે છે અને કહે છે રાજા કાંઈ આપતા નથી, તો પછી શા માટે દિવસભર કલમ પકડીને બેસો છો? શકવાલની પત્નીએ કહ્યું– ભલે ! આજે હું મંત્રીને વાત કરીશ.
શકવાલની પત્ની બુદ્ધિમતી અને દયાળુ હતી. તેણીએ રાત્રે પોતાના પતિને કહ્યું– સ્વામિન્ ! વરરુચિ પ્રતિદિન એક સો આઠ નવા નવા શ્લોકની રચના કરીને રાજાની સ્તુતિ કરે છે. શું એ શ્લોક