________________
| ૧૫ર |
શ્રી નંદી સૂત્ર
લગ્ન થયા. એક વખત કોઈ ઉત્સવનો પ્રસંગ આવ્યો. ઉત્સવના દિવસે રાજકુમારે સ્વાદિષ્ટ પકવાન, લાડુ આદિ ઉત્તમ પ્રકારના મિષ્ટાનો કરાવ્યા. પોતાના સાથીઓ સાથે આનંદમાં આવીને રાજકુમારે ખૂબ જ ખાધું. તેનું પરિણામ ખરાબ આવ્યું. અજીર્ણના કારણે તેના શરીરમાંથી દુર્ગધ આવવા લાગી તેથી તે બહુ દુઃખી થઈ ગયો.
રાજકુમાર વિચારવા લાગ્યો- અહો! આટલા સુંદર અને સ્વાદિષ્ટ ભક્ષ્ય પદાર્થ શરીરના સંસર્ગ માત્રથી દુર્ગધમય બની જાય? ખરેખર આ શરીર અશુચિ પદાર્થોથી બનેલ છે. તેના સંસર્ગમાં આવનાર પ્રત્યેક પદાર્થ ખરાબ થઈ જાય છે. માટે ધિક્કાર છે આ શરીરને, જેના માટે મનુષ્ય પાપનું આચરણ કરે છે. આ રીતે અશુચિ ભાવનાનું અનુસરણ કરતાં કરતાં તેના અધ્યવસાયો ઉત્તરોત્તર શુભ, શુભતર થતા ગયા અને એક અંતર્મુહૂર્તમાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આ રાજકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૪) જેવી :- ઘણાં વર્ષો પહેલાની એક વાત છે. એ સમયે પૂર્ણભદ્ર નામનું એક નગર હતું. ત્યાં પુષ્પકેતુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને પુષ્પાવતી નામની રાણી હતી. રાજાને એક દીકરો અને એક દીકરી હતા. દીકરાનું નામ પુષ્પચૂલ હતું અને દીકરીનું નામ પુષ્પચૂલા હતું. ભાઈ બહેનનો પરસ્પર અત્યંત સ્નેહ હતો. બન્ને યુવાન થયાં ત્યારે તેની માતાનો સ્વર્ગવાસ થયો. દેવલોકમાં તેણી પુષ્પવતી નામની દેવીરૂપે ઉત્પન્ન થઈ.
પુષ્પવતીએ દેવીના ભવમાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. પોતાના પરિવારને પણ જોયો. તેના મનમાં વિચાર આવ્યો કે મારી પુત્રી પુષ્પચૂલા આત્મકલ્યાણના પથને ભૂલી ન જાય તે માટે તેને પ્રતિબોધદેવો જોઈએ. એમ વિચારીને પુષ્પવતી દેવીએ પોતાની પૂર્વભવની પુત્રી પુષ્પચૂલાને રાત્રિમાં નરક અને સ્વર્ગનું સ્વપ્ન દેખાડ્યું. સ્વપ્ન જોઈને પુષ્પચૂલાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારી ઝંઝટને છોડીને તેણે સંયમ ગ્રહણ કર્યો. તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આદિની સાથે તે અન્ય સાધ્વીઓની વૈયાવચ્ચમાં પણ રસ લેતી હતી. આત્મભાવમાં રહેતાં રહેતાં ઘાતી કર્મનો ક્ષય કરીને તેણે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. તે સાધ્વીએ ઘણા વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું.
પુષ્પચૂલાને પ્રતિબોધ પમાડવો એ પુષ્પવતી દેવીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૫) ડિતો :- પુરિમતાલપુર નામના નગરમાં ઉદિતોદય નામના રાજા રાજ્ય કરતા હતા. શ્રી કાંતા નામની તેને રૂપ યૌવન સંપન્ન રાણી હતી. બન્ને ધર્મિષ્ઠ હતા એટલે બન્નેએ શ્રાવક-શ્રાવિકાના વ્રત ધારણ કર્યા હતા. આ રીતે તેઓ સુખપૂર્વક ધર્મમય જીવન વ્યતીત કરી રહ્યા હતા.
એકવાર અંતઃપુરમાં એક પરિવ્રાજિકા આવી. તેણે રાણીને શુચિ ધર્મનો ઉપદેશ આપ્યો પરંતુ રાણીએ તેના તરફ ધ્યાન ન આપ્યું. પરિવ્રાજિકા પોતાનો અનાદર સમજીને ત્યાંથી કુપિત થઈને ચાલી ગઈ. રાણી દ્વારા પોતાના અપમાનનો બદલો લેવા માટે તેણીએ વારાણસીના રાજા ધર્મરૂચિની પાસે શ્રીકાંતા રાણીના રૂ૫ અને અનુપમ યૌવનની પ્રશંસા કરી. શ્રીકાંતાના રૂપની વાત સાંભળીને ધર્મરુચિ